આને કહેવાય નસીબ! એક વર્ષમાં મળી 5 સરકારી નોકરીઓ, છતા ન ભરાયું મન અને હવે..
કહેવાય છે ને કે મહેનત કરનારાઓનો સાથ નસીબ પણ આપે છે, પરિસ્થિતિઓ ભલે ગમે તેવી હોય, પરંતુ કંઈક કરી જવાનું ઝનૂન હોય તો દરેક કામ સંભવ છે. એવું જ કંઈક કરી દેખાડ્યું છે જેસલમેરના છંતાગઢના રહેવાસી દશરથ સિંહે. એક વર્ષમાં 5 પ્રતિયોગી પરીક્ષાઓ આપી અને પાંચેયમાં જ પસંદગી થઈ ગઈ. એટલું જ નહીં દશરથે RAS પ્રી પરીક્ષા પણ ક્લિયર કરી રાખી છે અને મુખ્ય પરીક્ષાની તૈયારી કરી રહ્યો છે. દશરથ સિંહના પિતા માનસિંહ BSFમાંથી સેવાનિવૃત્ત થયા છે.
દશરથ 4 બહેનોમાં એકમાત્ર ભાઈ છે. વિપરીત પરિસ્થિતિઓમાં પોતાનો અભ્યાસ પૂરો કર્યા બાદ વર્ષ 2023માં તેનું 5 ભરતીયોમાં સિલેક્શન થઈ ગયું. દશરથ સિંહનું સૌથી પહેલા એપ્રિલ 2023માં ગ્રામ વિકાસ અધિકારીના પદ પર પસંદગી થઈ. દશરથે નોકરી જોઇન્ટ કરી પણ લીધી. હાલમાં તે સમમાં ગ્રામ વિકાસ અધિકારીના પદ પર કાર્યરત છે. ત્યારબાદ તેનું સિલેક્શન થર્ડ ગ્રેડ, સબ ઇન્સ્પેક્ટર, સેકન્ડ ગ્રેડ અને ફર્સ્ટ ગ્રેડ શિક્ષકના રૂપમાં પણ થયું.
જો કે, દશરથે RAS પ્રી પણ પાસ કરી રાખી છે. મુખ્ય પરીક્ષા આગામી વર્ષે 27 જાન્યુઆરીના રોજ થવાની છે, જેની તૈયારીમાં તે લાગ્યો છે. તેને આશા છે કે આ વર્ષે તેનું RASમાં સિલેક્શન થઈ જશે. આ અગાઉ બે વખત વર્ષ 2018 અને વર્ષ 2021ના RAS પ્રી પાસ કરીને મેન્સનું પરીક્ષા આપી ચૂક્યો છે, પરંતુ મેન્સમાં તેનું સિલેક્શન થયું નહોતું. RAS ક્લિયર ન થવાની સ્થિતિમાં તે ફર્સ્ટ ગ્રેડ શિક્ષકના રૂપમાં જ પોતાની સેવાઓ આપશે.
દશરથનો સંપૂર્ણ અભ્યાસ જેસલમેર બાડમેરમાં જ થયો છે. 8માં ધોરણ સુધી તેણે પોતાના પૈતૃક ગામ છંતાગઢમાં જ કર્યો. ત્યારબાદ 12માં ધોરણ સુધીનો અભ્યાસ ભિંયાડની સરકારી શાળામાં કર્યો. તેણે પોસ્ટ ગ્રેજ્યુએશન SBK કૉલેજ જેસલમેર અને B.ed રામદેવ કૉલેજ જેસલમેરથી કર્યો છે. સૌથી મુશ્કેલ સમય તો એ હતો જ્યારે તે અંદરથી તૂટવા લાગ્યો હતો. વર્ષ 2019માં પટવાર સીધી ભરતીમાં સિલેક્શનની દોડની તૈયારીમાં સૌથી આગળ હતો, પરંતુ નસીબે સાથ ન આપ્યો અને તે પરીક્ષા હોલના રસ્તામાં આધાર કાર્ડ ખોવાઈ ગયો તો પરીક્ષા હોલમાં એન્ટ્રી ન મળી.
સબ ઇન્સ્પેક્ટરની પરીક્ષા વર્ષ 2019માં લેખિત પરીક્ષામાં ક્વાલિફાઈ કર્યું, પરંતુ દોડ દરમિયાન લપસવાથી પાછળ રહી ગયો. REET 2021માં 136 નંબર લાવીને સિલેક્શનને લઈને આશ્વસ્ત થયો, પરંતુ REET ભરતી રદ્દ કરવાથી ફરી એક વખત તેના હાથે નિરાશા લાગી. દશરથ સિંહે જણાવ્યું કે, લોકોએ તેને ઘણા મેણાં-ટોણાં માર્યા, પછી મેં તેનો જવાબ આપતા સબ-ઇન્સ્પેક્ટરની પરીક્ષા 2021માં ફરી પ્રયાસ કર્યો. વર્ષ 2023માં પરિણામ આવ્યું તો ઓલ રાજસ્થાનમાં 201મો રેન્ક હાંસલ કરીને બધાના મોઢા બંધ કરી દીધા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp