ચંદીગઢ મેયર ચૂંટણી રિઝલ્ટના વિરોધમાં AAPના ઘણા નેતા હાઉસ અરેસ્ટ, જુઓ વીડિયો

PC: twitter.com/AamAadmiParty

ચંડીગઢ મેયર ચૂંટણીમાં INDIA બ્લોકની હાર બાદ આમ આદમી (AAP)એ ભાજપ વિરુદ્ધ મોરચો ખોલી દીધો છે. AAPનો આરોપ છે કે ભાજપના ઇશારા પર તેના કોર્પોરેટરોના વોટ રદ્દ કરવામાં આવ્યા છે અને ચૂંટણીમાં મિલીભગત કરીને હરાવી છે. આ મુદ્દા પર AAPએ આજે દિલ્હીમાં વિરોધ પ્રદર્શનની તૈયારી કરી છે. જો કે, પોલીસ પ્રશાસન પહેલા જ એલર્ટ મોડ પર આવી ગયું છે અને AAPના ધારાસભ્યોને હાઉસ અરેસ્ટ કરી લીધા છે. આ પ્રદર્શનમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને પણ સામેલ થવાનું છે. AAP કાર્યકર્તાઓને રોકવા માટે દિલ્હીમાં ઠેર ઠેર પોલીસ લગાવવામાં આવી છે.

આમ આદમી પાર્ટીનું કહેવું છે કે, અમારા નેતાઓ, કોર્પોરેટરો અને ધારાસભ્યોને હાઉસ અરેસ્ટ કરવામાં આવ્યા છે. AAP ઓફિસને છાવણી બનાવી દેવામાં આવી છે. અત્યાર સુધી હજારો AAP કાર્યકર્તાઓને રોકવામાં આવ્યા છે. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માને ભાજપ વિરુદ્ધ પ્રદર્શનની જાહેરાત કરી છે. AAP નેતાઓની કથિત નજરબંદી પર દિલ્હી પોલીસને ઘેરવામાં આવ્યા છે. AAPનું કહેવું છે કે પહેલા વૉટની ચોરી કરે છે અને પછી પ્રદર્શન કરવાથી પણ રોકે છે. પોલીસ બતાવે કે કેમ હાઉસ અરેસ્ટ કરવામાં આવી રહ્યા છે.

આ પ્રદર્શન કરવા જઇ રહેલા હરિયાણામાં AAPના પ્રદેશ અધ્યક્ષ ડૉ. સુશીલ ગુપ્તાની ધરપકડના સમાચાર છે. દિલ્હી પોલીસે ગુપ્તાને તેમના આવાસથી ધરપકડ કરી છે. તેઓ પ્રદર્શન કરવા માટે ભાજપ હેડક્વાર્ટર જઇ રહ્યા છે. ન્યૂઝ એજન્સી મુજબ, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શુક્રવારે આરોપ લગાવ્યો કે ચંડીગઢ મેયર ચૂંટણીમાં છેતરપિંડી વિરુદ્ધ અહી ભાજપ હેડક્વાર્ટર બહાર AAPએ વિરોધ પ્રદર્શન બોલાવ્યું છે. તેમાં હિસ્સો લેવા આવી રહેલા AAP ધારાસભ્યો અને કાઉન્સિલર્સને રોકવામાં આવી રહ્યા છે કે કસ્ટડીમાં લેવામાં આવી રહ્યા છે.

મીડિયા રિપોર્ટ મુજબ, દિલ્હીમાં ભાજપે પણ AAP વિરુદ્ધ હલ્લાબોલ કર્યો છે. ભાજપે પણ કેજરીવાલ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે. AAPના પ્રદર્શન સાથે સાથે કેજરીવાલ સરકારમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ ભાજપના વિરોધ પ્રદર્શનને જોતા મધ્ય દિલ્હીમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. પોલીસ પંડિત દીન દયાલ ઉપાધ્યાય માર્ગ તરફ કરવામાં આવતા રોડ પર બેરિકેડિંગ કરી દીધી છે અને વધારાના કર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે. ભાજપ, AAP હેડક્વાર્ટર પાસે પોતાનું વિરોધ પ્રદર્શન કરશે. બંને પાર્ટીઓના કાર્યાલય એક જ રોડ પર છે. એક બીજાથી થોડા 100 મીટરની દૂરી પર છે.

કેજરીવાલે સવારે 11:00 વાગ્યે શરૂ થનારા વિરોધ પ્રદર્શન અગાઉ X પર એક પોસ્ટમાં કહ્યું કે, ચંડીગઢના મેયર ચૂંટણીમાં પહેલા વોટ ચોરી થઈ. હવે તેની વિરુદ્ધ શાંતિપૂર્વક વિરોધ પ્રદર્શન કરવા આવી રહેલા લોકોને દિલ્હીભરમાં વિભિન્ન સ્થળો પર રોકવામાં આવી રહ્યા છે. એક અન્ય પોસ્ટમાં તેમણે કહ્યું કે, આખી દિલ્હીમાં તેઓ ચૂંટાયેલા ધારાસભ્યો, કોર્પોરેટરો અને નેતાઓને કસ્ટડીમાં લઈ રહ્યા છે જે પાર્ટી કાર્યાલય આવી રહ્યા હતા. એ શું થઈ રહ્યું છે.

તો અધિકારીઓએ જણાવ્યું કે, પંડિત દીન દયાલ ઉપાધ્યાય માર્ગ તરફ જતા રોડ સવારથી બંધ કરી દેવામાં આવી છે. ભાજપ અને AAPના હેડક્વાર્ટરો પાસે બેરિકેડ્સ લગાવવામાં આવ્યા છે. X પર એક પોસ્ટમાં દિલ્હીના મંત્રી અને AAP નેતા અતિશીએ કહ્યું કે, આખી દિલ્હીમાં ભારે બેરિકેડિંગ છે. AAP નેતાઓથી ભરેલી બસોને કસ્ટડીમાં લેવામાં આવી રહી છે સેકડો અર્ધસૈનિક બળ AAP કાર્યાલય બહાર છે. તેમણે પૂછ્યું કે, ભાજપ ચંડીગઢ મેયર ચૂંટણી પર વિરોધથી એટલી ડરેલી કેમ છે?

ભાજપે મંગળવારે ચંડીગઢ મેયર ચૂંટણીમાં જીત હાંસલ કરી છે અને મેયર, સીનિયર ડેપ્યુટી મેયર અને ડેપ્યુટી મેયરના 3 પદો પર કબજો યથાવત રાખવામાં આવ્યો છે. આ ચૂંટણીમાં કોંગ્રેસ AAP ગઠબંધનને ઝટકો લાગ્યો છે. ગઠબંધને પીઠાસીન અધિકારી પર બેલેટ પેપર સાથે છેડછાડનો આરોપ લગાવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp