શણગાર સજેલી દુલ્હન લગ્નમાં વરરાજાની સામે ખાવા લાગી ગુટખા, વીડિયો વાયરલ

PC: jansatta.com

26 મેના રોજ રાજસ્થાનના બરાનમાં એક સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, આ સમૂહ વિવાહમાં 2 હજાર 222 યુગલો લગ્નના બંધનમાં બંધાયા હતા. જો કે, આ લગ્ન સમારોહનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે. લગ્ન થઇ ગયા પછી વરરાજાની સામે ગુટખા ખાતી દુલ્હનનો વીડિયો વાયરલ થયો છે.

એવું જણાવવામાં આવી રહ્યું છે કે, આ વીડિયો તે સમયનો છે જ્યારે સમૂહ લગ્નનો કાર્યક્રમ પૂરો થઇ ગયા પછી લોકો પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. જેમાં વરરાજા ફોન પર કોઈની સાથે વાત કરતો જોવા મળે છે જ્યારે દુલ્હન ગુટખાનું પેકેટ ફાડીને ખાતી જોવા મળે છે. ઘણા લોકોએ આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

યુઝર @MANOJJOHARIએ લખ્યું, 'શ્રીમતી જી માત્ર ગુટખા જ તો ખાય છે, તે પણ બિન્દાસ અંદાજમાં.' એક યુઝરે લખ્યું, 'જ્યારે શાહરૂખ ખાન, અજય દેવગન અને અક્ષય કુમાર પ્રચાર કરે છે, ત્યારે તેની અસર તો જોવા મળશે જ.' @HITENDR52361947 યુઝરે લખ્યું કે, દરેક વ્યક્તિ જાણે છે કે તે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, તેમ છતાં તેઓ તેને ખાવાનું બંધ કરતા નથી. તેના પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો જોઈએ.

એક યુઝરે લખ્યું કે, દુલ્હનનો ચહેરો ન બતાવવો જોઈએ, આ તેની સાથે ખૂબ જ ખોટું થયું છે. હવે વીડિયો બનાવનારાઓ માટે પણ કાયદો હોવો જોઈએ. અન્ય એક યુઝરે લખ્યું, 'અરે ભાઈ, આમાં શું સમાચાર છે? તેણે કોઈ લૂંટ તો નથી ચલાવી ને, તે માત્ર ગુટખા જ તો ખાધો છે. અન્ય એક યુઝરે લખ્યું કે, 'પહેલા સમાચાર આવ્યા હતા કે વરરાજા મંડપમાં ગુટખા ચાવતા હતા અને દુલ્હનએ તેને થપ્પડ મારી હતી. અહીં આ મામલે વરરાજા સીધો સાદો નીકળ્યો.'

અહીં તમને જણાવી દઈએ કે, રાજસ્થાનમાં આયોજિત એક સમૂહ લગ્નમાં 2 હજાર 222 યુગલોએ લગ્ન કર્યા. આ લગ્ન પ્રસંગનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધવામાં આવ્યું હતું. આ લગ્ન સમારોહ પછી ઘરે પરત ફરતા વર-કન્યાનો વીડિયો વાયરલ થયો હતો, જેમાં એક દુલ્હન ગુટખા ખાતી જોવા મળે છે. અન્ય એક વીડિયો પણ વાયરલ થયો હતો, જેમાં એક ગર્લફ્રેન્ડે લગ્નમાં પહોંચીને ભારે હંગામો મચાવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp