G20 સમિટમાં વાંદરા ભગાવવાની નોકરી, લંગૂર પાસે ટ્રેનિંગ લીધી, PMOથી વાંદરા...

PC: bhaskar.com

મારી પાસે એક લંગૂર હતો. મંગલ સિંહ તેનું નામ હતું. તે સરકારી ઓફિસોમાં વાંદરા ભગાવતો હતો, મને પૈસા મળતા હતા. 11 વર્ષ અગાઉ સરકારે વાંદરા ભગાવવા માટે લંગૂરના ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દીધો. લાગ્યું જાણે કે મારું કામ છીનવાઇ ગયું. હું જોતો હતો કે મારો લંગૂર કેવો અવાજ કાઢે છે. હું એ જ પ્રકારે અવાજ કાઢીને વાંદરા ભગાવવા લાગ્યો. અધિકારીઓએ મારી કળા જોઈ અને મને આ જ કામ આપી દીધું. આ છે ગુલ ખાન. ઉંમર 42 વર્ષ. 23 વર્ષથી દિલ્હીમાં વાંદરા ભગાવવાનું કામ કરી રહ્યો છે.

G20 સમિટ દરમિયાન પણ તેને આ જવાબદારી મળી. સમિટના વેન્યૂ પ્રગતિ મેદાનની આસપાસ ઈન્ડિયા ગેટ, લાલ કિલ્લો, કર્તવ્ય પથ અને કનોટ પેલેસ એરિયામાં ખૂબ વાંદરા છે. આ વાંદરા ટોળામાં ફરતા દેખાઈ જાય છે. એક અખબાર ગુલ ખાન અને તેમની જેમ વાંદરા ભગાવાનાર કેટલાક લોકો સુધી પહોંચ્યું, તેમની ટ્રેનિંગ, કામ અને કમાણી પર વાત કરી. આ લોકો પોતાને કલંદર કહે છે. કલંદર એટલે કે વાંદરા-રીંછનો ખેલ દેખાડનાર. G20 સમિટ દરમિયાન તેની ડ્યૂટી જંતર-મંતર, સાંસદ ભવન, ઈન્ડિયા ગેટ, લાલ કિલ્લા, ચાણક્યપુરી, કનોટ પેલેસ અને સરદાર પટેલ માર્ગની આસપાસ હતી.

બધા મોટા મંત્રાલય, સરકારી વિભાગ અને VVIPsના ઘરો આ જ વિસ્તારમાં છે. વિસ્તારના હિસાબે 1-3 કલંદર તૈનાત કરવામાં આવ્યા. ડ્યૂટી ટીમે સવાર 8:00 વાગ્યાથી રાત્રે 8:00 વાગ્યા સુધી નક્કી કરવામાં આવ્યો હતો. વાંદરા ભગાવવાના આ કામને સરકારે એસેન્શિયલ સર્વિસ માની. ચાણક્યપૂરી અને સરદાર પટેલ માર્ગ પાસે લંગૂરના મોટા કટઆઉટ પણ લગાવવામાં આવ્યા છે. NDMCના વાઇસ પ્રેસિડેન્ટ આતિશ ઉપાધ્યાય મૂજબ, વાંદરા લંગૂરોના કટઆઉટ પાસે નહીં આવે કેમ કે તેઓ તેમને જોઈને ડરી જાય છે.

વાંદરાઓને હટાવી નહીં શકાય. તેમને નુકસાન પહોંચાડી નહીં શકાય કે મારી નહીં શકાય એટલે આ રીત અપનાવી. જો કે વાંદરા ભગાવનારા 45 વર્ષીય અલ્તાફ ખાન તેને ખોટું કહે છે. તે કહે છે કે વાંદરા કાગળના પૂતળાથી ડરતા નથી. G20 સમિટ દરમિયાન અલ્તાફ ખાનની ડ્યૂટી PMOમાં લાગી હતી. તેણે કહ્યું કે, સૌથી પહેલા અમે ગુલ ખાનને મળ્યા. તેઓ કહે છે કે અબ્બૂ અકબર ખાન 40 વર્ષ અગાઉ 1983માં લખનૌથી દિલ્હી આવ્યા હતા. અમે વણજારા સમુદાયથી આવીએ છીએ. અબ્બૂ વાંદરા અને રીંછનો નાચ દેખાડતા હતા. મારા દાદા પણ આ જ કામ કરતા હતા. લખનૌમાં પરિવાર વધ્યો તો અબ્બુને વધારે પૈસાની જરૂરિયાત પડી. તેઓ માતા અને 4 બાળકો સાથે દિલ્હી આવ્યા.

તેઓ કહે છે અમે ખૂબ ગરીબ હતા. રોડ પર જ્યાં જગ્યા મળતી ત્યાં ઝુંપડી બનાવીને રહેતા. અબ્બૂને જોઈને હું પણ વાંદરનો ખેલ દેખાડવાનું શીખી ગયો. ત્યારે હું 17 વર્ષનો હતો. ત્યારે વડાપ્રધાનનો કાફલો નીકળતો હતો, ત્યારબાદ બધા પોલીસકર્મી ચાની લારી પર બેસતા હતા. તેઓ વંદરાનો નાચ જોવા માટે મને બોલાવતા હતા. હું તેમને 5 મિનિટનો ખેલ દેખાડતો, બદલામાં ક્યારેય 20 તો ક્યારેક 50 રૂપિયા મળતા હતા. વર્ષ 2000ની વાત છે. મારી ઉંમર 18 વર્ષની હતી. એક દિવસે પોલીસકર્મીઓને વાંદરનો ખેલ દેખાડી રહ્યો અહતો. ત્યારે મને ઇન્સ્પેક્ટર રાજેન્દ્ર કુમાર મળ્યા.

તેમણે પૂછ્યું કે દિલ્હીથી વાંદરાઓને કેવી રીતે ભગાવી શકાય છે? મેં જવાબ આપ્યો વાંદરા લંગૂરથી ડરે છે. તેમણે મને કહ્યું લંગૂર લઈ આવ. હું તને કોઈ અધિકારીની ઓફિસમાં કામ અપાવી દઇશ. મારી પાસે લંગૂર નહોતું. કેમ કે અમે તો વાંદરનો નાચ દેખાડતા હતા. મારા સમુદાયના લોકો મદારી, માછલી પાળનાર અને મધમાખીનો પૂળો કાઢનારના કોન્ટેક્ટમાં રહે છે. લંગૂરની ડિમાન્ડ આવી, તો હું પટેલ નગર ગયો. ત્યાં એક યોગી બાબા રહેતા હતા. બાબાજી પાસે મંગલ સિંહ નામનો લંગૂર હતો. તેમણે મને કહ્યું કે, મેં એને બાળકની જેમ પાળ્યો છે. આ મારો પરિવાર છે, બાબાજી ખૂબ વૃદ્ધ થઈ ગયા હતા. તેમના માટે લંગૂર પાળવું મુશ્કેલ હતું. તેમણે એ લંગૂર મને આપી દીધું.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp