રાષ્ટ્રપતિ ભવનમાં રહસ્યમય પ્રાણી દેખાવાના દાવાનું પોલીસે જણાવ્યું સત્ય

PC: ndtv.com

નરેન્દ્ર મોદીએ 9 જૂને વડાપ્રધાન પદના શપથ લઈ લીધા અને 10 જૂને મંત્રીમંડળની ફાળવણી પણ થઈ ચૂકી છે. આ દરમિયાન એક સમાચારે બધાનું ધ્યાન પોતાની તરફ ખેચવાનું કામ કર્યું. 9 જૂને જ મોદી સરકારના બધા મંત્રી શપથ લઈ રહ્યા હતા, એ દરમિયાન શપથવાળા મંચ પાછળ એક પ્રાણી ફરતું નજરે પડી રહ્યું હતું. આ રહસ્યમય પ્રાણીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. તેને લઈને દેશભરની મીડિયા સંસ્થાઓએ તમામ પ્રકારના સમાચાર ફેલાવ્યા. દાવો કરવામાં આવ્યો કે, શપથગ્રહણ સમારોહ દરમિયાન મંચ પાછળ રહસ્યમય પ્રાણી દેખાયું. જો કે, દિલ્હી પોલીસે તેના પર સત્તાવાર નિવેદન આપતા આ પ્રકારના સમાચારોનું ખંડન કર્યું છે.

દિલ્હી પોલીસે આ પ્રકારના સમાચારોનું ખંડન કરતા સોશિયલ મીડિયા સાઇટ X પર લખ્યું કે, ‘દેખાડવામાં આવી રહેલા તથ્ય ખોટા છે. કેમેરામાં જે પ્રાણી કેદ થયું છે, તે પાળતું બિલાડી છે. કૃપયા આ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપો.’ દિલ્હી પોલીસે પોતાની બીજી પોસ્ટમાં લખ્યું કે, ‘કેટલીક મીડિયા ચેનલ અને સોશિયલ મીડિયા હેન્ડલ કાલે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત શપથગ્રહણ સમારોહના લાઈવ પ્રસારણ દરમિયાન લેવામાં આવેલી એક પ્રાણીની તસવીર દેખાડી રહ્યા છે અને દાવો કરી રહ્યા છે કે આ એક જંગલી પ્રાણી છે. આ તથ્ય એકદમ ખોટું છે.

ક્યારે ઘટી પ્રાણીવાળી ઘટના?

દુર્ગાદાસ જ્યારે મંત્રી પદના શપથ લઈ રહ્યા હતા. એ દરમિયાન કેમેરામાં દેખાડ્યું કે, રાષ્ટ્રપતિ ભવનમાં પાછળ કોઈ પ્રાણી ચાલી રહ્યું છે. વીડિયોમાં નજરે પડી રહેલા આ જીવને કોઈએ દીપડો કહ્યો, તો કોઈએ બિલાડી. લોકો એ વાત જાણવા આતુર હતા કે આખરે આ કયું પ્રાણી હતું અને એટલી સુરક્ષા વચ્ચે દીપડો રાષ્ટ્રપતિ ભવન કઇ રીતે પહોંચી શકે છે? તેને લઈને દેશભરની મીડિયા ચેનલો અને સોશિયલ મીડિયા પર તમામ પ્રકારના સમાચારો ફેલાઈ ગયા. જો કે, હવે દિલ્હી પોલીસે સત્તાવાર પુષ્ટિ કરી દીધી છે કે આ પ્રાણી કોઈ રહસ્યમય પ્રાણી નહીં, પરંતુ રાષ્ટ્રપતિ ભાવનની પાળતું બિલાડી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp