પરિવારથી અલગ રહેવાની પત્ની દ્વારા સતત જિદ્દ કરવી પતિ પ્રત્યે ક્રૂરતા: હાઇ કોર્ટ

PC: daijiworld.com

દિલ્હી હાઇ કોર્ટે કહ્યું છે કે, કોઈ ઉચિત કારણ વિના સાસરીયાના લોકોથી અલગ રહેવાની પત્નીની સતત જિદ્દ પતિ માટે યાતનાપૂર્ણ અને ક્રૂર હરકત છે. જસ્ટિસ સુરેશ કુમાર કૈત અને જસ્ટિસ નીના બંસલ કૃષ્ણની બેન્ચે અલગ રહેતા દંપતીને છૂટાછેડા આપતા કહ્યું કે, પશ્ચિમી દેશો વિરુદ્ધ ભારતમાં એ સામાન્ય વાત નથી કે દીકરો પોતાના પરિવારથી અલગ થઈ જાય. સામાન્ય રીતે કોઈ પણ ઉચિત મજબૂત કારણ વિના તેને ક્યારેય આ વાત પર બહાર ન આપવો જોઈએ કે તેનો પતિ પરિવારથી દૂર થઈ જાય અને તેની સાથે અલગ રહે.

વર્તમાન કેસમાં પતિએ છૂટાછેડા આપવાની ના પાડવાના ફેમિલી કોર્ટના આદેશને પડકાર આપ્યો હતો. તેણે હિન્દુ મેરેજ એક્ટ હેઠળ ઘણા આધાર પર લગ્ન વિચ્છેદ કરવાની માગ કરી, જેમાં એ પણ સામેલ હતું કે પત્ની ઝગડાળું મહિલા હતી, જે સાસરીયામાં વધારે સન્માન કરતી નહોતી અને એ વાત પર ભાર આપતી હતી કે, તે (પતિ) પોતાના માતા-પિતાથી અલગ રહે. બેન્ચે હાલના આદેશમાં કહ્યું કે, સામાન્ય રીતે કોઈ પણ પતિ પોતાના માતા-પિતા અને પરિવારના અન્ય સભ્યોથી અલગ રહેવાનું સહન નહીં કરે અને ન તો ઇચ્છશે.

પ્રતિવાદી પત્ની દ્વારા અપીલકર્તાને પરિવારથી અલગ થવા માટે બાધ્ય કરવાનો સતત પ્રયાસ પતિ માટે યાતનાપૂર્ણ હશે અને ક્રૂરતાનું કૃત્ય માનવામાં આવશે. કોર્ટે કહ્યું કે, પ્રતિવાદી (પત્ની) અલગ રહેવાની જિદ્દ માટે કોઈ ઉચિત કારણ બતાવી શકી નથી. એકમાત્ર નિષ્કર્ષ કાઢી શકાય છે કે તે એ કે પરિવારના અન્ય સભ્યોથી અલગ રહેવાની જિદ્દ તેની મનમરજી હતી અને તેનું કોઈ ઉચિત કારણ નહોતું. આ પ્રકારની સતત જિદ્દને માત્ર ક્રૂરતાનું કૃત્ય જ કહી શકાય છે.

બેન્ચે ઉલ્લેખ કર્યો કે, સુપ્રીમ કોર્ટે એક નિર્ણયમાં કહ્યું કે, ભારતમાં એક હિન્દુ દીકરા માટે પોતાની પત્નીના કહેવા પર પોતાના માતા-પિતાથી અલગ થઈ જવું, એક સામાન્ય પરંપરા કે વાંછનીય સંસ્કૃતિ નથી. દીકરાઓનું નૈતિક અને કાયદાકીય દાયિત્વ છે કે તે પોતાના માતા-પિતા વૃદ્ધ થવા પર તેમની દેખરેખ કરે અને ભરણ-પોષણ કરે તેમજ જો તેની પત્ની સમાજમાં પ્રચલિત રીત-રિવાજથી હટવાનો પ્રયાસ કરે છે, તો તેમની પાસે તેના માટે કોઈ ઉચિત કારણ હોવું જોઈએ.

બેન્ચે કહ્યું કે, ભારતમાં સામાન્ય રીતે લોકો પશ્ચિમી વિચારધારાને માનતા નથી. જ્યાં લગ્ન થવા કે વયસ્ક થવા પર દીકરો પરિવારથી અલગ થઈ જાય છે. સામાન્ય પરિસ્થિતિઓમાં પત્ની પાસે અપેક્ષા કરવામાં આવે છે કે તે લગ્ન બાદ પતિના પરિવારનો હિસ્સો બને. કોર્ટે કહ્યું કે, ઘરનો કટુ માહોલ બંને પક્ષો માટે સૌહાર્દપૂર્ણ પરિણીત સંબંધ બનાવવા માટે અનુકૂળ માહોલ નહીં હોય શકે. વર્તમાન કેસમાં કેટલાક સમય દરમિયાન પત્નીના આચરણ સહિત પરિસ્થિતિઓ માનસિક ક્રૂરતાનો સ્ત્રોત બનવા માટે બાધ્ય છે.

બેન્ચે છૂટાછેડા મંજૂર કરતા કહ્યું કે, બંને પક્ષો વચ્ચે વર્ષ 2007 બાદ કોઈ પરિણીત સંબંધ નથી અને પત્નીએ નિવેદન આપ્યું કે તેનો અપીલકર્તા સાથે રહેવાનો કોઈ ઇરાદો નથી. મહિલાએ કહ્યું કે, કે જો વર્તમાન અપીલ સ્વીકાર કરવામાં આવે છે તો તેને કોઈ આપત્તિ નથી. આ પ્રકારે હિન્દુ મેરેજ એક્ટની કલમ 13 (F) (I-A) અને (I-B) હેઠળ ક્રૂરતા અને પરિત્યાગના આધાર પર અપીલકર્તા અને પ્રતિવાદી વચ્ચે લગ્ન સમાપ્ત કરવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp