એવા પારસી વકીલ જે ઈન્દિરા ગાંધીથી પણ નહોતા ડર્યા

PC: forbesindia.com

ભારતમાં વકિલોના ભિષ્મ પિતામહ ગણાતા અને પૂર્વ પ્રધાનમંત્રી ઇંદિરા ગાંધી સામે અવાજ ઉઠાવનાર ફલી નરિમાનનું 95 વર્ષની વયે દિલ્હીમાં નિધન થયું છે.

1929માં જન્મેલા ફલી નરીમાને લગભગ 70 વર્ષ સુધી હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પ્રેકટીસ કરી હતી. તેમણે 1950માં મુંબઇ હાઇકોર્ટથી એડવોકેટની પ્રેકટીસ શરૂ કરી હતી. ફલી નરિમાન કેન્દ્ર સરકારના એટર્ની જનરલ હતા અને 1975માં જ્યારે ઇંદિરા ગાંધીએ દેશમાં કટોટટી લાદી ત્યારે આ નિર્ણયથી નરિમાન નારાજ થયા હતા અને તેમણે વિરોધ કર્યો હતો અને એટર્ની જનરલના પદ પરથી રાજીનામું આપી દીધું.

ફલી નરિમાનને 1991માં પદ્મભૂષણ અને 2007માં પદ્મવિભૂષણનો ખિતાબ એનાયત કરવામાં આવ્યો હતો.

તેમણે દેશમાં અનેક મોટા મોટો કેસો લડ્યા હતા અને નામાંકિત વકિલ તરીકે જાણીતા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp