પ્રાણપ્રતિષ્ઠા રામજીની છે પરંતુ PM મોદી અને CM યોગીની મૂર્તિઓ પણ ડિમાન્ડમાં

PC: jagran.com

‘રામ તનમાં રામ મનમાં..’ ઘેર ઘેર અયોધ્યાનો સંકલ્પ. 22 જાન્યુઆરીના રોજ જ્યારે અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થશે, ત્યારે ભગવાન લોકોના મન મંદિર સાથે ઘરોમાં પણ વિરાજિત થશે. તેમની પ્રતિમાઓનું વેચાણ વધ્યું છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની પ્રતિમાઓની પણ ખૂબ માગ છે. બિહારમાં મુઝફ્ફરપુરના મૂર્તિકાર જયપ્રકાશના આર્થિક જીવનમાં આ બદલાવની જેમ છે. તેનાથી તેની સારી આવક થઈ રહી છે.

જયપ્રકાશ બતાવે છે કે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની તારીખ જાહેર થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 140 અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની 70 પ્રતિમાઓ વેચી ચૂક્યા છે. યોગી આદિત્યનાથની પ્રતિમાઓ અત્યારે સ્ટોકમાં નથી. 72 પીસ ઓર્ડર છે જેના પર કામ ચાલી રહ્યું છે. માટી અને પ્લાસ્ટર ઓફ પેરિસથી બનેલી અડધાથી એક ફૂટની આ પ્રતિમાઓ 800-1200 રૂપિયામાં ઉપલબ્ધ છે. ઝારખંડ અને ઉત્તર પ્રદેશથી પણ ખરીદદાર આવી રહ્યા છે.

એ સિવાય મૂર્તિકાર જયપ્રકાશ છેલ્લા 2 મહિનામાં 100 કરતા વધુ રામ દરબારનું વેચાણ કરી ચૂક્યા છે, જ્યારે 150 કરતા વધુના ઓર્ડર પર કામ ચાલી રહ્યું છે. આ અગાઉ તે એકાદ બે જ વેચી શકતો હતો. રામ દરબાર 500-700 રૂપિયામાં ઉપલબ્ધ છે. પિતા કન્હાઈને ગુરુ માનનારા જયપ્રકાશ છેલ્લા 13 વર્ષોથી પ્રતિમાઓ બનાવી રહ્યા છે. પહેલા તેના વેચાણની દર મહિને 35 થી 40 હજાર સુધીની આવક થતી હતી. હવે વધીને 60 હજાર સુધી થઈ ગઈ છે.

જયપ્રકાશની દુકાન પર રામ દરબાર સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની મૂર્તિનો ઓર્ડર કરનાર મનોજ ભારતી કહે છે કે પ્રભુના ઘરવાસમાં ઘણી બાધાઓ આવી, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની પહેલથી દરેક બાધા મટતી ગઈ. તેમના અથાગ પ્રયાસથી આ શુભ દિવસ આવ્યો છે. અમે તેમના પ્રત્યે શ્રદ્ધા ભાવ રાખીએ છીએ. 22 જાન્યુઆરીના રોજ દેશ જ્યારે રામમય અને ઘેર ઘેર દિવાળી ઉજવાશે તો નિશ્ચિત રૂપે મનના દરબારમાં પ્રભુ શ્રીરામ વિરાજિત થશે. મોદી અને યોગી પણ એ જ શ્રદ્ધા ભાવથી ઘેર આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp