AAP અને LG વચ્ચે ફરી તકરાર, જાણો શું છે વિવાદ? આ વખતે મેયર પણ ગરમ

PC: business-standard.com

દિલ્હીમાં સ્ટેન્ડિંગ કમિટીની ચૂંટણી પર ટકરાવ સતત વધતો જઇ રહ્યો છે. આમ આદમી પાર્ટી (AAP)એ એક સભ્ય માટે પ્રસ્તાવિત ચૂંટણીમાં સામેલ થવાનો ઇનકાર કરી દીધો છે. દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને મેયર શૈલી ઓબેરોયે કહ્યું હતું કે ચૂંટણી 5 ઓક્ટોબરે થશે, આજે ચૂંટણી માટે જાહેર કરવામાં આવેલો આદેશ ગેર-બંધરણનીય છે. સદનની અધ્યક્ષતા કોઈ અધિકારી નહીં કરી શકે. આ અગાઉ ગુરુવારે પણ મોડી રાત સુધી સદનમાં હોબાળો થતો રહ્યો.

દિલ્હીના ઉપરાજ્યપાલ વી.કે. સક્સેનાએ ગુરુવારે મોડી રાત્રે એક આદેશમાં દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)ના કમિશનરને કહ્યું કે, પાલિકાની સ્થાયી સમિતિની ખાલી સીટ પર ચૂંટણી શુક્રવારે કરાવવામાં આવે. ઉપરાજ્યપાલના આદેશમાં કહેવામાં આવ્યું કે, સ્થાયી સભ્યના છઠ્ઠા સભ્ય માટે ચૂંટણી કરાવવામાં મેયરની નિષ્ફળતાના કારણે મ્યુનિસિપાલ કોર્પોરેશન અધિનિયમ 1957ની કલમ 487 હેઠળ અસાધારણ શક્તિઓને લાગૂ કરવાની જરૂરિયાત છે.

સદનમાં એક દિવસ અગાઉ ભારે હોબાળો થયો હતો. સદનમાં મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો અને કોર્પોરેટરોની તપાસનો આમ આદમી પાર્ટીએ વિરોધ કર્યો. મેયર શૈલી ઓબેરોયે 5 ઓક્ટોબર સુધી ચૂંટણી સ્થગિત કરી દીધી હતી, જ્યારે બાદમાં ઉપરાજ્યપાલે નિર્ણય પલટી દીધો હતો. ઉપરાજ્યપાલના આદેશ પર MCD કમિશનર અશ્વિની કુમારે બપોરે 1:00 વાગ્યે ચૂંટણી કરાવવાની જાહેરાત કરી દીધી. એડિશનલ મ્યુનિસિપલ કમિશનર જીતેન્દ્ર યાદવની MCDની સદનની બેઠકના પીઠાસીન અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી. તેના પર આમ આદમી પાર્ટીએ વાંધો ઉઠાવ્યો છે.

મનીષ સિસોદિયાએ કહ્યું કે, ચૂંટાયેલા લોકોની મીટિંગની અધ્યક્ષતા માત્ર ચૂંટાયેલી વ્યક્તિ જ કરી શકે છે, સ્પિકર જ કરી શકે છે. શું વિધાનસભા કે સંસદની બેઠક કોઈ એડિશનલ સેક્રેટરીની અધ્યક્ષતામાં કરી શકાય છે? સિસોદિયા અને ઓબેરોયે કહ્યું કે, જો આજે ચૂંટણી થાય છે તો તેમની પાર્ટી તેમાં સામેલ નહીં થાય અને તેને કાયદાકીય રૂપે પડકાર આપવામાં આવશે. ચૂંટણી 5 ઓક્ટોબરે થશે, જેની જાહેરાત મેયરે કરી હતી. જે સીટ માટે ચૂંટણી થવાની છે એ ભાજપના નેતા કમલજીત સહરાવતના પશ્ચિમ દિલ્હી સીટ પરથી લોકસભાના સભ્ય ચૂંટાયા બાદ ખાલી થઈ ગઈ હતી.

MCD કમિશનરે કહ્યું કે, સદનમાં મોબાઈલ પ્રતિબંધિત છે. આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો સદનમાં મોબાઈલ લઈ જવા પર જિદ્દ કરી રહ્યા હતા. મેયરે પણ કહ્યું કે, તપાસથી કોર્પોરેટરોની ગરિમાને ઠેસ પહોંચી છે. ફરી કોપોરેટરોને સદનામાં મંજૂરી આપવાની માગ કરવામાં આવી, પરંતુ વાત ન બની. આ દરમિયાન પાલિકાના સચિવે સદનમાં નિયમ 51(5)નો સંદર્ભ આપતા કહ્યું કે, મોબાઈલ લાવવો ગોપનિયતાને ભંગ કરવી છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp