અટલ સેતુ પર કોઈ તિરાડ નહીં, આ તસવીર..’, પુલને લઈને રાજકીય પારો હાઇ

PC: ndtv.com

મહારાષ્ટ્રમાં મુંબઈના અટલ સેતુને લઈને રાજનીતિ ગરમાઈ ગઈ છે. મુંબઈ ટ્રાન્સ હાર્બર લિન્ક (MTHL) એટલે કે અટલ સેતુને લઈને ગરમાવો સામે આવ્યો છે કે પુલમાં તિરાડ પડી ગઈ છે, જ્યારે ઉદ્વઘાટન 6 મહિના અગાઉ જ થયું હતું. મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ શુક્રવારે અટલ બ્રિજની મુલાકાત લીધી હતી. પટોલેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં કહ્યું કે, ‘એ ખૂબ જ ચિંતાજનક છે કે જે અટલ સેતુ પુલનું ઉદ્વઘાટન હાલમાં જ થયું, તેમાં તિરાડ પડી ગઈ છે.

અટલ સેતુમાં તિરાડને લઈને હવે ભાજપ અને કોંગ્રેસ સામસામે આવી ગઈ છે. કોંગ્રેસના દાવા બાદ હવે ભાજપે તેના પર પલટવાર કર્યો છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે X પર પોસ્ટ કરતા કહ્યું કે, ‘અટલ સેતુ પર કોઈ તિરાડ નથી, ન તો અટલ સેતુને કોઈ જોખમ છે, આ તસવીર એપ્રોચ રોડની છે. પરંતુ એક વાત સ્પષ્ટ છે કે કોંગ્રેસ પાર્ટીએ જુઠ્ઠાણાંના સહારે તિરાડના એક લાંબો પ્લાન બનાવી લીધો છે. ચૂંટણીમાં સંવિધાન સંશોધનની વાતો, ચૂંટણી બાદ ફોનથી EVM અનલોક અને હવે એવી ખોટી વાતો.. દેશની જનતા જ આ દરાર પ્લાન અને કોંગ્રેસના ભ્રષ્ટ આચરણને પરાસ્ત કરશે.

ઉલ્લેખનીય છે કે, મુંબઇમાં અટલ બિહારી વાજપેયી સેવારી-ન્હાવા સેવા અટલ સેતુ પર તિરાડ નજરે પડી. મહારાષ્ટ્ર કોંગ્રેસ પ્રમુખ નાના પટોલેએ અટલ સેતુની મુલાકાત લીધી અને સરકાર પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે અને મુસાફરોની સુરક્ષાની ચિંતાઓ વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, ‘હું અહી તમને દેખાડવા આવ્યો છું કે અમે જે કહી રહ્યા છીએ એ માત્ર આરોપ નથી. સરકાર દેખાડી રહી છે કે તે લોકો માટે કામ કરી રહી છે, પરંતુ તમે અહી ભ્રષ્ટાચાર જોઈ શકો છો.

તેઓ પોતાના ખિસ્સા ભરી રહ્યા છે, પરંતુ તેમને તેનો અધિકાર કોણે આપ્યો કે લોકોના જીવ જોખમમાં નાખે? લોકોને યોજના બતાવવી જોઈએ કે આ ભ્રષ્ટ સરકારને કેવી રીતે હટાવવામાં આવે.’ આ મામલે કોંગ્રેસે X પર પોસ્ટ કરીને સરકાર પર પ્રહાર કર્યો છે. લગભગ 17,840 કરોડના ખર્ચે આ પુલનું નિર્માણ થયું છે. MTHL ભારતનો સૌથી લાંબો અને દેશનો સૌથી લાંબો સમુદ્રી પુલ છે. નવી મુંબઇમાં અલ્વે તરફ બહાર નીકળવા પર તિરાડ નજરે પડી.

આ તિરાડ તારકોલ રોડની એક તરફ છે. તેનું ઉદ્વઘાટન આ વર્ષે 12 જાન્યુઆરીએ કરવામાં આવ્યું હતું. આ પુલ લગભગ 21.8 કિમી લાંબો છે અને 6 લેનવાળો છે. 16.5 કિમી લાંબો સમુદ્ર ઉપર અને લગભગ 5.5 કિમી જમીન પર બનેલો છે. આ દેશનો સૌથી લાંબો પુલ છે. તે મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ અને નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટને કનેક્ટિવિટી પ્રદાન કરે છે. મુંબઈથી પૂણે, ગોવા અને દક્ષિણ ભારતની યાત્રામાં લગતા સમયમાં પણ તેનાથી કમી આવી છે. તે મુંબઈ બંદરગાહ અને જવાહરલાલ નેહરુ બંદરગાહ વચ્ચે કનેક્ટિવિટી માટે સારો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp