સસરાની ફરિયાદ લઈને પોલીસ સ્ટેશન પહોંચી હતી વહુ, સત્ય સામે આવ્યું તો પગે પડી..

PC: aajtak.in

ગ્વાલિયરમા એક મહિલાએ પોતાના જેઠ સાથે મળીને સસરા વિરુદ્ધ પોલીસમાં ખોટો કેસ નોંધાવ્યો હતો. પોલીસે તપાસ કરી. આ દરમિયાન આરોપીએ રડી રડીને પોતાના નિર્દોષપણાના પુરાવા આપ્યા. ત્યારબાદ ફરિયાદકર્તાએ પગે પાડીને માફી માગી. સાથે જ ભવિષ્યમાં ઝઘડો ન કરવાના સોગંધ ખાધા હતા. આ ઘટના ગ્રામીણ ક્ષેત્રના હસ્તિનાપુર પોલીસ સ્ટેશન વિસ્તારની છે. અહી સીતા બઘેલ નામની મહિલા પોતાના જેઠ સાથે ફરિયાદ કરવા પહોંચી હતી.

તેણે જણાવ્યું કે, પતિના મોત બાદ સસરા હરિરામ બઘેલ અને સાસુએ તેની સાથે છેતરપિંડી કરી છે. પતિના હિસ્સાની જમીન વેચી દીધી છે અને ગાળાગાળી કરીને ઘરથી ભગાવી દીધી છે. આ આરોપ લગાવતા તેણે સાસુ-સસરા અને દિયર વિરુદ્ધ FIR નોંધવાની વિનંતી કરી હતી. હસ્તિનાપુર પોલીસ સ્ટેશનના પ્રભારી રાજકુમાર રાજાવતે હકીકતની જાણકારી મેળવી. આ દરમિયાન મામલો કંઈક અલગ જ નીકળ્યો. ત્યારબાદ બેહટના SDOP સંતોષ પટેલે મહિલા, તેના જેઠ અને બીજા પક્ષ તરફથી સાસરા અને દિયરને સામસામે બેસાડીને પંચાયત કરી.

ત્યારબાદ બંને પક્ષી વચ્ચે શંકા દૂર થઈ. સસરાએ વેચેલી જમીનના બદલે મળેલા પૈસા દેખાડ્યા. સાથે જ આખો હિસાબ આપ્યો. ત્યારબાદ વહુએ સાસુ સસરાને ભોજન કરાવવાને લઈને સમજૂતી કરી. વહુ અને દીકરાએ પગે પડીને માફી માગી. સાથે જ દીકરાને સામે ઊભો કરીને હંમેશાં એક-બીજાનું સન્માન કરવાના સોગંધ પણ ખાધા. બેહટના SDOP સંતોષ પટેલે કહ્યું કે, નાના-મોટા વિવાદ મોટો રૂપ લઈ લે છે, પરંતુ પોલીસની પહેલ પરસ્પર વાતચીત કરીને સમજૂતી કરાવવાની છે. આ પહેલામાં બંને પક્ષ સંતુષ્ટ નજરે પડ્યા.

તો ઉત્તર પ્રદેશના આગ્રા જનપદમાં વહુ દ્વારા સસરા અને પોતાના પતિને મારવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ લોકો દ્વારા જાત જાતની ટીપ્પણીઓ કરવામાં આવી રહી છે. તો વીડિયોમાં નજરે પડી રહ્યું છે કે, મહિલા ચપ્પલ કાઢીને મારી રહી છે. હાલમાં આ ઘટનાને લઈને કોઈ પણ પક્ષ દ્વારા ફરિયાદ કરવામાં આવી નથી. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, જો આ અંગે ફરિયાદ કરવામાં આવે છે તો ફરિયાદના આધાર પર કાર્યવાહી કરવામાં આવશે. જો કે, એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે, વાયરલ વીડિયોના આધાર પર તપાસ કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp