સલીમ ચિશ્તીની દરગાહ કે કામાખ્યા મંદિર? કોર્ટમાં દાખલ થઇ નવી અરજી

PC: tripadvisor.in

ઉત્તર પ્રદેશના આગ્રાના ફતેહપુર સિકરી સ્થિત શેખ સલીમ ચિશ્તી દરગાહમાં કામાખ્યા દેવીનું મંદિર હોવાનો દાવો કોર્ટમાં કરવામાં આવ્યો છે. આગ્રા સિવિલ કોર્ટમાં માતા કામાખ્યા દેવીના મૂળ ગર્ભ ગૃહને લઈને વાદ દાખલ કરી દેવામાં આવ્યો છે. ગર્ભ ગૃહ દાવેદારીનો આ વાદ લઘુવાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે, જ્યાંથી સંજ્ઞાન લેતા ઇશ્યૂ નોટિસ જાહેર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. 9 મેના રોજ એડવોકેટ અજય પ્રતાપ સિંહે કોર્ટમાં આ વાદ દાખલ કર્યો છે.

દાખલ કરવામાં આવેલી અરજીમાં માતા કામાખ્યા સ્થાન, આર્ય સંસ્કૃતિ સંરક્ષણ ટ્રસ્ટ, યોગેશ્વર શ્રીકૃષ્ણ સાંસ્કૃતિક અનુસંધાન ટ્રસ્ટ, ક્ષત્રિય શક્તિપીઠ વિકાસ ટ્રસ્ટ અને એડવોકેટ અજય પ્રતાપ વાદી બન્યા છે. તો આ કેસમાં ઉત્તર પ્રદેશ સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડ, મેનેજમેન્ટ કમિટી દરગાહ સલીમ ચિશ્તી અને મેનેજમેન્ટ કમિટી જામા મસ્જિદને પ્રતિવાદી બનાવવામાં આવ્યા છે. આગ્રાથી ફતેહપુર સિકરી લગભગ 35 કિલોમીટર દૂર છે, જ્યાં સલીમ ચિશ્તી દરગાહમાં મા કમાખ્યા દેવીનું મંદિર હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

એડવોકેટ અજય પ્રતાપ સિંહે જણાવ્યું કે, સલીમ ચિશ્તી દરગાહને લઈને એક શૂટ ફાઇલ કરવામાં આવી છે. શૂટમાં દાવો કરવામાં આવ્યો છે કે ફતેહપુર સિકરીની દરગાહ માતા કામાખ્યા દેવીનું મૂળ ગર્ભ ગૃહ છે અને જામા મસ્જિદ પરિસર એક મંદિરનું પરિસર છે. માતા કામાખ્યા દેવી સિકરવારોની કુળ દેવીનું મંદિર ત્યાં રહેતું હતું. રાવાધામ દેવ ખાનવા યુદ્ધ દરમિયાન ત્યાંના રાજા હતા. રાવાધામ દેવના ઇતિહાસમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એડવોકેટે એમ પણ કહ્યું કે, બાબરનામામાં ફતેહપુર સિકરીના બુલંદ દરવાજાન દક્ષિણ પશ્ચિમી ભાગમાં ઑક્ટા ગોનલ કૂવો છે અને પાશ્ચિમી-પૂર્વીમાં એક ગરીબ ઘર છે. બાબરનામામાં બાબરે તેને બનાવવાનો ઉલ્લેખ કર્યો છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, ઑક્ટા ગોનલ કૂવો હિન્દુ આર્કિટેક્ચર હોય છે. વિદેશી અધિકારી EV હેનલે પોતાના પુસ્તકમાં જામા મસ્જિદની છત અને પિલરને પ્યોર હિન્દુ ડિઝાઈન હોવાનો દાવો કર્યો હતો. આગ્રાના પૂર્ણ ASI સુપ્રિટેન્ડેન્ટ ડૉ. ડી.વી. શર્માએ આ એક ખોદકામ વીર છાવેલી ટીલા માટે કર્યુ હતું. ખોદકામ દરમિયાન તેમને સરસ્વતીની મૂર્તિ અને જૈન મૂર્તિઓ મળી હતી. શર્માએ એક પુસ્તક આર્કેલોજી ઓફ ફતેહપુર સિકરી ન્યૂ ડિસ્કવરી' લખ્યું છે. આ પુસ્તકમાં પેજ નંબર 86 પર સ્પષ્ટ લખ્યું છે કે જામા મસ્જિદ હિન્દુ પિલર પર બની છે.

તો પુરાતત્વ વિભાગના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. ડી.વી. શર્માએ ASIને એક RTI કરી હતી. RTIમાં પૂછવામાં આવ્યું હતું કે સલીમ ચિશ્તી દરગાહ અને મસ્જિદ પર કોઈ રિસર્ચ કરવામાં આવ્યુ છે કે નહીં. જેના પર ASIએ કોઈ પણ રિસર્ચ ન હોવાની વાત કહી હતી. એડવોકેટ અજય પ્રતાપ સિંહે કહ્યું કે, જ્યાં સુધી રિસર્ચ નહીં થાય, ત્યાં સુધી કંઇ પણ કન્ફર્મ નહીં કહી શકાય, પરંતુ પ્રાપ્ત કાગળો મુજબ લાગે છે કે આ અકબર અગાઉનું સ્ટ્રક્ચર છે. હાલમાં આ કેસ હવે ચર્ચામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp