દિલ્હી-ગુજરાતમાં ડીલ પણ પંજાબમાં ટક્કર, AAP-કોંગ્રેસ વચ્ચે શું છે મામલો

PC: jansatta.com

લોકસભા ચૂંટણી માટે દિલ્હી અને પંજાબ સહિત ઘણા રાજ્યોમાં સમજૂતી કરવા પ્રયાસ કરી રહેલી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ હવે એક ડીલની નજીક છે. સૂત્રોનું કહેવું છે કે, પંજાબમાં બંને પક્ષો પોતાને મજબૂત માને છે. અહીં આ બંને પક્ષો પ્રથમ અને બીજા ક્રમે છે, જ્યારે જે BJP સામે ગઠબંધનની વાત છે, તે ત્યાંનો ચોથો નંબરનો પક્ષ છે. આવી સ્થિતિમાં, બંને પક્ષો એ બાબતે સંમત થયા છે કે પંજાબમાં કોઈ ગઠબંધન ન થવું જોઈએ અને બંને પક્ષોએ તમામ 13 બેઠકો પર લડવું જોઈએ. તેની પાછળની રણનીતિ એવી છે કે, જો કોઈ સીટ કોઈના હાથમાં આવે તો તે INDIAના ખાતામાં જ રહેશે.

 

આ સિવાય દિલ્હી અને ગુજરાતમાં એક સપ્તાહમાં સમજૂતી થઈ શકે છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટી 4 સીટો પર ચૂંટણી લડી શકે છે, જ્યારે કોંગ્રેસ માટે ત્રણ સીટો છોડી શકે છે. જ્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટીને આશા છે કે કોંગ્રેસ તેને 10 લોકસભા સીટો પર તક આપી શકે છે. કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે, અમે ટૂંક સમયમાં દિલ્હી અને ગુજરાત વચ્ચેના કરારની જાહેરાત કરીશું. તેમણે કહ્યું, 'પંજાબમાં સીટ વહેંચણી એક જટિલ મુદ્દો બની ગયો છે. અમે તેને છોડી રહ્યા છીએ.'

પંજાબની 13 લોકસભા સીટોમાંથી કોંગ્રેસ પાસે 7 અને આમ આદમી પાર્ટી પાસે એક છે. કોંગ્રેસ 2019ની સરખામણીમાં પોતાનો દાવો ઓછો કરવા માંગતી નથી. જ્યારે, 2022ની સામાન્ય ચૂંટણી અને જલંધર લોકસભા સીટની પેટાચૂંટણીમાં જીતનો હવાલો આપીને આમ આદમી પાર્ટી વધુ સીટોની માંગ કરી રહી છે. કોંગ્રેસના એક નેતાએ કહ્યું કે જો પંજાબમાં આમ આદમી પાર્ટીને વધુ સીટો આપીશું તો નેતાઓ અને કેડરને મેનેજ કરવું મુશ્કેલ થઈ જશે. રાજ્ય એકમ માને છે કે, અમારે અલગથી લડવું જોઈએ જેથી કરીને અમે વિધાનસભા ચૂંટણી માટે પણ મજબૂત દાવો કરી શકીએ.

 

જો કે પંજાબમાં હજુ પણ AAP અને કોંગ્રેસની એકતાની શક્યતા છે. બંને પક્ષો અકાલી દળ પર નજર રાખી રહ્યા છે કે, તે NDA સાથે જાય છે કે નહીં. જો તે BJPને સાથે લે છે, તો તેઓ સાથે મળીને કેટલીક શહેરી બેઠકો પર વધુ મજબૂત બનશે. આવી સ્થિતિમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ કેટલીક સમજૂતી પર વિચાર કરી શકે છે. પરંતુ હાલ સીટ વહેંચણીનો મુદ્દો સાઈડ પર રાખી મૂકવા સહમતિ બની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp