ગરીબ ટેમ્પો ચાલકની દીકરી બની જિલ્લાની પહેલી મુસ્લિમ મહિલા જજ, ટોપરમાં સ્થાન

PC: aajtak.in

‘બેટી બચાવો, બેટી પઢાવો’નો નારો તમે તો સાંભળ્યો જ હશે. આજે દરેક જગ્યાએ દીકરીઓ પોતાના માતા-પિતાનું નામ ઊંચું કરી રહી છે. આ અનુસંધાને પોતાના જિલ્લાની પહેલી મુસ્લિમ મહિલા જજ બનીને ટેમ્પો ચાલકની દીકરી ગુલફામે પોતાના પરિવારનું નામ રોશન કર્યું છે. પંજાબના કેટલાક ગણતરીના શહેરોમાં સામેલ મલેરકોટલા જિલ્લાની પહેલા મુસ્લિમ મહિલા જજ બનવાની ખુશીમાં તેના ઘરમાં શુભેચ્છા પાઠવનારા લોકોની લાઇન લાગી ગઈ છે.

ગુલફામે પંજાબ સિવિલ સર્વિસ (જ્યુડિશિયલ)માં પંજાબભરથી EWS કેટેગરીમાં પાંચમું સ્થાન હાંસલ કર્યું છે. ગુલફામના પિતા મલેરકોટલામાં એક ટેમ્પો ચાલક કે એમ કહીએ કે તે પિકઅપ ગાડી ચલાવે છે. ગુલફામની આર્થિક સ્થિતિની વાત કરીએ તો એક નાનકડામાં ઘરમાં આખો પરિવાર એક સાથે રહે છે. ગુલફામ બતાવે છે કે તેના પિતાએ તેના અભ્યાસ માટે પોતાની હેસિયતથી વધારે સહયોગ કર્યો. જ્યારે તે પરીક્ષાની તૈયારી માટે પટિયાલા જતી હતી, તો ઘણી વખત તેના પિતાના ખિસ્સામાં 150 રૂપિયા પણ રહેતા નહોતા, છતા ગમે તેમ કરીને પૈસા આપતા હતા, જેથી દીકરી ભણી-ગણી શકે.

તેના ઘરમાં એક જ રૂમ હતો, જેમાં બેસીને સાથે સાથે ખાવાનું ખાતા હતા. તેમાં જ મારે અભ્યાસ કરવાનો હતો. પરિવારનો સહયોગ રહેતો આ કે જ્યારે હું પોતાનો અભ્યાસ કરતી તો કોઈ પણ મને ડિસ્ટર્બ કરતું નહોતું. ગુલફામ કહે છે કે આજે મને ખૂબ ખુશી થઈ. મેં પોતાના પિતાનુ સપનું પૂરું કર્યું છે. કૉલેજમાં તેની સાથે ભણનારી છોકરીઓ ખૂબ હોશિયાર હતી, પરંતુ તેમના પરિવારજનોનો સપોર્ટ તેમને ન મળ્યો, નહિતર તેઓ પણ કોઈક ને કોઈક જગ્યાએ ટોપ કરી શકતી હતી.

તેણે કહ્યું કે, મારી સાથે પરિસ્થિતિઓ અનુકૂળ હતું, હું જ્યારે પોતાની તૈયારીઓ માટે પટિયાલા જતી તો મારો 150 રૂપિયાનો ખર્ચ આવતો હતો. પિતા મને પોતાના ખિસ્સામાંથી 150 રૂપિયા કાઢીને આપતા હતા. કેટલીક વખત હું પિતાનું પર્સ જોતી તો તેમાં માત્ર 150 કે તેનાથી થોડા વધારે રૂપિયા રહેતા તો પિતા કહેતા હતા કે તું લઈ જા કોઈ વાંધો નહીં. કેટલીક વખત પિતાના ખિસ્સામાં કશું ન નીકળતું તો મારા કાકા મને પૈસા આપતા એટલે કહી શકીએ છીએ કે આખા પરિવારનો મને પૂરો સહયોગ મળ્યો.

ગુલફામે પોતાનું શિક્ષણ 12માં ધોરણ સુધી ઇસ્લામિયા ગર્લ સીનિયર સેકન્ડરી મલેરકોટલા અને ગ્રેજ્યુએશનનો અભ્યાસ ઇસ્લામિયા ગર્લ કૉલેજ મલેરકોટલાથી કર્યો. તેણે LLBની ડિગ્રી પંજાબી યુનિવર્સિટી પટિયાલાથી હાંસલ કરી. ગુલફામના પિતા તાલિબ હુસેને જણાવ્યું કે તે ટેમ્પો ચલાવે છે અને તેણે છોકરીને ભણતા ક્યારેય રોકી નથી. આજે મને ખૂબ ખુશી થઈ, જ્યારે દીકરી એક એવા મહોલથી નીકળીને જજ બની છે તો મને પોતાની દીકરી પર ગર્વ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp