કેજરીવાલની દીકરીને કિડનેપ કરવાની ધમકી મળી, વધારવામાં આવી સુરક્ષા

PC: dnaindia.com

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના કાર્યાલય પર એક અજાણ્યો ઇ-મેઇલ મળ્યો છે. જેમાં તેની દિકરીના અપહરણની ધમકી આપવામાં આવી છે. સૂત્રોએ આ અંગે શનિવારે તેની જાણકારી આપી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર મુખ્યમંત્રી કાર્યાલયને નવ જાન્યુઆરીના રોજ એક ગુમનામ ઇ-મેઇલ કરવામાં આવ્યો હતો. જેને દિલ્હી પોલીસ ને મોકલવામાં આવેલ છે.

ઉત્તરી દિલ્હી પોલીસે કેજરીવાલની દિકરીની સાથે એક સુરક્ષા અધિકારીને પણ તૈનાત કરવામાં આવેલ છે. દિલ્હી પોલીસના એક અધિકારીએ ઇ-મેઇલ મળવા અંગેની પૃષ્ટિ કરતા જણાવ્યુ કે, તેને પોલીસના ખાસ એકમની સાયબર બ્રાંચમાં મોકલવામાં આવેલ છે. જે તેનું વિશ્લેષણ અને ઇમેઇલનો આઇપી એડ્રેસ જાણવા અંગે પ્રયત્ન કરી રહી છે.

સરકારના એક અધિકારીના જણાવ્યા અનુસાર દિલ્હી સરકારે આ ધમકીભર્યા ઇ-મેઇલને ત્રણ દિવસ પહેલા દિલ્હી પોલીસ આયુક્તને મોકલેલ છે. અધિકારીએ જણાવ્યુ કે દિલ્હી સરકારને હાલ સુધીમાં પોલીસ તરફથી કોઇ પણ પ્રકારની સૂચના આપવામાં આવી નથી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp