લઘર-વઘર રહેતો મજૂર એકાએક બની ગયો ડેશિંગ મોડલ, તેની સ્ટોરી ચોંકાવી દેશે

PC: oneindia.com

એક સામાન્ય માણસનું જીવન મજૂરી કરતા કરતા પૂર્ણ થઈ જાય છે. પણ એ જ વ્યક્તિ અચાનક હેડલાઈન્સમાં આવી જાય તો? એ પાછળનું કારણ જાણવાનું રસપ્રદ બની રહે છે. આવો એક કિસ્સો કેરળમાંથી સામે આવ્યો છે. જ્યાં 60 વર્ષના એક મજૂરનો એ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ફોટોમાં મજૂરનો એક ગ્લેમર લુક જોવા મળ્યો છે. જેના પર અનેક યુઝર્સ પોતાની પ્રતિક્રિયા આપતા એના વખાણ કરી રહ્યા છે. કોઝિકોડમાં રહેતા મમ્મિક્કા મજૂરીકામ કરે છે.

પણ એક ફોટોગ્રાફરે એનું મેકઓવર કરી નાંખ્યું હતું. સોશિયલ મીડિયા પર એનો ફોટો વાયરલ થતા હવે એને એક મોડલ તરીકેની ઓળખ મળી રહી છે. આ ફોટોમાં એનો સ્વેગ અને એટિટ્યુડ દેખાઈ રહ્યો છે. આ મજૂરનો ફોટો શારિક વાયલિલે ક્લિક કર્યો છે. જેણે મમ્મિક્કામાં એક મોડલ પાસે હોવી જોઈએ એવી ટેલેન્ટ જોઈ.

પછી તેને એક લેટેસ્ટ ફોટોશુટ પ્રોજેક્ટનો એક ભાગ બનાવાયો હતો. પછી એનો લુક અને ડેશિગ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો. હાલમાં એના લુકને લઈ પ્રશંસા પ્રાપ્ત થઈ રહી છે. સોશિયલ મીડિયા પર હાલ આ મજૂરને જે લોકો પસંદ કરી રહ્યા છે એની સંપૂર્ણ ક્રેડિટ શારિકને જાય છે. એક લોકલ પેઢીએ પ્રમોશનલ ફોટોશુટ માટે મમ્મિકાને સુટ બુટ પહેરાવી દીધા હતા. આ ઉપરાંત Ipad સાથે એના નવા લુકનો ફોટો ક્લિક કરવામાં આવ્યો હતો. એ પછી શારિકે પોતાના સોશિયલ મીડિયા પેજ પર એનો ફોટો પોસ્ટ કર્યો હતો. જે પછીથી અભિનેતા વિનાયકન સાથેની સમાનતાને લઈને વાયરલ થયો હતો.

 

મમ્મિક્કા પોતાની લૂંગી અને શર્ટને કારણે ઓળખાય છે. હવે એનો આ મોડલ અવતાર લોકોને પસંદ પડી રહ્યો છે. જેના પર અનેક લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. જ્યારે ફોટોગ્રાફર શારિક પાસે આ એસાઈમેન્ટ આાવ્યું ત્યારે એનો મેકઅપ મજનસે કર્યો હતો. પછી એનું મેકઓવર કરવામાં આવ્યું હતું. આશિક ફુઆદ અને શબીબ વાયલીલ આસિ. મેકઅપ આર્ટિસ્ટ તરીકે રહ્યા હતા. મજૂર હાલમાં પોતાની આ સફળતાથી ખુશ છે. એમનું એવું કહેવું છે કે, નિયમિત નોકરી સાથે આ પ્રકારની ઓફર્સ મળતી રહે તો એને મોડલિંગ કરવામાં કોઈ વાંધો નથી. હાલમાં આ શ્રમિકનું એક ઈન્સ્ટાગ્રામ પર પેજ પણ છે. જ્યાં સાદા કપડાંમાં અને મેકઓવર સાથે એમ બંને લુકમાં જોવા મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp