આ ઘરની અંદર 10 રૂમ છે જેમાંથી 6 રાજસ્થાન, તો 4 હરિયાણામાં, કાકા એક તો ભત્રીજો...

PC: aajtak.in

હરિયાણા અને રાજસ્થાન બોર્ડર પર એક ઘર એવું છે, જેનો અડધો હિસ્સો રેવાડી અને અડધો અલવર જિલ્લાની બોર્ડર પર છે. આ ઘરમાં રહેતા લોકોએ જણાવ્યું કે, તેની ખાસ વાત એ છે કે તેની વચ્ચોવચ હરિયાણા-રાજસ્થાનની સીમા પસાર થાય છે. ઘરની અંદર કુલ 10 રૂમ છે, જેમાંથી 6 રાજસ્થાન તો 4 હરિયાણામાં આવે છે. દાયમા પરિવારના એક વ્યક્તિ 2 વખત હરિયાણાથી કોર્પોરેટર રહી ચૂક્યા છે, તો એક છેલ્લી 3 યોજનાથી રાજસ્થાનમાં કોર્પોરેટર છે, બંને કાકા-ભત્રીજા છે.

હરિયાણાના રેવાડી જિલ્લા અને રાજસ્થાનના અલવરના બોર્ડર પર દાયમા પરિવારનું મકાન ઘણી બાબતે અનોખું છે. ઘરના રૂમ હરિયાણામાં છે, તો આંગણુ રાજસ્થાનની સીમામાં આવે છે. મકાનનો એક દરવાજો હરિયાણામાં ખૂલે છે તો બીજામાં પ્રકાશ અને હવાની લહેરખીઓ રાજસ્થાન તરફથી આવે છે. એક ભાઈ હરિયાણવી અને બીજો રાજસ્થાની છે. મજેદાર તથ્ય એ પણ છે કે કાકા હરિયાણાથી કોર્પોરેટર છે તો ભત્રીજો રાજસ્થાનમાં કોર્પોરેટર છે.

કૃષ્ણ દાયમાના પિતા ચૌધરી ટેકરામ દાયમા વર્ષ 1960માં અહી રહેવા ગયા હતા. હવે તેમના બે પુત્ર કૃષ્ણ દાયમા અને ઈશ્વર દાયમા એક જ છત નીચે અને દીકરાઓ-પૌત્રો અને આખા પરિવાર સાથે એકસાથે રહે છે. ઈશ્વર દાયમાના બધા સરકારી દસ્તાવેજ, આધારકાર્ડ, રાશન કાર્ડ, વોટર ID સહિત બધા દસ્તાવેજ રાજસ્થાનના છે, તો તેમના ભાઈ કૃષ્ણના બધા દસ્તાવેજ હરિયાણાના છે. ઘર ભલે બે રાજ્યોમાં વહેચાયેલું હોય, પરંતુ પરિવારના લોકોના દિલોની દુરીઓ ઓછી થઈ નથી.

ઘરના સભ્યોનું કહેવું છે કે, અહી રહેવાની ટેવ પડી ગઈ છે તો એટલું અજીબ લાગતું નથી, પરંતુ જ્યારે તેમના કોઈ સંબંધી કે કોઈ બાહ્ય વ્યક્તિ મળવા આવે છે અને તેને ખબર પડે છે કે ઘરની વચ્ચોવચ રાજસ્થાન અને હરિયાણાની સીમા છે તો તે હેરાન રહી જાય છે. બંને રાજ્યોમાં હોવાના કારણે તેમણે નેટવર્કની સમસ્યા જરૂર ઝેલવી પડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp