હૃદયની દર્દી છું, પણ.., વડાપાઉં ગર્લની લારી ઉઠાવી લેતા રડીને સંભળાવી આપવીતી

PC: news9live.com

દિલ્હીના પીતમપુરાની ગલીઓમાં વડાપાઉં વેચતી એક છોકરીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વડાપાઉં ગર્લ નામથી પ્રસિદ્ધ ચંદ્રિકા ગેરા દીક્ષિત હાલના દિવસોમાં ખૂબ ચર્ચામાં છે. કારણ છે તેનો રડતો વીડિયો. વીડિયો વાયરલ થયા બાદ ચંદ્રિકા સાથે એક ન્યૂઝ ચેનલે વાતચીત કરી અને જાણવાનો પ્રયાસ કર્યો કે આખરે મામલો શું છે.

3:00 વાગવાના હતા. ચંદ્રિકાનો સ્ટોલ લાગ્યો પણ નહોતો કે ટોકન માટે લોકોની લાંબી લાઇન લાગી ચૂકી હતી. આ વડાપાઉં માટે દૂર દૂરથી લોકો આવે છે. MCD દ્વારા ચંદ્રિકાનો સ્ટોલ હટાવવા પર કસ્ટમર્સ નિરાશ જરૂર થયા, પરંતુ ચંદ્રિકાએ હાર ન માની અને તે બીજી જગ્યાએ સ્ટોલ લગાવવા લાગી, પરંતુ તે MCDના વ્યવહારથી રોષમાં છે. તેનો આરોપ છે MCDવાળાઓએ તેની લારી તેની જગ્યાએથી હટાવી અને પોલીસવાળાઓએ બળજબરી પણ કરી, જેથી તેને અને તેની સાસુને ઇજા પણ થઈ હતી.

 
 
 
View this post on Instagram

A post shared by Rajat Upadhyay (@foodbowlss)

મૂળ રૂપે ઇન્દોરની રહેવાસી ચંદ્રિકાએ જણાવ્યું કે, તે માત્ર 40 રૂપિયાનો વડા પાઉં વેચે છે. કોઈ ખોટું કામ કરી રહી નથી. પહેલા તે નોકરી કરતી હતી, પરંતુ બાળકની તબિયત ખરાબ રહેવાના કારણે તેને નોકરી છોડવી પડી. ત્યારબાદ દોઢ વર્ષ અગાઉ તેણે વડાપાઉંનો સ્ટોલ લગાવવાનો શરૂ કરી દીધો. તેનું આ કામ સારું એવું ચાલવાનું શરૂ થઈ ગયું, પરંતુ આ દરમિયાન તેની લારી હટાવી દેવામાં આવી. તેણે જણાવ્યું કે, છતા લોકો તરફથી તેને ખૂબ પ્રેમ મળી રહ્યો છે. લોકોએ પણ કહ્યું કે, તેઓ ચંદ્રિકાને પૂરો સપોર્ટ કરશે.

ચંદ્રિકાએ જણાવ્યું કે, બાળપણમાં જ માતા-પિતાને ગુમાવી દેવામાં કારણે તેને આઘાત લાગ્યો અને ત્યારથી જ તેને દિલની બીમારી છે. તેને જીવનમાં પરિવાર માટે ખૂબ સંઘર્ષ કર્યો છે. વડાપાઉંનો બિઝનેસ સારો ચાલી જ રહ્યો હતો કે MCDવાળાએ તેની લારી હટાવી દીધી. પોલીસકર્મીઓએ પણ ગેરવર્તન કર્યું. તેણે કહ્યું કે, છતા હું હાર નહીં માનું. પોતાનું કામ ચાલુ રાખીશ. ગ્રાહક મારી તાકત છે. એટલે હું તેમને નિરાશ નહીં કરું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp