સસરા સાથે પ્રેમ કરી બેઠી વિધવા વહુ, પોલીસ સ્ટેશનમાં થયા હાઇવોલ્ટેજ ડ્રામા, પછી..

PC: aajtak.in

'ન ઉંમર કી સીમા હો, ન જન્મ કા હો બંધન, જબ પ્યાર કરે કોઈ, તો દેખે કેવલ મન, નઇ રીત અમર કર દો..' ગઝલ સમ્રાટ જગજીત સિંહે ગયેલા આ ગીતાના સાર એ જ છે કે પ્રેમી કપલ પોતાના પ્રેમ આગળ કંઇ જોતા નથી. તેની સામે ન તો કોઈ સીમા હોય છે, ન કોઈ બંધન, ન કોઈ સામાજિક માન્યતા. તેઓ તો માત્ર ને માત્ર પ્રેમ કરે છે. એક બીજાને દિલો જાનથી પ્રેમ કરવા માગે છે. તેમના પ્રેમ આગળ જમાનાને ઝૂકવું પડે છે. કંઈક એવી જ ઘટના બિહારના ગોપાલગંજ જિલ્લામાં સામે આવી છે.

4 ફેબ્રુઆરીના રોજ ગોપાલગંજના ભોરે પોલીસ સ્ટેશનમાં લોકોની ભારે ભીડ ભેગી થઈ હતી. એક પ્રેમી કપલ એક-બીજા સાથે લગ્ન કરવાની જિદ્દ કરી બેઠું હતું. કેટલાક લોકો તેનો વિરોધ કરી રહ્યા હતા. ખબર પડી કે મહિલા 4 બાળકોની માતા છે. તેના પતિનું 6 મહિના અગાઉ મોત થઈ ચૂક્યું હતું. ત્યારબાદ તે પોતાના કાકા સસરાને પ્રેમ કરવા લાગી. બંનેનો પ્રેમનો પરવાન ચઢ્યો તો સમાજની ચિંતા કર્યા વિના તેમણે લગ્ન કરવાનો નિર્ણય લઈ લીધો, પરંતુ હંમેશાંની જેમ સમાજ અને પરિવાર તેમના પ્રેમનો દુશ્મન બની બેઠો. તેમના સંબંધ વિરુદ્ધ થઈ ગયો.

સમાજનો ડર દેખાડીને પરિવારજનો મહિલાને આ લગ્ન કરતા રોકવા લાગ્યા. જોત જોતામાં મામલો એટલો વધી ગયો કે લોકોએ પોલીસ સ્ટેશન જવું પડ્યું. ત્યાં પોલીસ અધિકારીઓએ પણ બંનેને ખૂબ સમજાવ્યા. તેમને લોક લાજનો ડર દેખાડ્યો, પરંતુ જ્યારે પ્રેમી યુગલે એક-બીજાનો સાથ છોડવાનો ઇનકાર કરી દીધો તો મજબૂરીમાં પોલીસ સ્ટેશનમાં જ તેમના લગ્ન કરાવવા પડ્યા. પોલીસ સ્ટેશનના પ્રભારીની ઉપસ્થિતિમાં બનેલા મંદિરમાં બંનેએ એક-બીજાને માળા પહેરાવી.

ત્યારબાદ સસુરે વહુના સેંથામાં સિંદુર ભરીને તેને હંમેશાં માટે પોતાની બનાવી લીધી. મીડિયા રિપોર્ટ મુજબ, ગોપાલગંજ જિલ્લાના ભોરે પોલીસ સ્ટેશન ક્ષેત્રના દુબવલિયા ગામના એક યુવકનું 6 મહિના અગાઉ ટ્રેનથી પડતા મોત થઈ ગયું હતું. આ ઘટના બાદ તેની પત્ની સીમા દેવી વિધવા થઈ ગઈ. તેના 4 બાળકો છે. હવે તેની દેખરેખની જવાબદારી એકલીના માથે આવી ગઈ. તેનું પોતાનું જીવન પણ એકલું થઈ ગયું.

તેના દુઃખના સમયમાં તેનો કાકો સસરા તૂફાની સાહ એક દેવદૂતની જેમ આવ્યો. બાળકો અને તેમની માતાની દેખરેખ કરવા લાગ્યો. તેમની જરૂરીયાતો પૂરી કરવા લાગ્યો. તેને જોઈને સીમા તેને પ્રેમ કરી બેઠી. સીમા અને તોફાનીના સંબંધના સમાચાર આગની જેમ ગામમાં ફેલાઈ ગયા. પરિવારજનોએ તેનો વિરોધ કરવાનો શરૂ કરી દીધો. તેમના ન માનવા પર લોકો તેમને પોલીસ સ્ટેશન લઈ ગયા. પોલીસના સમજાવ્યા છતા બંને ન માન્યા તો પોલીસ સ્ટેશન પરિસરમાં જ બંનેના લગ્ન કરી દેવામાં આવ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp