અદભુત તસવીર: હરણને શ્વાસ લેવામાં તકલીફ હતી, યુવાને આ રીતે મદદ કરીને બચાવ્યું

PC: hindustantimes.com

ઈન્ટરનેટ  પર પ્રાણીઓને મદદ કરવાની તમને અઢકળ સ્ટોરીઓ મળી જશે.. ત્યજી દેવાયેલા પાલતુ પ્રાણીઓને બચાવવાથી લઈને ઈજાગ્રસ્ત વન્યજીવોને તેમની જિંદગીમાં પાછા વાળવાની સરાહનીય કામગીરી તમે જાણી હશે. આવી જ એક દીલને ઠંડક પહોંચાડનારી અને માનવતા દીપાવનારી એક તસ્વીર સોશિયલ મીડિયામાં સામે આવી છે. હરણને શ્વાસ લેવામાં મુશ્કેલી પડી રહી છે તો આ મુંગા પ્રાણી માટે એક યુવાન પોતાની કારમાં સિલિન્ડર લઇને હરણને શ્વાસ લેવામાં મદદ કરે છે. આ માણસ કોણ છે તસ્વીર ક્યાંની છે એ વાતની કશી ખબર નથી, પરંતુ આ ફોટો જાઇને ચોકકસ ઉદગાર નિકળી જશે, કે વાહ, આવા માણસોને કારણે એમ લાગે કે ના, હજુ માનવતા જીવતી છે, સારા માણસો હજુ આ દુનિયામાં છે. ભારતીય વન સેવા (IFS) અધિકારી પરવીન કાસવાન દ્વારા એક તસ્વીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવી છે.દયાળુ કૃત્ય દર્શાવતી આ તસ્વીર લોકોને સ્પર્શી ગઇ છે. લોકો યુવાનની દયા અને નિઃસ્વાર્થતા માટે ભરપેટપ્રશંસા કરી રહ્યા છે.

 IFS ઓફિસર પરવીન કાસવાને એક તસ્વીર તેમના ટ્વીટર એકાઉન્ટ પર શેર કરીને લખ્યું છે કે In a world where you can be anything. Be kind to all. મતલબ કે એવી દુનિયામાં જ્યાં તમે કઇં પણ બની શકો છો. બધા પ્રત્યે દયાળુ બનો. સાથે IFS ઓફિસરે અપડેટ આપતા લખ્યું છે કે આ અમારી પશુવૈદ ટીમ છે જેમણે થોડા દિવસો અગાઉ આ તસ્વીર ક્લીક કરી હતી. હરણને સારું થયા પછી જંગલમાં છોડી દેવામાં આવ્યું હતું.

IFS અધિકારી દ્વારા શેર કરાયેલી તસ્વીરમાં એક હરણ ઓક્સિજન માસ્ક પહેરેલું જોવા મળે છે કારણ કે એક માણસ તેની પાસે ઓક્સિજન સિલિન્ડર કાળજીપૂર્વક લઇને બેઠો છે. એ વાતતે અસ્પષ્ટ છે કે હરણને કેવી રીતે તબીબી સહાયની જરૂર પડી, પરંતુ પ્રાણી પ્રત્યે માણસના દયાળુ વર્તન જોઇને સોશિયલ મીડિયા પર તસ્વીર વાયરલ થઇ રહી છે.

આ તસ્વીર જોઇને યૂઝર રીતસરની ખુશી વ્યકત કરી રહ્યા છે અને આર્શાવાદ પણ આપી રહ્યા છે. એક યૂઝરે લખ્યું  વન કર્મચારી દ્રારા અદભૂત કામગીરી.  એક યૂઝરે લખ્યું કે મુંગા પ્રાણીઓ માટે આ એક વાસ્તવિક આર્શીવાદ છે અને તે ઘણા સ્વરૂપોમાંથી આવી શકે છે. એક યૂઝરે લખ્યું કે બિસ્લેરી ટોપ દ્રારા 02 માસ્ક બનાવવાના આ નવીન જુગાડ માટે આ માણસની પ્રસંશા થવી જોઇએ. કેટલાંકે  સુંદર તો કેટલાંકે લવલી એવી બધો કોમેન્ટો કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp