પોલીસકર્મીએ જ કરી મહિલા કોન્સ્ટેબલની હત્યા, 2 વર્ષ બાદ કંકાલ મળ્યું

PC: twitter.com

રાજધાની દિલ્હીમાં એક મહિલા સિપાહીની હત્યાના આરોપમાં હેડ કોન્સ્ટેબલની ધરપકડ કરવામાં આવી છે. મહિલા કોન્સ્ટેબલ આરોપી પર લગ્નનો દબાવ બનાવી રહી છે. તેને લઈને તેને રસ્તાથી હટાવવાનું ષડયંત્ર રચવામાં આવ્યું અને હત્યા કરી દીધી. પોલીસે આરોપી દ્વારા બતાવવામાં આવેલી જગ્યા પર મહિલા કોન્સ્ટેબલનું કંકાલ રિકવર કર્યું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ ઘટના વર્ષ 2021ની છે. આ ઘટનાને લઈને પોલીસનું કહેવું છે કે મહિલા કોન્સ્ટેબલ અને આરોપી હેડ કોન્સ્ટેબલ વચ્ચે મિત્રતા થઈ ગઈ હતી.

બંને વચ્ચે ઘણા સમય સુધી વાતચીત થતી રહી. મહિલા કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ પર લગ્નનો દબાવ બનાવી રહી હતી, જ્યારે આરોપી હેડ કોન્સ્ટેબલ અગાઉથી જ પરિણીત હતો. આ વાતને લઈને આરોપીએ મહિલા કોન્સ્ટેબલથી પીછો છોડાવવાનો પ્લાન બનાવ્યો. આરોપીએ મહિલા કોન્ટેબલની હત્યાનું ષડયંત્ર રચી નાખ્યું. ત્યારબાદ આરોપીએ વર્ષ 2021માં મહિલા કોન્સ્ટેબલની હત્યા કરી નાખી. હત્યાની ઘટનાને અંજામ આપ્યા બાદ શબ નાળામાં છુપાવી દેવામાં આવ્યું હતું. આ ઘટનાની ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તપાસ શરૂ કરી. જ્યારે આખી ઘટના ખૂલીને સામે આવી તો પોલીસે હેડ કોન્સ્ટેબલ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો.

દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચે આજે હેડ કોન્સ્ટેબલને મહિલા સિપાહીની હત્યાની ઘટનામાં ધરપકડ કરી લીધી છે. પોલીસ તેની પૂછપરછ કરી રહી છે. પોલીસે આરોપી બતાવેલી જગ્યા પર 2 વર્ષ બાદ મૃતક મહિલા કોન્સ્ટેબલનું કંકાલ જપ્ત કર્યું છે. પોલીસના જણાવ્યા મુજબ, વર્ષ 2012માં ભરતી થયેલા હેડ કોન્સ્ટેબલ સુરેન્દ્ર પત્ની સહિત અલીપુરમાં રહે છે. સુરેન્દ્રની વર્ષ 2019માં કોન્સ્ટેબલ રૂચિકા (નામ બદલ્યું છે) સાથે મુલાકાત થઈ.

બુલંદ શહેરની રહેવાસી રૂચિકા, મુખર્જી નગર સ્થિત PGમાં રહીને UPSCની તૈયારી કરી રહી હતી. આરોપી પોતાને કુંવારી બતાવીને રૂચિકા સાથે મિત્રતા કરીને ગેરકાયદેસર સંબંધ બનાવ્યા. મહિલા કોન્સ્ટેબલના પરિવારજનો પણ આ સંબંધ માટે રાજી થઈ ગયા.

8 સપ્ટેમ્બર 2021ના રોજ રૂચિકા અલીપુર પહોંચી અને સુરેન્દ્રને તેના ઘરનું સરનામું પૂછવા લાગી. જો કે, તે અગાઉથી જ પરિણીત હતો એટલે રહસ્ય ખૂલવાના ડરથી તે પોતે જ પોતાની કાર લઈને આવી ગયો અને ફેરાવવાના બહાને રુચિકાને યમુના કિનારે લઈ ગયો. ત્યાં તેણે રૂચિકાનું ગળું દબાવીને હત્યા કરી દીધી. તેની બેગ અને ફોન વગેરે લઈ લીધા અને શબ નાળાના કિનારે દફનાવી દીધું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp