પંડ્યા બ્રધર્સ સાથે તેના સાવકા ભાઈએ જ 4.3 કરોડનું કરી નાખ્યું, ધરપકડ

PC: mumbaitak.in

ટીમ ઇન્ડિયાના ક્રિક્રેટર હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા સાથે 4.3 કરોડ રૂપિયાની છેતરપિંડી થઇ હોવાની ઘટના સામે આવી છે. છેતરપિંડી કરનાર પાછો બીજો કોઇ નહીં, પરંતુ ઘરનો જ માણસ અને હાર્દિક-કૃણાલ પંડ્યાનો સાવકો ભાઇ વૈભવી પંડ્યા જ છે. મુંબઇ પોલીસે વૈભવ પંડ્યાની ધરપકડ કરી છે.

હાર્દિક, કૃણાલ અને વૈભવે 2021માં સંયુક્ત ભાગીદારીમાં એક પોલીમર બિઝનેસ શરૂ કર્યો હતો અને તે વખતે 40 ટકા રકમ હાર્દિકે, 40 ટકા રકમ કૃણાલે અને 20 ટકા રકમ વૈભવે રોકવાની એવું નક્કી થયું હતું. નફો સરખે હિસ્સે વહેંચવાનું નક્કી કર્યું હતું, પરંતુ વૈભવે હાર્દિક અને કૃણાલને અંધારામાં રાખીને એક અલગ કંપની ઉભી કરી નાંખી હતી અને મુખ્ય કંપનીનો નફો નવી કંપનીમાં ટ્રાન્સફર કરી દીધો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp