CSKએ ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા કરોડોનું દાન આપ્યું, કંઈ પાર્ટીનું નામ આવ્યું?

PC: hindi.thequint.com

સુપ્રીમ કોર્ટના આદેશ પર સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ ચૂંટણી દાન સંબંધિત માહિતી કેન્દ્રીય ચૂંટણી પંચને સોંપી છે. ECIએ તેની વેબસાઈટ પર દાતાઓ અને દાન પ્રાપ્તકર્તાઓની યાદી અપલોડ કરી છે. આમાં સતત નવી માહિતી સામે આવી રહી છે. બોન્ડની વિગતો પરથી એ પણ જાણી શકાય છે કે, કયા રાજકીય પક્ષોને કઇ કંપનીઓ દ્વારા અને ક્યારે ઇલેક્ટોરલ બોન્ડના નામે ફંડ આપવામાં આવ્યું હતું. અહેવાલ છે કે, છેલ્લી સામાન્ય ચૂંટણી દરમિયાન, તમિલનાડુની AIADMK પાર્ટીને ચૂંટણી બોન્ડ દ્વારા ઘણું દાન મળ્યું છે. અન્ય સંસ્થાઓના નામ પણ છે, પરંતુ પાર્ટીનો સૌથી મોટો 'શુભેચ્છક' ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ક્રિકેટ લિમિટેડ છે. હકીકતમાં, ચેન્નાઈ સુપર કિંગ્સનું સંચાલન ચેન્નાઈ સુપર કિંગ્સ ક્રિકેટ લિમિટેડ કંપની દ્વારા કરવામાં આવે છે, જેની મૂળ સંસ્થા ઈન્ડિયા સિમેન્ટ છે.

અખિલ ભારતીય અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ, અથવા AIADMK. જે પક્ષ એક સમયે તમિલનાડુ પર શાસન કરતો હતો. 2016માં તેના સૌથી મોટા નેતા J જયલલિતાના મૃત્યુ પછી, પાર્ટીની સ્થિતિ નબળી પડી ગઈ હતી, જે માટે આંતરિક વિખવાદો કારણભૂત હતા. ચૂંટણીમાં પાર્ટીનો દેખાવ નબળો પડતો ગયો. 2019ની લોકસભા ચૂંટણી AIADMK માટે મહત્વની હતી. પાર્ટી પોતાનો રાજકીય વારસો જાળવી રાખવા માટે સંઘર્ષ કરી રહી હતી.

જો કે, 2019ની સામાન્ય ચૂંટણીમાં પાર્ટીનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું. પરંતુ મીડિયા સૂત્રોના એક અહેવાલ મુજબ, ચૂંટણી પહેલા- એપ્રિલ 2019ની શરૂઆતમાં- બોન્ડ દ્વારા તેમને મળેલા દાનમાં તીવ્ર વધારો થયો હતો. આમાં બે નામ આવી રહ્યા છે: IPL ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)- જેની મૂળ કંપની ઇન્ડિયા સિમેન્ટ્સ છે અને બાઇક કંપની TVS ગ્રુપના ગોપાલ શ્રીનિવાસન.

ડેટા અનુસાર એપ્રિલ 2019માં AIADMKના ખાતામાં કુલ 6.05 કરોડ રૂપિયા આવ્યા હતા. આમાંથી અડધો (રૂ. 3.8 કરોડ) CSK દ્વારા આપવામાં આવ્યો હતો. તેણે કુલ 29 બોન્ડ ખરીદ્યા હતા. માત્ર એક બોન્ડ રૂ. 1 કરોડના છે, બાકીના બધા રૂ. 10 લાખના છે.

એક તરફ, AIADMKના દાનમાં CSKનો નોંધપાત્ર હિસ્સો હોવાનું જણાય છે. સાથે જ DMKના ફંડિંગમાં પણ તેઓ દેખાતા નથી. આ હકીકતથી ઘણા લોકોને આશ્ચર્ય થયું, કારણ કે ઈન્ડિયા સિમેન્ટ્સના માલિક N શ્રીનિવાસનને DMK કેમ્પના નજીકના માનવામાં આવે છે.

ચૂંટણી પંચના ચૂંટણી ખર્ચ વિભાગના સચિવ સાથે શેર કરેલી માહિતી અનુસાર, પાર્ટીને કોઈમ્બતુર સ્થિત લક્ષ્મી મશીન વર્ક્સ લિમિટેડ પાસેથી 1 કરોડનું દાન ભંડોળ પ્રાપ્ત થયું છે. તેમજ ચેન્નાઈના ગોપાલ શ્રીનિવાસન તરફથી 5 લાખ રૂપિયા ડોનેશન તરીકે મળ્યા હતા. યોગાનુયોગ પાર્ટીએ 2019 અને 2023માં આ માહિતી આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp