દિલ્હી પોતાની ગાડી લઇને જતા હો તો આ ન્યૂઝ વાંચી લેજો, નહીં તો હજારોનો ચાંદલો થશે

PC: timesnownews.com

દિલ્હીમાં પ્રદૂષણના કારણે બગડતી સ્થિતિને જોતા હવે પોલીસ પણ હજુ વધારે સાવધાન થઇ ગઇ છે. દિલ્હીમાં જૂની ગાડીઓના ખૂબ ચલણ ફાડવામાં આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં ટ્રાફિક પોલીસે 2,200 લોકોના ચલણ ફાડ્યા છે. તો 6,757 વાહનોને રોક્યા છે. GRAP IV મુજબ, આ સમયે દિલ્હીમાં બીજા રજ્યોમાંથી માત્ર એ વાહનોને આવવાની મંજૂરી આપવામાં આવી છે, જે અથવા તો ઇલેક્ટ્રિક હોય, કે પછી BS VI વાહન હોય.

વાયું ગુણવતા મેનેજમેન્ટ આયોગ (ACQM)એ જરૂરી સેવાઓમાં સામેલ ન થનારા બધા મધ્યમ અને ભારે વાહનો પર પણ રાજધાનીમાં પ્રતિબંધ લગાવ્યો છે. દિલ્હી પોલીસે એ લોકોને છૂટ આપી છે જે આવશ્યક સેવાઓ સાથે જોડાયેલા છે. રવિવારે જે 2,200 વાહનોના ચલણ ફાટ્યા છે, તેમાંથી 1024 એવા હાથ જેમની પાસે પોલ્યુશન અંડર કંટ્રોલ સર્ટિફિકેટ (PUC) નહોતા, 217 ચલણ BS-III વાહનો અને 975 ચલણ BS-IV વાહનોના ફાડવામાં આવ્યા છે.

દિલ્હીના મોટર વ્હીકલ એક્ટ હેઠળ શહેરમાં ગેર જરૂરી સામગ્રી લઇ જનારા ડીઝલ-પેટ્રોલ વાહનો અને ટ્રકો ચલાવવા માટે 20 હજાર રૂપિયાનું ચલણ છે. ગયા મહિનાની વાત કરીએ તો પોલીસે PUC વિનાના 17 હજાર 989 વાહનોના ચલણ ફાડ્યા હતા. દિલ્હી પ્રદૂષણની ગંભીર સમસ્યાને પહોંચીવળવા માટે આમ આદમી પાર્ટી (AAP)ની સરકારે 4 વર્ષ બાદ ફરીથી ઓડ ઇવન નિયમ લાગૂ કરવાની જાહેરાત કરી છે. જો કે, આ નિયમ પ્રભાવી થવાને લઇને વિશેષજ્ઞોના મિશ્ર મંતવ્ય છે.

આ નિયમને પહેલી વખત વર્ષ 2016માં લાગૂ કરવામાં આવ્યો હતો. દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે સોમવારે જાહેરાત કરી કે વાયુ પ્રદૂષણ પર લગામ લગાવવાની કવાયત પર શહેરમાં 13-20 નવેમ્બર સુધી સમ વિષમ યોજના લાગૂ કરવામાં આવશે. વર્ષ 2016માં પહેલી વખત લાગૂ કરવામાં આવેલી આ યોજના હેઠળ સમ કે વિષમ રજિસ્ટર્ડ સંખ્યાવાળી કારોને વૈકલ્પિક દિવસો (એક દિવસ છોડીને એક દિવસ) પર ચલાવવાની મંજૂરી આપવામાં આવે છે. આગામી અઠવાડિયે જ્યારે તેને લાગૂ કરવામાં આવશે તો તે ચોથી વખત હશે, જ્યારે દિલ્હી સરકાર વાહનોથી થનારા પ્રદૂષણથી પહોંચીવળવા માટે આ યોજના લાગૂ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp