બુર્ખો પહેરીને પોતાના જ ઘરમાં લૂંટ, પકડાઈ ગઈ તો નાની બહેનના નામે બનાવ્યું બહાનું
દિલ્હીના ઉત્તમ નગરમાં ચોરીની અનોખી ઘટના સામે આવી છે. એક મહિલાના ઘરમાં લાખોની ચોરી થઈ ગઈ. નાની દીકરીના લગ્ન માટે ભેગા કરેલા બધા ઘરેણાં ચોરી થઈ ગયા. મદદ માટે મહિલા પોલીસ પાસે ગઈ. તપાસ થઈ તો ખબર પડી કે મોટી દીકરીએ જ બુર્ખો પહેરીને ઘરમાં ચોરી કરી છે. પોલીસે પૂછપરછ કરી તો મોટી દીકરીએ ચોરી કરવા માટે હેરાન કરનારું કારણ બતાવ્યું. આરોપીની ઓળખ 31 વર્ષીય શ્વેતા તરીકે થઈ છે. ઘટના ઉત્તમ નગરમાં સેવક પાર્ક પાસેની છે.
અહી કમલેશ પોતાની 2 દીકરીઓ સાથે રહેતી હતી. 30 જાન્યુઆરીના બપોરે 2:00 વાગ્યાની આસપાસ ઘરમાં ચોરી થઈ. લાખોના ઘરેણાં અને 25 હજાર રૂપિયા કેસ ગાયબ થઈ ગયા. કમલેશે ઘટનાની ફરિયાદ પોલીસમાં નોંધાવી. પોલીસે તપાસ કરી તો જોયું કે ઘરમાં બળજબરીપૂર્વક ઘરમાં ઘૂસવા કે તોડફોડના કોઈ નિશાન ઉપસ્થિત નથી. મુખ્ય દરવાજા અને કબાટના લોક પણ બંધ મળ્યા. ત્યારબાદ પોલીસે CCTV ફૂટેજની તપાસ કરી. જોયું કે, ઘટનાના સમયે બુર્ખો પહેરેલી એક મહિલા ઘરમાં ઘૂસી રહી છે.
ફૂટેજની તપાસમાં ખબર પડી કે આરોપી કમલેશની જ દીકરી હતી. પૂછપરછમાં શ્વેતાએ પોતાનો ગુનો સ્વીકાર્યો છે. તેણે જણાવ્યું કે, તેની માતા નાની બહેનને વધુ પસંદ કરતી હતી, જેના કારણે તેણે ચોરીનો પ્લાન બનાવ્યો. પ્લાનને અંજામ આપવા માટે પહેલા શ્વેતા જાન્યુઆરીમાં જ માતાનું ઘર છોડીને ક્યાંક દૂર રહેવા લાગી. તેણે એ પણ જણાવ્યું કે, તે ખૂબ દેવામાં હતી, જેને ચૂકવવાના ઉદ્દેશ્યથી તેણે ઘરેણાં અને રોકડની ચોરી કરી.
ચોરી કરેલા ઘરેણામાંથી કેટલાક શ્વેતાના જ હતા, જે તેણે પોતાની માતાને સંભાળીને રાખવા આપ્યા હતા. બાકી ઘરેણાં બહેનના લગ્ન માટે હતા. ચોરીવાળા દિવસે શ્વેતા ઘરની ચાવીઓ ચોરીને શાકભાજી લેવાના બહાને ઘરથી બહાર ગઈ અને પબ્લિક ટોયલેટમાં જઈને બૂર્ખો પહેર્યો. પછી તેણે ઘરમાં જઈને ચોરી કરી. આરોપીએ ઘરેણાં વેચી દીધા હતા, જેણે પોલીસે જપ્ત કરી લીધા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp