9 કલાક ચિતા પર રહ્યું માતાનું શબ, દીકરીઓ સંપત્તિ માટે ઝઘડો કરતી રહી, સ્મશાને...

PC: aajtak.in

ઉત્તર પ્રદેશના મથુરામાં માતાના મોત બાદ દીકરીઓમાં જમીનની વહેચણીને લઈને વિવાદ થઈ ગયો. સ્મશાન ઘાટ પર માતાનું શબ પડી રહ્યું અને દીકરીઓ ઝઘડો કરતી રહી. જ્યાં સુધીમાં આ અંગેનું સમાધાન ન થયું, ત્યાં સુધી શબને મુખાગ્નિ આપી શકાય નહીં. આ બધા વચ્ચે લગભગ 8 થી 9 કલાક બરબાદ થઈ ગયા. આ ઘટનાક્રમને લઈને લોકો મૃતિકાની દીકરીઓને ખરું ખોટું સંભળાવી રહ્યા છે. ચાલો તો જાણીએ શું છે આખો મામલો.

માનવતાને શરમસાર કરનારી આ ઘટના મથુરાના મસાની સ્થિતિ સ્મશાન ઘાટથી સામે આવી છે. અહી 85 વર્ષીય મહિલા પુષ્પાના મોત બાદ તેની દીકરીઓ વચ્ચે જમીની હકને લઈને ઝઘડો શરૂ થઈ ગયો અને કલાકો સુધી મહિલાના અંતિમ સંસ્કાર ન થઈ શક્યા. સ્મશાન ઘાટ પર અંતિમ સંસ્કારની વિધિ પૂર્ણ કરાવવા આવેલા પંડિત પણ ત્યાંથી જતા રહ્યા. કલાકો સુધી સ્મશાન ઘાટ પર દીકરીઓના ડ્રામા ચાલતા રહ્યા. તેના કારણે અંતિમ યાત્રામાં આવેલા લોકો અને મૃતિકાના પરિવારજનો પણ પરેશાન થઈ ગયા. ત્યારબાદ જ્યારે સ્ટેમ્પ લાવીને જમીનની લેખિત વહેચણી કરાવવામાં આવી ત્યારે અંતિમ સંસ્કાર પૂરા થઈ શક્યા.

ઉલ્લેખનીય છે કે મૃતિકા પુષ્પાનો કોઈ દીકરો નથી. તેન માત્ર 3 દીકરીઓ છે. જેમના નામ મિથિલેશ, સુનિતા અને શશી છે. છેલ્લા કેટલાક દિવસોથી મોટી દીકરી મિથિલેશન ઘર (યમુનપાર પોલીસ સ્ટેશનના લોહવન ગામ)માં રહેતી હતી. આરોપ છે કે મિથિલેશે પોતાની માતાને વાતોમાં લઈને લગભગ દોઢ વીઘા ખેતર વેચી દીધા હતા. આ દરમિયાન ગત દિવસોમાં સવારે પુષ્પાનું મોત થઈ ગયું. એવામાં મિથિલેશના પરિવારજન પુષ્પાનું શબ લઈને મસાની સ્થિત મોક્ષ ધામ અંતિમ સંસ્કાર માટે પહોંચી ગયા.

જેવી જ આ બાબતની જાણકારી પુષ્પાની અન્ય બે દીકરીઓ સુનિતા અને શશીને મળી તો તે પણ સ્મશાન ઘાટ પહોંચી ગઈ. તેમણે મોટી બહેન પર આરોપ લગાવતા માતાના અંતિમ સંસ્કાર રોકી દીધા. બંને બહેનો મિથિલેશ પાસે માતાની સંપત્તિની વહેચણી કરવા માટે ઝઘડો કરવા લાગી. સુનિતા અને શશી માગ કરવા લાગી કે માતાની જે બચેલી સંપત્તિ છે તેને અમારા નામે કરવામાં આવે ત્યારે જ અમે અંતિમ સંસ્કાર કરવા દઇશું. પરંતુ મિથિલેશ તેના માટે રાજી ન થઈ. બહેનો વચ્ચે આ ઝઘડો ઘણા સમય સુધી ચાલતો રહ્યો. તેના પર સ્મશાન ઘાટ પર કામ કરનારા લોકોએ પોલીસને જાણકારી આપી.

ત્યારબાદ કોતવાલી પોલીસ સ્ટેશનની પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી, પરંતુ તે પણ ઘણા સમય સુધી ત્રણેય બહેનોને સમજાવવામાં નિષ્ફળ રહી. અંતે સાંજે લગભગ 6:00 વાગ્યે ત્રણેય બહેનો વચ્ચે એક લેખિત સમજૂતી થઈ, જેમાં લખવામાં આવ્યું કે, મૃતિકાની બચેલી સંપત્તિ શશી અને સુનિતાના નામે કરવામાં આવશે. ત્યારે જઈને અંતિમ સંસ્કાર થયા. આ આખા ઘટનાક્રમમાં લગભગ 8-9 કલાક લાગ્યા અને શબ સ્મશાન ઘાટે ચિતા પર રહ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp