દિલ્હીના CM કેજરીવાલ જેલમાંથી સરકાર ચલાવી શકે નહીં, LGનો સ્પષ્ટ ઇનકાર; હવે શું?

PC: indiatoday.in

દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ જેલમાંથી સરકાર ચલાવી શકતા નથી. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર VK સક્સેનાએ આ વાત સ્પષ્ટ કહી છે. કથિત દારૂ કૌભાંડમાં પકડાયેલા CM કેજરીવાલે રાજીનામું આપવાનો ઈન્કાર કરી દીધો હતો અને કહ્યું હતું કે, તેઓ જેલમાંથી જ સરકાર ચલાવશે. હવે LG VK સક્સેનાના જવાબ પછી દિલ્હી સરકાર અને રાજભવન વચ્ચે સંઘર્ષ વધી શકે છે. સરકારનું કામ કેવી રીતે આગળ વધશે તે જોવું પણ રસપ્રદ બન્યું છે.

LG VK સક્સેનાએ મીડિયા દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું, 'હું દિલ્હીના લોકોને ખાતરી આપી શકું છું કે સરકાર જેલમાંથી નહીં ચાલે.' કાર્યક્રમ દરમિયાન લેફ્ટનન્ટ ગવર્નરને પૂછવામાં આવ્યું કે, શું દિલ્હી સરકાર હવે જેલમાંથી ચાલશે? સક્સેનાએ આનો તાત્કાલિક અને સીધો જવાબ આપ્યો. સમાચાર લખાય છે ત્યાં સુધી આમ આદમી પાર્ટી તરફથી આ અંગે કોઈ પ્રતિક્રિયા આવી નથી. LGના તાજેતરના વલણથી દિલ્હી સરકાર અને રાજભવન વચ્ચે સંઘર્ષનો નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે. આમ આદમી પાર્ટીએ કહ્યું છે કે, જો જરૂર પડે તો જેલમાંથી સરકાર ચલાવવા માટે કોર્ટનો સહારો લઈ શકાય છે.

21 માર્ચે ધરપકડ કરાયેલા CM અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે, તેઓ રાજીનામું નહીં આપે અને જેલમાંથી જ સરકાર ચલાવશે. દિલ્હીના CMને 28 માર્ચ સુધી ED કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. 'જેલમાંથી સરકાર'ની દિશામાં એક પગલું ભરતા, તેમણે EDની કસ્ટડીમાંથી પાણી અને આરોગ્ય વિભાગને માટે બે સૂચનાઓ પણ બહાર પાડી. જો કે, BJPએ આ અંગે LGને ફરિયાદ કરી છે અને સૂચનાઓને નકલી ગણાવી છે. EDના સૂત્રોએ એમ પણ કહ્યું છે કે, CM કેજરીવાલને કસ્ટડીમાં કોઈપણ પ્રકારની ફાઇલ પર સહી કરવાની મંજૂરી નથી.

કેટલાક નિષ્ણાતો કહી રહ્યા હતા કે, જેલમાંથી સરકાર ચલાવવા માટે એલજીની મંજૂરી સૌથી મહત્વની બાબત છે. જેલમાંથી સરકાર ચલાવવામાં આવતી વ્યવહારિક મુશ્કેલીઓ અંગે બંધારણીય નિષ્ણાતોએ કહ્યું હતું કે, જો LG ઈચ્છે તો કોઈપણ બિલ્ડિંગને જેલ જાહેર કરી શકે છે અને CM કેજરીવાલને ત્યાં રાખી શકાય છે. CM કેજરીવાલ અહીંથી પણ સરકારી કામ જોઈ શકશે. જોકે, LGએ સ્પષ્ટ કર્યું છે કે, તેઓ આવું કરવા જઈ રહ્યા નથી.

CM કેજરીવાલની ધરપકડના ડર વચ્ચે આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં 'જનમત સંગ્રહ' પણ કરાવ્યો હતો. દિલ્હીની જનતાને પૂછવામાં આવ્યું કે, જો CM કેજરીવાલની ધરપકડ થાય તો શું તેઓ પદ પરથી રાજીનામું આપી દે, કે જેલમાંથી સરકાર ચલાવે? આમ આદમી પાર્ટીએ દાવો કર્યો હતો કે, મોટાભાગના લોકોએ જેલમાંથી સરકારની તરફેણમાં પોતાનો મત આપ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp