26th January selfie contest

વાયુને કારણે વરસાદ અને ભારે પવનથી ઠેર-ઠેર વૃક્ષો અને હોર્ડિંગ્સ ધરાશાયી

PC: youtube.com

ગઈકાલે આખી રાત મુંબઈના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. આખી રાત ધોધમાર વરસાદ વરસ્યા પછી વહેલી સવારે વરસાદ થોડો હળવો થયો હતો. વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા હતા. જેને લઇને ટ્રાફિક જામના દૃશ્યો પણ સર્જાયા હતા. વરસાદના કારણે મુંબઈની લાઈફલાઈન ગણાતી તમામ લોકલ ટ્રેનો 15થી 20 મિનિટ મોડી ચાલી રહી છે. ટ્રેનો મોડી હોવાના કારણે ટ્રેનમાં મુસાફરી કરનારા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

મુંબઈ હવામાન વિભાગ દ્વારા મુંબઈમાં આવેલા સામુદ્રિક વિસ્તારોમાં જતા સહેલાણીઓને દરિયા કિનારે ફરતી વખતે તકેદારી રાખવાના અને માછીમારોને સમુદ્રમાં ન જવાના સૂચનો કરવામાં આવ્યા છે. આ ઉપરાંત દરિયા કિનારાના વિસ્તારોમાં કોઈ પણ અઘટિત ઘટનાઓ ન બને તે માટે દરિયા કિનારા પર ગાર્ડ ગોઠવવામાં આવ્યા છે. જેના કારણે લોકોને દરિયાની નજીક જતા અટકાવી શકાય.

બીજા દિવસે પણ ભારે પવન સાથે મુંબઈના કેટલાક વિસ્તારમાં વરસાદ પડવાન કારણે વૃક્ષો અને હોર્ડિંગ્સ ધરાસાયી થવાની ઘટના બની હતી. ભારે વરસાદ અને પવનના કારણે ઠાણે ST ડેપો નજીક હોર્ડિંગ ધરાશાયી થવાની ઘટના બની હતી. હોર્ડિંગ નીચે કોઈ વ્યક્તિ ઊભી ન હોવાના કારણે કોઈ જાનહાની થઇ ન હતી. બીજી બાજુ ઉલ્લાસ નગરમાં વૃક્ષ ધરાશાયી થવાની ઘટના બની હતી. આ વૃક્ષ નીચે એક કાર ઊભી હોવાના કારણે કારનો કચ્ચરઘાણ બોલી ગયો હતો. આ ઘટનામાં પણ સદનસીબે કોઈ પણ જાનહાની થવા પામી નથી.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp