ક્રેડિટ કાર્ડ કંપનીને ગ્રાહક દ્વારા રૂ.30000નો ચૂનો

PC: indianmoney.com

ક્રેડિટ કાર્ડ લેવા માટે તમને પણ કદાચ ફોન આવતા હશે. કેટલીક વાર બેંકના કર્મચારી વગર કોઇ પ્રક્રિયાનું પાલન કરે ગ્રાહકોને કાર્ડ આપે છે. આવાજ એક બનાવમાં કેનરા બેંકને મોટો ઝાટકો લાગ્યો છે. બેંકે ગ્રાહક પર ક્રેડિટ કાર્ડના બાકીના રૂ.30000નો ક્લેઇમ કર્યો હતો. પરંતુ બેંકે પોતાનો આ દાવો પાછો ખેંચવો પડ્યો કારણકે તે એ સાબીત જ ના કરી શક્યા કે ગ્રાહકે ક્રેડિટ કાર્ડ માટે આવેદન કર્યુ હતું.

આ કાયદાકીય પ્રક્રિયા 2010માં શરૂ કરવામાં આવી હતી. જ્યારે કેનરા બેંકની એમજી રોડ બ્રાંચે આરકે ઢીંગરા વિરૂધ્ધમાં સિવીલ કેસ ફાઇલ કર્યો હતો. બેંકે નવી દિલ્હીના ઢીંગરા વિરૂધ્ધ રૂ.30454ની રીકવરી માટે કેસ ફાઇલ કર્યો હતો. બેંકે દાવો કર્યો હતો કે ઢીંગરાએ કૈનકાર્ડનો ઉપયોગ કર્યો હતો. અને તેની પર આ રકમ બકાયા છે. બેંકના જણાવ્યા અનુસાર ઢીંગરાએ 12 માર્ચ 2006થી 21 માર્ચ 2007 દરમિયાન કાર્ડનો ઉપયોગ કર્યો હતો. બેંકે આ મુદ્દે તેમને લિગલ નોટિસ પણ મોકલી હતી. જેના ઉત્તરમાં જવાબ ન આપવા પર તેમના વિરૂધ્ધમાં કેસ પણ કરવામાં આવ્યો હતો.

બેંકના દાવા અનુસાર મંથલી સેટલમેન્ટ તૈયાર થયા બાદ 15 દિવસની અંદર આ પેમેન્ટ થવું જોઇએ સમય પર પેમેન્ટ ન કરી શકતા બેંકે ઢીંગરા પર પ્રતિ માસ 2.5 ટકા વ્યાજ પણ લગાવ્યું હતું. જોકે સિવીલ કોર્ટે 2011માં બેંકના દાવાને ફગાવ્યો હતો. કોર્ટે પોતાના નિર્ણયમાં જણાવ્યુ કે, એવો કોઇ પણ દસ્તાવેજ જાહેર કરવામાં આવ્યો નથી. જેનાથી તે સાબિત કરવામાં આવી શકે કે ગ્રાહકે કૈન કાર્ડ માટે કોઇ આવેદન કર્યુ હતું. તે ઉપરાંત ગ્રાહકને કાર્ડ આપવા સાથે સંબંધિત કોઇ દસ્તાવેજ પણ બેંકના આપી શક્યા. લોઅર કોર્ટે સાચો નિર્ણય આપ્યો છે. કારણકે ગ્રાહકે લિગલ નોટિસનો જવાબ ન આપતા ખરૂ કર્યું છે. કારણકે તે તેના પ્રતિ જવાબદાર નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp