જિહાદીઓ પહોંચે તે પહેલા ચંદ્રને હિંદુ રાષ્ટ્ર જાહેર કરો: ચક્રપાણી

PC: facebook.com/swamichakrapanimaharaj.maharaj

એક કહેવત છે કે ઘંઉ ખેતમે બેટા પેટમે અને વસંત પંચમીએ લગન.હજુ તો ISROએ ચંદ્રયાન-3ને સફળતા પૂર્વક લેન્ડ કર્યાને 4 દિવસ થયા છે ત્યાં ભારતના એક સ્વામીએ માંગ કરી છે કે જિહાદી માનસિકતા ધરાવતા લોકો ચંદ્રને હિંદુ રાષ્ટ્ર જાહેર કરો, શિવશક્તિ પોઇન્ટને રાજધાની જાહેર કરો. અમે ચાંદ પર જઇને મંદિર બનાવીશું.

ભારતના ચંદ્રયાન-3 મિશને 23 ઓગસ્ટના દિવસે સાંજે 6 વાગ્યે અને 4 મિનિટે અવકાશમાં ઇતિહાસ રચીને ચંદ્રના સાઉથ પોલ પર સોફ્ટ લેન્ડિંગ કરી દીધું હતું. એ પછી આખા દેશમાં ઉજવણીનો માહોલ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 26 ઓગસ્ટ, શનિવારે જાહેરાત કરી હતી કે ચંદ્રયાન-3એ જ્યાં લેન્ડિંગ કર્યું છે કે સ્થળને શિવશક્તિ પોઇન્ટ કહેવામાં આવશે. આ નામકરણ પછી દેશમાં રાજકારણ પણ ગરમાયું છે.

હવે હિંદુ મહાસભાના પ્રમુખ સ્વામી ચક્રપાણીએ પણ આ મામલે પોતાનું નિવેદન આપ્યું છે. તેમણે 27 ઓગસ્ટ,રવિવારે કહ્યું હતું કે,ચંદ્ર પર જિહાદી માનસિકતા વાળા લોકો પહોંચી જાય તે પહેલા ચંદ્રને હિંદુ રાષ્ટ્ર જાહેર કરવમાં આવે અને શિવશક્તિ પોઇન્ટને હિંદુ રાષ્ટ્રની રાજધાની બનાવવમાં આવે.

સ્વામી ચક્રાપાણીએ આગળ કહ્યું કે, શિવશક્તિ પોઇને અમે શિવશક્તિ ધામના રૂપમાં જોઇ રહ્યાછે. હિંદુ મહાસભા, સંત મહાસભા તરફથી સરકરાને પત્ર પણ લખી રહ્યો છું કે,ચંદ્રને હિંદુ રાષ્ટ્ર અને શિવશક્તિ પોઇન્ટને રાજધાની તરીકે જાહેર કરવામાં આવે છે, અમે આ પ્રસ્તાવ મંજૂર પણ કર્યો છે કે જેવું ચંદ્ર પર અવર જવર શરૂ થશે એટલે અમે શિવશક્તિ પોઇન્ટ પર ભગવાન શિવ, માતા પાર્વતી અને ભગવાન ગણેશનું મંદિર બનાવીશું.

PM મોદીએ શનિવારે એમ પણ કહ્યું હતું કે ચંદ્રયાન-2 એ 2019માં ચંદ્રની સપાટી પર જ્યાં પગના નિશાન છોડ્યા હતા તેને તિરંગા પોઇન્ટ કહેવામાં આવશે અને 23 ઓગસ્ટને રાષ્ટ્રીય અવકાશ દિવસ તરીકે ઉજવવામાં આવશે.

ISROએ 14 જુલાઇએ ચંદ્રયાન-3 લોંચ કર્યું હતુ અને આ મૂન મિશન 23 ઓગસ્ટની સાંજે સફળ થયું હતું. ચંદ્રયાન-3એ ચંદ્રના સાઉથ પોલ પર સફળતા પૂર્વક લેન્ડિંગ કર્યુ હતું. આવું કરનારો ભારત પહેલા દેશ બન્યો છે.ચંદ્રના સાઉથ પોલ વિસ્તારમાં આજ સુધી કોઇ પહોંચી શક્યું નહોતું. આ મૂન મિશનની સફળતા માટે હજારો વૈજ્ઞાનિકો કામે લાગ્યા હતા અને સાથે દેશની લોકોએ પ્રાર્થના, દુઆઓ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp