RSS રાષ્ટ્રીયતા અનુસાર બધાને હિંદુ માને છેઃ દત્રાત્રેય હોસાબલે

PC: twitter.com

દત્તાત્રેય હોસાબલે ફરી એકવાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સરકાર્યવાહ તરીકે ચૂંટાયા છે. RSSની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાએ રવિવારે દત્તાત્રેય હોસાબલેને આ પદ માટે ફરીથી ચૂંટ્યા. તેઓ 2027 સુધી RSSના સરકાર્યવાહ (મહાસચિવ) રહેશે. ફરી સંઘની મોટી જવાબદારી મળ્યા બાદ દત્તાત્રેય હોસાબલેએ લઘુમતીઓ વિશે મોટી વાત કહી દીધી છે.

નાગપુરમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એક પ્રશ્નનો જવાબ આપતાં દત્તાત્રેય હોસાબલેએ કહ્યું હતું કે, અલ્પ સંખ્યક એટલે કે લઘુમતી માટે આપણા બંધારણમાં જે ખ્યાલ આપેલો છે તેની પર આપણે પુનર્વિચાર કરવાની જરૂર છે. કારણ કે તેને લઘુમતી કહેવાથી દેશ અલગ દેખાય છે. આ દેશ દરેકનો છે. પરંતુ લઘુમતીઓને કહેવાની પરંપરા દાયકાઓથી ચાલી રહી છે અને તેથી જેઓ પોતાને હિંદુ કોડ મુજબ હિંદુ માને છે તેઓ સંઘના સંપર્કમાં છે.

તેમણે કહ્યું, ભારતમાં મુસ્લિમો અને ખ્રિસ્તીઓને સામાન્ય રીતે લઘુમતી ગણવામાં આવે છે. તેમની સાથે, ગુરુ ગોલવલકરના સમયથી તમામ સરસંઘચાલકોએ તેમની સાથે સંવાદ કરવાનો પ્રયાસ કર્યો છે. અમારી પાસે આ સમુદાયના લોકો પણ RSSના કાર્યકરો તરીકે છે. અમારી પાસે ઘણા મુસ્લિમો અને ખ્રિસ્તીઓ છે તે બતાવવા માટે અમે તેમને શો પીસ બનાવવાની એ બતાવવા નથી માંગતા કે અમારી પાસે આટલા મુસલમાન કે આટલા ખ્રિસ્તી છે. આ જરૂરી નથી અને અમે તે કરવા માંગતા નથી.

હોસાબલેએ વધુમાં કહ્યું કે, RSS રાષ્ટ્રીયતા અનુસાર બધાને હિંદુ માને છે, પછી ભલે તેઓ કોઈ અલગ ધર્મનું પાલન કરતા હોય. જેઓ પોતાને હિંદુ નથી માનતા તેમની સાથે પણ અમે વાત કરીએ છીએ. કેરળમાં અમે ખ્રિસ્તીઓ સાથે બેસીએ છીએ. દિલ્હી-મુંબઈમાં મુસ્લિમો સાથે વાતચીત થાય છે. જ્યારે મનમોહન વૈદ્યએ કહ્યું કે લઘુમતીઓ સંઘની નજીક આવી રહ્યા છે ત્યારે તેમનો મતલબ મુસ્લિમો અને ખ્રિસ્તીઓ હતા. સંઘે ભૂતકાળમાં લઘુમતી રાજનીતિનો વિરોધ કર્યો છે.

દત્રાત્રેય હોસાબલે વર્ષ 2021થી આ પદ પર છે અને આગામી 3 વર્ષ સુધી ફરી તેમને આ જવાબદારી આપવામાં આવી છે. આ વર્ષમાં લોકસભાની ચૂંટણીની દ્રષ્ટ્રિએ આ એક મહત્ત્વપૂર્ણ નિમણુંક છે. રાષ્ટ્રીય સંઘ તરફથી ક્યારેય પણ ચૂંટણીમાં સક્રિય હિસ્સેદારી કરવામાં આવતી નથી, પરંતુ સંગઠનના સ્તર પર એ ભાજપ માટે મોટી તાકાત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp