દાઉદ ઇબ્રાહીમની ભારતની 15 હજારની હવેલીના હરાજીમાં આટલા રૂપિયા મળ્યા

PC: prabhatkhabar.com

અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમની ભારતની એક પ્રોપર્ટીની હરાજી કરી દેવામાં આવી છે. મહારાષ્ટ્રમાં દાઉદની આ મિલ્કતની 15,000 જ કિંમત હતી, પરંતુ હરાજીમાં 2 કરોડ રૂપિયાની રકમ મળી છે.

દાઉદ ઈબ્રાહિમના પૈતૃક પ્લોટ, જેની અનામત કિંમત 15,440 રૂપિયા રાખવામાં આવી હતી, તેની શુક્રવારે 2 કરોડ રૂપિયાની કિંમતે હરાજી કરવામાં આવી હતી. ભાગેડુ અંડરવર્લ્ડ ડોનની ચાર પૈતૃક મિલકતોમાં આ સૌથી નાનો પ્લોટ હતો, જેની Smugglers and Foreign Exchange Manipulators (SAFEMA) દ્વારા હરાજી કરવામાં આવી હતી.

ઉપરોક્ત મિલકતો મહારાષ્ટ્રના રત્નાગીરી જિલ્લાના મુંબકે ગામમાં ખેતીની જમીન છે, જે દાઉદ ઈબ્રાહિમ કાસકરનું પૈતૃક ગામ છે. બીજી મિલકત જેની કિંમત રૂ. 1.56 લાખ નક્કી કરવામાં આવી હતી તે રૂ. 3.28 લાખમાં વેચવામાં આવી હતી. ચારેય પ્રોપર્ટીની કિંમત 19.2 લાખ રૂપિયા રાખવામાં આવી હતી.

હરાજી બિડ અને હરાજી સફળતાપૂર્વક જીત્યા પછી આવતી સમસ્યાઓ અંગે એડવોકેટ અજય શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, જ્યારે 2001માં હરાજી થઈ હતી, ત્યારે આવકવેરા વિભાગ દ્વારા તેની હરાજી કરવામાં આવી હતી. પરંતુ તે સમયે એ લોકોએ મિલકતનો કબજો ઓફર કર્યો નહોતો.

હું તેના માટે કોર્ટમાં કેસ લડી રહ્યો છું, આજે 23 વર્ષ થઈ ગયા છે. આજે તે હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. દાઉદ પછી તેની બહેન હસીના ઈબ્રાહીમ તેની દેખરેખ કરતી હતી અને હવે તે તેના બાળકોની દેખરેખ હેઠળ છે. SAFEMA એક્ટમાં સારું છે કે તેઓ કબજો આપી દે છે.

એડવોકેટ શ્રીવાસ્તવે કહ્યું કે,મેં વર્ષ 2020માં હરાજીમાં દાઉદ ઈબ્રાહિમની હવેલી ખરીદી હતી અને મદરેસાઓ જે તર્જ પર કામ કરે છે તેવી જ રીતે ત્યાં સનાતન ધર્મ પાઠશાળાની સ્થાપના કરી છે. આ જ ટ્રસ્ટ હેઠળ મેં ત્યાં શિક્ષણ સંસ્થાની સ્થાપના કરી છે અને ટૂંક સમયમાં ત્યાં બાંધકામ શરૂ થશે.

એડવોકેટે કહ્યું કે,SAFEMAએ ભૂલ કરી હતી કે તેણે ઘરનો નંબર ખોટો લખ્યો હતો અને તે જ સેલ ડીડમાં પણ લખ્યો હતો હતું અને જ્યારે હું રજિસ્ટ્રી માટે ગયો ત્યારે મારે ત્યાં રોકાવું પડ્યું કારણ કે ઘરનો નંબર ખોટો લખવામાં આવ્યો હતો.આજની હરાજીમાં કેટલાક ખેતરોની હરાજી થવા જઈ રહી છે, તેમાં મેં પણ ભાગ લીધો છે,

SAFEMA દાઉદની પ્રોપર્ટીની કિંમત 15440 રૂપિયા રાખી હતી જેને 2 કરોડ કરતા વધારે રકમ મળી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp