જ્ઞાનવાપી પર નિર્ણય પર ઓલ ઈન્ડિયા મુસ્લિમ લૉ બોર્ડે ઉઠાવ્યા આ સવાલ
ઓલ ઈન્ડિયા મુસ્લિમ લૉ બોર્ડે શુક્રવારે કહ્યું કે, વારાણસી જિલ્લા કોર્ટે જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં સ્થિત તહખાનામાં પૂજા કરવાની મંજૂરી આપવા સંબંધિત નિર્ણય પર ઉતાવળ કરવામાં આવી છે. તે ન્યાય મેળવવા માટે આ કેસને સુપ્રીમ કોર્ટ સુધી લઈ જશે. બોર્ડના તત્વાવધાનમાં મુસ્લિમ સંગઠનોએ કહ્યું કે, તેઓ પોતાની ચિંતાઓથી અવગત કરાવવા માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ સાથે સમય માગી રહ્યા છે અને તેઓ દેશના મુખ્ય ન્યાયાધીશ ડી.વાઇ. ચંદ્રચૂડને પણ ચિઠ્ઠી લખી શકે છે.
મુસ્લિમ સંગઠનોએ એમ પણ કહ્યું કે, દેશમાં ઉત્પન્ન થનારા વિવાદોને રોકવા માટે પૂજા સ્થળ અધિનિયમ, 1991ને અક્ષરશઃ લાગૂ કરવો જોઈએ. અલ્લાહાબાદ હાઇ કોર્ટે જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં સ્થિત તહખાનામાં પૂજાની મંજૂરીવાળા વારાણસી કોર્ટના આદેશ વિરુદ્ધ દાખલ કરેલી અપીલ પર મસ્જિદ કમિટીને તાત્કાલિક રાહત આપવાની શુક્રવારે ના પાડી દેવામાં આવી. જ્ઞાનવાપી મસ્જિદનું સંચાલન કરનારી અંજુમન ઇંતેજામિયા મસ્જિદ કમિટીએ વારાણસી કોર્ટના આદેશને પડકાર આપતા હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી છે.
ન્યાયાધીશ રોહિત રંજન અગ્રવાલે મસ્જિદ કમિટીની અપીલ પર સુનાવણી કરતા આ આદેશ પાસ કર્યો. આગામી સુનાવણી 6 ફેબ્રુઆરીએ થશે. જો કે, કોર્ટે તહખાનામાં પૂજા અર્ચના પર રોક લગાવવાનો કોઈ આદેશ પાસ કર્યો નથી. ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના અધ્યક્ષ મૌલાના ખાલીદ સૈફુલ્લાહ રહમાનીએ કહ્યું કે, મસ્જિદમાં પૂજાની મંજૂરી આપવાથી ન માત્ર મુસ્લિમોને, પરંતુ ધર્મનિરપેક્ષતામાં પણ વિશ્વાસ રાખનારા અન્ય ધર્મોના લોકોને પણ દુઃખ થયું છે. આ ધારણા ખોટી છે કે મસ્જિદ બનાવવા માટે મંદિર તોડવામાં આવ્યું હતું. ઇસ્લામ મસ્જિદ બનાવવા માટે કોઈ પણ જમીન છીનવવાની મંજૂરી આપતો નથી.
તેમણે આગળ કહ્યું કે, કોર્ટે તેના પર ઉતાવળથી નિર્ણય આપ્યો અને બીજા (મુસ્લિમ) પક્ષને વિસ્તારથી પોતાની દલીલો રાખવાનો અવસર પણ ન આપવામાં આવ્યો. તેનાથી ન્યાયપાલિકામાં લઘુમતીઓના વિશ્વાસને ઠેસ પહોંચી છે. બાબરી મસ્જિદના નિર્ણયમાં એ સ્વીકારવામાં આવ્યું હતું કે મસ્જિદ બનવા માટે મંદિરને પાડવામાં આવી નહોતી, પરંતુ આસ્થાના આધાર પર બીજા પક્ષમાં નિર્ણય કરવામાં આવ્યો હતો. કોર્ટને તથ્યોના આધાર પર નિર્ણય આપવો જોઈએ, ન કે આસ્થાના આધાર પર. પૂજા સ્થળ અધિનિયમ એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ કાયદો છે કેમ કે આપણે તેના માધ્યમથી વિવાદોને રોકી શકીએ છીએ.
વારાણસી કોર્ટે 31 જાન્યુઆરીએ આપેલા પોતાના આદેશમાં હિન્દુ શ્રદ્ધાળુઓને જ્ઞાનવાપી મસ્જિદ પરિસર સ્થિત તહખાનામાં પૂજા અર્ચના કરવાની મંજૂરી આપી. કોર્ટે કહ્યું હતું કે, જિલ્લા પ્રશાસન આગામી 7 દિવસમાં આ સંબંધમાં આવશ્યક વ્યવસ્થા કરે. જમીયત ઉલેમા-એ-હિન્દના અધ્યક્ષ મૌલાના અરશદ મદની (અરશદ મદની ગ્રુપ), જમીયત પ્રમુખ મહમૂદ મદની (મહમૂદ મદની ગ્રુપ), AIMPLBના પ્રવક્તા SQR ઇલિયાસ સહિત અન્ય ઉપસ્થિત હતા.
મૌલાના અરશદ મદાનીએ દાવો કર્યો કે મુસ્લિમ પક્ષને કોર્ટ સમક્ષ પોતાનો કેસ રજૂ કરવાનો અવસર આપવામાં ન આવ્યો. અમે એમ કરવા માગતા હતા અને અવસર ન આપવું ખૂબ જ નિરાશાજનક છે. અમે આ નિર્ણયને સુપ્રીમ કોર્ટ સુધી લઈ જઈશું. જો એટલો મોટો લઘુમતી સમુદાય કહે છે કે તે કોર્ટ પર વિશ્વાસ ગુમાવી રહ્યો છે તો એ દેશ માટે સારી વાત નથી. કેટલાક લોકો કહી રહ્યા છે કે જ્ઞાનવાપીનો કેસ પૂજા સ્થળ અધિનિયમ 1991 બાદ અસ્તિત્વમાં આવ્યો, પરંતુ કાયદાનો મૂળ સિદ્ધાંત એ છે કે પૂજા સ્થળ જે 1947માં હતો. એ જ રહેશે.
જમીયતના બીજા ગ્રુપનું નેતૃત્વ કરનારા મૌલાના મહમૂદ મદનીએ કહ્યું કે, આ દેશનું દુર્ભાગ્ય છે કે મુસ્લિમોને ખોટી ઢંગે રજૂ કરવામાં આવી રહ્યા છે. AIMPLBના પ્રવક્તા ઇલિયાસે કહ્યું કે, સંગઠન મુસ્લિમોથી સંયમ રાખવાની અપીલ કરે છે કેમ કે જો તેમણે ધૈર્ય ગુમાવી દીધું તો ન તો તેમના માટે સારું હશે અને ન તો દેશ માટે. મુસ્લિમ સંગઠનોએ એક નિવેદનમાં કહ્યું કે, અમારું માનવું છે કે આ વખત દેશની ગરિમા અને ન્યાયિક પ્રણાલી અને પ્રશાસનિક બાબતોની નિષ્પક્ષતાથી સમજૂતી કરવામાં આવે છે. સમય પર તેનું સંજ્ઞાન લેવું પણ સંવૈધાનિક અધિકારીઓની મુખ્ય જવાબદારી છે.
તેમાં કહેવામાં આવ્યું છે કે આ મહત્ત્વપૂર્ણ સમયમાં ભારતીય મુસ્લિમોના પ્રતિનિધિઓના રૂપમાં અમે રાષ્ટ્રપતિને આ ચિંતાઓથી અવગત કરાવવા માટે સમય આપવાનો અનુરોધ કર્યો છે. અમને આશા છે કે તેઓ પોતાના સ્તર પર આ મુદ્દાના સમાધાન માટે પગલાં ઉઠાવશે, એ સિવાય અમારો ઇરાદો મુસ્લિમ સમુદાયની ભાવનાઓને ભારતના મુખ્ય ન્યાયાધીશ સુધી સન્માનજનક અને ઉચિત રીતે પહોંચાડવાનો પણ છે. મુસ્લિમ સંગઠનોએ જ્ઞાનવાપી મસ્જિદના તહખાનામાં અચાનક પૂજા શરૂ કરવા પર ગાઢ અફસોસ અને ચિંતા વ્યક્ત કરી. મુસ્લિમ સંગઠનોના નેતાઓએ વારાણસી જિલ્લા ન્યાયાધીશના નિર્ણય પર આશ્ચર્ય અને નિરાશા વ્યક્ત કરી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp