Video: ખુરશી લાવવામાં મોડું થતા ગુસ્સે થયેલા મંત્રીએ કાર્યકરો પર ફેંક્યા પથ્થર

PC: news18.com

તમિલનાડુના મંત્રી એક કાર્યક્રમમાં ગયા ત્યાં ખુરશી લાવવામાં થોડું મોડું થયું તો મંત્રી સાહેબને એટલો ગુસ્સો આવ્યો કે કાર્યકરો પર પત્થરમારો શરૂ કરી દીધો. મંત્રીનો એક નાનકડો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. તમિલનાડુના દૂધ અને ડેરી વિકાસ મંત્રી એસએમ નાસરે એક કાર્યક્રમની તૈયારીઓ દરમિયાન તેમના માટે ખુરશી લાવવામાં વિલંબ કરવા બદલ કાર્યકરો પર પત્થર મારો કર્યો હતો. નાસર દ્વ પથ્થરમારો કરી રહ્યા હોય તેવો વીડિયો સામે આવ્યો છે. ન્યૂઝ એજન્સી ANI દ્વારા ટ્વીટ કરવામાં આવેલા વીડિયોમાં કોઈ અવાજ નથી, પરંતુ મંત્રી તેમના ઈશારાથી ખૂબ જ ગુસ્સામાં જોવા મળે છે.

જાણવા મળેલી વિગત મુજબ 25 જાન્યુઆરીને બુધવારે તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિનનો એક કાર્યક્રમ આયોજિત થઇ રહ્યો છે. આ કાર્યક્રમની તૈયારી જોવા માટે મંત્રી નાસર પહોંચ્યા હતા. એ વખતે ખુરશીઓ લાવવામાં મોડું થયું એટલામાં મંત્રી નાસરને ગુસ્સો આવી ગયો હતો. મુખ્યમંત્રીના કાર્યક્રમમાં નાસર પણ સામેલ થવાના છે.

સમાચાર એજન્સી ANI દ્વારા ટ્વીટ કરાયેલા 7 સેકન્ડના વિડિયોમાં, તમિલનાડુના દૂધ અને ડેરી વિકાસ મંત્રી એસએમ નાસર શર્ટ અને લુંગી પહેરેલા જોવા મળે છે, તેમની પાછળ તંબુ છે અને તેમની આસપાસ કેટલાક લોકો છે. સફારી સૂટમાં એક માણસ હસતો જોવા મળે છે.

જ્યાં કાર્યક્રમ થવાનો છે ત્યાં માટીનો ઢગલો પડ્યો છે અને એમાંથી પત્થર ઉઠાવીને મંત્રી થ્રો કરતા દેખાઇ રહ્યા છે. આ દરમિયાન તેમના ચહેરાના હાવભાવ ગુસ્સામાં લાલઘુમ દેખાય છે અને તે કંઈક બોલતા હોય તેવું લાગે છે, પછી તે ફરીને જમણી તરફ જુએ છે. મંત્રી કથિત રીતે પથ્થર ફેંકી રહ્યા છે ત્યારે એક માણસ ભાગતો જોવા મળે છે, જ્યારે એક માણસ ત્રણ ખુરશીઓ લઇને દોડતો નજરે પડે છે.

મંત્રી એસએમ નાસરે ગયા વર્ષે દૂધના વધેલા ભાવ અંગે નિવેદન આપ્યું હતું અને ભાવ વધારા માટે કેન્દ્ર સરકારને જવાબદાર ઠેરવી હતી. નાસરે કહ્યું હતું કે મોદી સરકારે દૂધ પર GST લગાવ્યો છે, જેના કારણે ભાવમાં વધારો થયો છે. નાસરે પત્રકારોને જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે દૂધ પર પણ GST નાંખ્યો છે. આ એક અભૂતપૂર્વ ઘટના છે. GST લાગુ થવાને કારણે દૂધના ભાવમાં વધારો થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp