'ગાય માતા વોટ તો નહીં આપે પણ શ્રાપ જરૂર આપશે',કમ્પ્યુટર બાબાની MP સરકારને ચેતવણી

PC: amarujala.com

બાબા નામદેવ દાસ ત્યાગી ઉર્ફે કોમ્પ્યુટર બાબાના નેતૃત્વમાં યોજાઈ રહેલી ગાય માતા બચાવો યાત્રા ખંડવા પહોંચી હતી. યાત્રાનો વિરામ સ્થાનિક ગાંધી ભવનમાં થયો, જ્યાં એક તરફ મહામંડલેશ્વર બાબાએ મીડિયા સાથે વાત કરતા પોતાની યાત્રા વિશે જણાવ્યું, તો બીજી તરફ તેમણે કમલનાથની 15 મહિનાની કોંગ્રેસ સરકારના વખાણ પણ કર્યા. તો બીજી તરફ કોમ્પ્યુટર બાબાએ પ્રદેશની BJP સરકાર અને શિવરાજ સિંહ પર ગાય માતાની ઉપેક્ષા કરવાના ગંભીર આરોપો પણ લગાવ્યા.

પોતાની યાત્રા વિશે બાબાએ જણાવ્યું કે, ગાય માતાને બચાવવાના ઉદ્દેશ્યથી તેમની યાત્રા 26 સપ્ટેમ્બરથી ચિત્રકૂટથી શરૂ કરવામાં આવી હતી. ખંડવા પહોંચી ત્યાં સુધીમાં, તેમની યાત્રા લગભગ 19 જિલ્લાઓમાંથી પસાર થઈ ગઈ હતી, જે રાજ્યના ઘણા જિલ્લાઓમાંથી પસાર થયા પછી 10મી ઓક્ટોબર સુધીમાં ઉજ્જૈન મહાકાલમાં સમાપ્ત થશે. મહામંડલેશ્વર કોમ્પ્યુટર બાબાએ કહ્યું કે, મધ્યપ્રદેશની BJP સરકાર સનાતન વિરોધી છે. અમારે સનાતનમાં આસ્થા ધરાવતી સરકારને લાવવાની છે.

કોંગ્રેસ સરકારના 15 મહિના દરમિયાન જે ગૌશાળા ખોલવામાં આવી હતી, આજે તેમાં એકપણ પશુ દેખાતું નથી. ઘાસચારો, ભૂસું અને પાણી માટે કરાયેલી જોગવાઈ બંધ કરી દેવામાં આવી છે. ત્યાંના કર્મચારીઓને દૂર કરવામાં આવ્યા હતા. સરકાર યોજનાઓ બનાવે છે અને છત્રી, ડબ્બા અને ચપ્પલનું વિતરણ તો કરે છે, પરંતુ જો ગાય માતાઓ જો મતદાન કરતી હોતે તો તેમના માટે પણ સરકારે કંઈકને કંઇક જાહેરાત કરી હોત. આજે ગાય માતાને રસ્તા પર બેસવાની ફરજ પડી રહી છે, જેના કારણે તેમનું મૃત્યુ થઈ રહ્યું છે. ગાય માતા તડપી તડપીને મરી રહી છે. છત્તીસગઢમાં તો ગાય માતાના છાણની પણ ખરીદી થઈ રહી છે, પરંતુ મધ્યપ્રદેશમાં કોઈ યોજના પણ નથી. સંતોએ પણ ગાય માતાને બચાવવાની દિશામાં આગળ આવવું જોઈએ.

મીડિયા સાથે વાત કરતા બાબાએ કહ્યું કે, BJP સરકારે ગૌશાળાઓ તો ખોલી નથી અને કમલનાથે બનાવેલી ગૌશાળાના ઘાસચારા અને પાણીને બંધ કરી દીધું છે, તેથી જ ગાય માતા આજે રસ્તાઓ પર તડપી તડપીને મારી રહી છે. આજકાલ ડબ્બા, છત્રી અને ચંપલ-બુટ આપવાની યોજનાઓ આવી ગઈ છે. પરંતુ ગાય માતા મતદાન કરતી નથી તેથી તેમના માટે કોઈ યોજના બનાવવામાં આવી નથી. જો કે રાજ્ય સરકાર અંગે તેમણે કહ્યું કે, તેઓ શિવરાજને પ્રેમ કરે છે, પરંતુ તેઓ સરકારથી નારાજ છે. શિવરાજ સિંહ બોલાવશે તો તેઓ ચોક્કસ જશે અને સારું કામ કરશે તો પીઠ પણ થાબડશે.

મહામંડલેશ્વર બાબાએ કહ્યું કે, જ્યારે તમે ગાય માતા માટે કોઈ યોજના નહીં બનાવો, તો તે ભૂખી રહેશે, તમે માતા ગાયને તડપી તડપીને મરવા માટે છોડી દેશો, તો પછી ગાય માતા મતદાન તો નહીં કરી શકે પણ તે ચોક્કસપણે શ્રાપ તો આપશે જ. છત્તીસગઢમાં જે રીતે ગાય માતાના છાણા ખરીદવાની યોજના છે, જો આવી કોઈ યોજના રાજ્યમાં લાગુ કરવામાં આવે તો એક પણ ગાય રસ્તા પર રહી શકશે નહીં.

આ દિવસોમાં સંત મહામંડલેશ્વર કોમ્પ્યુટર બાબા મધ્યપ્રદેશમાં ગાય માતા બચાવો યાત્રા કાઢી રહ્યા છે. તેમની યાત્રા ખંડવા પહોંચી હતી, જેમાં તેમની સાથે લગભગ 100 સંતોનો સમૂહ પણ જોવા મળ્યો હતો. આ દરમિયાન કોમ્પ્યુટર બાબાએ રાજ્ય સરકાર પર ગાય માતાની અવગણના કરવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો, જ્યારે તેમણે કમલનાથ સરકારના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે, તેમની સરકારના 15 મહિના દરમિયાન તેમણે આખા રાજ્યમાં ગાય માતા માટે ગૌશાળા ખોલી હતી, પરંતુ શિવરાજ સરકારે તો ગાય માતા માટેનો ઘાસચારો અને પાણી પણ બંધ કરી દીધું. ગાય માતા મતદાન કરતી નથી, તેથી શિવરાજ સિંહ ગાય માતા માટે કોઈ પણ યોજના લાવ્યા નથી, જેનો તેમને શ્રાપ લાગશે અને આગામી ચૂંટણીમાં તેમની સરકાર હારી જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp