વંદે ભારત ટ્રેન સાથે ગાય અથડાઇ, ઉછળીને શૌચ કરી રહેલા વ્યક્તિ પર પડી, બંનેના મોત

PC: crimetak.in

રાજસ્થાનથી એક અજીબ ઘટના સામે આવી છે, રેલવેના એક નિવૃત વૃદ્ધ કર્મચારી રાત્રે ખુલ્લામાં શૌચ કરવા ગયા હતા. એ વખતે અચાનક એક ગાય ઉછળીને તેમની પર પડી હતી અને ઘટના સ્થળે જ એ વૃદ્ધનું મોત થઇ ગયું હતું, ગાય પણ મોતને ભેટી હતી.ગાયનો પ્રહાર એટલો સખત હતો કે વૃદ્ધ ત્યાં જ ઢળી પડ્યા હતા. ગાય ક્યાંથી ઉછળીને આવી હતી તે હવે જાણો.

એક એવી કહેવત છે કે ન જાણ્યું જાનકી નાથે કે કાલે સવારે શું થવાનું છે. આ વાત અમે એટલા માટે કહી રહ્યા છે કે ક્યારે મોત આવીને માથા પર ટપકી પડે તે ખબર નહીં હોય. રાજસ્થાનમાં શૌચ ક્રિયા કરી રહેલા એક 82 વર્ષના વૃદ્ધને સપનેય પણ ખ્યાલ નહીં હોય કે તેનો આ અંતિમ સમય છે. વાત એમ બની હતી કે શૌચ કરી રહેલા વૃદ્ધના માથા પર ગાય આવીને પટકાઇ હતી અને ગાય અને વૃદ્ધ બંનેના મોત થયા હતા. આ ગાય વંદે ભારત ટ્રેન સાથે અથડાઇ હતી અને 30 મીટર દુર શૌચ કરી રહેલા વૃદ્ધ પર જઇને પડી હતી.

રાજસ્થાનના અલવર શહેરમાંથી એક ખૂબ જ વિચિત્ર ઘટના સામે આવી છે. અહીં ટ્રેન અને ગાયને કારણે એક વ્યક્તિનું મોત થયું હતું. અહીં મોડી રાત્રે એક ગાય વંદે ભારત એક્સપ્રેસ સાથે અથડાઈ હતી. ટ્રેન સાથે અથડાયા બાદ ગાય લગભગ 30 મીટર દૂર શૌચ કરી રહેલા વ્યકિત પર પડી હતી.

વંદે ભારત ટ્રેન અલવરના કોલીમોરી ફાટક પાસેથી પસાર થઇ રહી હતી તે વખતે 82 વર્ષના વૃદ્ધ શિવદયાળ શર્મા શૌચ કરી રહ્યા હતા. વંદે ભારત ટ્રેન સાથે ગાય અથડાઇ અને સીધી ઉછળીને શિવદયાળ શર્મા પર પડી હતી એ ઘટનામાં ગાય અને શિવદયાળ બંનેના મોત થઇ ગયા હતા.

પોલીસે પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ વૃદ્ધાની લાશ પરિવારજનોને સોંપી દીધી છે. પરિવારજનોએ જણાવ્યું કે મૃતક શિવદયાલ શર્મા રેલવેમાં ઈલેક્ટ્રીશિયન હતા. લગભગ 22 વર્ષ પહેલા રેલ્વેમાંથી નિવૃત્ત થયા હતા. તેઓમોડી રાત્રે ટ્રેક પાસે ખુલ્લામાં શૌચ કરવા ગયો હતો ત્યારે ટ્રેન ગાય સાથે અથડાઈ હતી અને ગાય ઉછળીને વૃદ્ધ પર પડી હતી અને બંનેના મોત થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp