હાઈ કોર્ટે કહ્યું- સ્કૂલમાં ACનો ખર્ચ વાલીઓએ પણ ઉઠાવવો જોઈએ,સ્કૂલ શા માટે?

PC: twitter.com

દિલ્હીની પબ્લિક સ્કૂલમાં ધોરણ 9માં ભણતા વિદ્યાર્થીના પિતાએ દિલ્હી હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરીને સ્કૂલ દ્વારા લેવામાં આવતા AC ચાર્જને પડકાર્યો હતો, જેને દિલ્હી હાઈકોર્ટે ફગાવી દીધો હતો. અને એમ પણ કહ્યું કે, એકલા સ્કૂલ મેનેજમેન્ટે શા માટે ACનો ખર્ચ ઉઠાવવો જોઈએ. વિદ્યાર્થીના વાલીઓએ પણ આમાં ભાગ આપવો જોઈએ.

દિલ્હીની મોટી શાળાઓમાં તેમના બાળકોને દાખલ કરતા પહેલા, માતાપિતાએ વર્ગખંડમાં એર કંડિશનર (AC) માટે વીજળીનો ખર્ચ ઉઠાવવા માટે તૈયાર રહેવું જોઈએ. શાળાઓમાં AC માટે ચાર્જ વસૂલવા સામેની અરજી પર ટિપ્પણી કરતા દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે, બાળકોની સુવિધા માટે AC લગાવવામાં આવે છે અને ચલાવવામાં આવે છે. આવી સ્થિતિમાં એકલા શાળાએ જ તેના ખર્ચનો બોજ શા માટે ઉઠાવવો જોઈએ?

હકીકતમાં, દિલ્હીની પબ્લિક સ્કૂલમાં ધોરણ 9માં ભણતા વિદ્યાર્થીના પિતાએ દિલ્હી હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરીને સ્કૂલ દ્વારા લેવામાં આવતા AC ચાર્જને પડકાર્યો હતો. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, શાળા ACના નામે દર મહિને 2000 રૂપિયાની વધારાની ફી વસુલવામાં આવી રહી છે. વાલીઓની દલીલ એવી હતી કે, વિદ્યાર્થીઓને AC સુવિધા આપવાની જવાબદારી સ્કૂલ મેનેજમેન્ટની છે. તેથી, તેઓએ તેમના પોતાના ભંડોળમાંથી તેનો ખર્ચ ઉઠાવવો જોઈએ. જોકે દિલ્હી હાઈકોર્ટે તેમની અરજી ફગાવી દીધી હતી.

દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે, શા માટે એકલા સ્કૂલ મેનેજમેન્ટે જ ACનો ખર્ચ ઉઠાવવો જોઈએ? વાલીઓએ પણ આમાં ભાગ આપવો જોઈએ. કોર્ટે એમ કહીને અરજી ફગાવી દીધી હતી કે, બાળકોની સુવિધા માટે AC લગાવવામાં આવે છે અને ચલાવવામાં આવે છે. આવી સ્થિતિમાં એકલા શાળાએ તેના ખર્ચનો બોજ શા માટે ઉઠાવવો જોઈએ? આ સુવિધા લેબોરેટરી જેવી સુવિધાઓથી અલગ નથી. સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા કહેવામાં આવ્યું કે, ACની રકમ ફીની રસીદમાં નોંધાયેલી છે.

દિલ્હી હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ મનમોહન અને જસ્ટિસ મનમીત પ્રીતમ સિંહ અરોરાની બેન્ચે પોતાના નિર્ણયમાં સ્પષ્ટ કર્યું છે કે, હવે શાળા પ્રવેશનો સમય આવી ગયો છે. માતાપિતાએ તેમના બાળકોનું એડમિશન લે તે પહેલા નિયમો, શરતો, ફી અને અન્ય બાબતોને કાળજીપૂર્વક વાંચવી અને સમજવી જોઈએ. કારણ કે ઘણી સુવિધાઓ અભ્યાસ અને શિક્ષણથી અલગ હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp