CM કેજરીવાલને HCનો ઝટકો, નીચલી કોર્ટે આપેલા જામીન પર રોક લગાવી

PC: khabarchhe.com

દિલ્હી લીકર પોલિસી કેસમાં હાઇ કોર્ટે CM અરવિંદ કેજરીવાલને મોટો ઝટકો આપ્યો છે અને નીચલી કોર્ટે આપેલા જામીન પર રોક લગાવી દીધી છે, એટલે CM કેજરીવાલને હાલમાં તો જેલમાં જ રહેવું પડશે. જસ્ટીસ સુધીર કુમાર જૈનની પીઠે રાઉઝ એવન્યૂ કોર્ટના ફેસલા પર લાગેલી રોકને ઝાળવી રાખી છે. કોર્ટે કેસની સુનાવણી કરતા કહ્યું હતું કે, નીચલી કોર્ટની પીઠે કેજરીવાલને જામીન આપતી વખતે પોતાના વિવેકનો ઉપયોગ નહોતો કર્યો.

હાઇકોર્ટે કહ્યું કે, અમે બંને પક્ષોને સાંભળ્યા, પરંતુ નીચલી કોર્ટે EDના દસ્તાવેજો પર ધ્યાન ન આપ્યું, નીચલી કોર્ટે PMLAની ધારા 45ની શરતો પર ધ્યાન ન આપ્યું. કોર્ટે કહ્યું કે, ED તરફથી એડિશનલ સોલિસિટર જનરલ રાજૂએ મુદ્દો ઉઠાવ્યો કે નીચલી કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે, આટલા દસ્તાવેજો વાંચવા સંભવ નથી. આ પ્રકારની ટિપ્પણી સંપૂર્ણ રીતે અયોગ્ય હતી અને દર્શાવે છે કે ટ્રાયલ કોર્ટે રેકોર્ડને પોતાનું ધ્યાન ન આપ્યું.

હાઇ કોર્ટે કહ્યું કે, કેજરીવાલને ચૂંટણીને ધ્યાનમાં રાખીને જામીન આપવામાં આવ્યા હતા, તેમની ધરપકડની પિટિશનને હાઇ કોર્ટ દ્વારા ફગાવી દીધા બાદ એવું ન કહી શકાય કે તેમની સ્વતંત્રતાનું હનન થયું છે.

અરવિંદ કેજરીવાલને ઝટકો નીચલી કોર્ટે જામીન આપેલા... 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp