સ્વાતિ માલિવાલના આરોપ બાદ CM કેજરીવાલના PA વિભવ કુમારની ધરપકડ

PC: twitter.com

સ્વાતિ માલિવાલ સાથે દુર્વ્યવહારના આરોપમાં CM અરવિંદ કેજરીવાલના પર્સનલ આસિસ્ટન્ટ વિભવ કુમારની દિલ્હી પોલીસે ધરપકડ કરી છે. 13 મેના રોજ CM ઓફિસ પર કેજરીવાલને મળવા ગયા બાદ સ્વાતિ માલિવાલે આરોપ લગાવ્યો હતો કે તેમના PA વિભવ કુમારે તેમની સાથે મારપીટ કરી. 

વિભવ કુમારની ધરપકડ બાદ તેમના વકીલે કહ્યું હતું કે, અમને પોલીસ પાસેથી હજુ સુધી કોઈ માહિતી મળી નથી. અમને તેમને મેઈલ કરીને કહ્યું છે કે, અમે તપાસમાં કો-ઓપરેટ કરવા માટે તૈયાર છીએ.

AAPનો દાવો BJPએ સ્વાતિ માલીવાલને CM આવાસ મોકલેલા

આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા આતિશીએ સ્વાતિ માલીવાલ હુમલા કેસ પર પ્રેસ કોન્ફરન્સ કરી અને આ કેસને BJPનું ષડયંત્ર ગણાવ્યું. આતિશીએ કહ્યું કે, સ્વાતિ માલીવાલ આ ષડયંત્રનો ચહેરો અને પ્યાદુ હતી. સ્વાતિ માલીવાલ 13 મેના રોજ એપોઈન્ટમેન્ટ વગર CM આવાસ પર પહોંચી હતી. તેમનો ઈરાદો CM કેજરીવાલને ફસાવવાનો હતો, સારું થયું તેઓ ત્યાં ન હતા, તેથી તેઓ બચી ગયા. ત્યારપછી સ્વાતિ માલીવાલે વિભવ કુમાર પર આરોપ લગાવ્યો. તે વિડિયો, જે આજે સામે આવ્યો છે, તે તેમને ખુલ્લા પાડે છે.

AAP નેતા આતિશીએ શુક્રવારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને સ્વાતિ માલીવાલની સાથે BJP પર પણ આરોપ લગાવ્યા હતા. તેમણે કહ્યું, 'જ્યારથી CM અરવિંદ કેજરીવાલને જામીન મળ્યા છે ત્યારથી BJP ગભરાઈ ગઈ છે. આ મૂંઝવણ હેઠળ તેમણે એક કાવતરું ઘડી કાઢ્યું હતું. આ કાવતરા અંતર્ગત સ્વાતિ માલીવાલને CM આવાસ મોકલવામાં આવ્યા હતા.

તેમનો હેતુ CM કેજરીવાલ પર ખોટા આરોપો લગાવવાનો હતો. સ્વાતિ આ ષડયંત્રનો એક ચહેરો હતી, સ્વાતિ માલીવાલ 13 મેના રોજ CM આવાસ પર પહોંચી હતી, તેમનો ઈરાદો આરોપ લગાવવાનો હતો. તેમનો ઈરાદો CM કેજરીવાલને ફસાવવાનો હતો, પરંતુ તેઓ ત્યાં હાજર ન હતા, તેથી તેઓ બચી ગયા. ત્યારપછી સ્વાતિ માલીવાલે વિભવ કુમાર પર આરોપ લગાવ્યો. તે વિડિયો, જે આજે સામે આવ્યો છે, તે તેમને ખુલ્લા પાડે છે.

13 મેની આખી ઘટના મીડિયાને સંભળાવતા આતિશીએ કહ્યું કે, 'સ્વાતિ માલીવાલે દિલ્હી પોલીસને આપેલી ફરિયાદમાં તેણે કહ્યું છે કે, તેને નિર્દયતાથી મારવામાં આવી હતી. તેઓનું માથું ટેબલ સાથે અથડાયું અને તેમનું માથું ફાટી ગયું, તેમના કપડા ફાટી ગયા, પરંતુ વિડિયોમાં તદ્દન ઊલટું સત્ય છે. સ્વાતિ માલીવાલ ઊંચા અવાજમાં વિભવ કુમારને ધમકી આપી રહી છે. તેના કપડા ફાટેલા નથી કે તેના માથામાં ઈજા થઈ નથી. આજના વીડિયોએ સ્વાતિ માલીવાલના આરોપોને પાયાવિહોણા સાબિત કર્યા છે. વિભવ કુમારે પોતાની ફરિયાદમાં 13 મેની તમામ ઘટનાઓનું વિગતવાર વર્ણન કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp