નોટબંધીમાં મોદી સરકારે ખરેખર કેટલુ બ્લેકમની પકડ્યું? હવે સત્ય બહાર આવી રહ્યું છે
વર્ષ 2016માં 8 નવેમ્બરના રોજ અચાનક જ 500 અને 1000 રૂપિયાની નોટો બંધ કરી દેવામાં આવી હતી. આ ઘટનાને નોટબંદી નામ મળ્યું. હવે નાણા મંત્રાલયના અધિકારીઓ પાસેથી જાણકારી મળી છે કે નોટબંદી બાદ નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી કેન્દ્ર સરકારે કુલ 900 કરોડ રૂપિયા રોકડ અને 8,000 કરોડ રૂપિયાની અઘોષિત સંપત્તિ જપ્ત કરી છે. એટલું જ નહીં, નોટબંદી બાદ ઇનકમ ટેક્સ રિટર્ન ભરનારા લોકોની સંખ્યામાં 25 ટકાનો જોરદાર વધારો પણ જોવા મળ્યો. તેનો ફાયદો સરકારને મળતા ટેક્સમાં પણ જોવા મળ્યો.
એક ન્યૂઝ એજન્સીના રિપોર્ટ મુજબ, નવેમ્બર 2016 અને માર્ચ 2017 વચ્ચે નોટબંદી બાદ 900 કરોડ રૂપિયાની જપ્ત થઇ, જેમાં 636 કરોડ રૂપિયાની રોકડ અને ઇનકમ ટેક્સ વિભાગ દ્વારા ચલાવવા આવેલા તપાસ અને જપ્ત અભિયાનો દ્વારા લગભગ 7,961 કરોડ રૂપિયાની અઘોષિત આવક સામેલ છે. નાણાં મંત્રાલયના અધિકારીઓ મુજબ, નોટબંદીથી ન માત્ર કાળા ધનની જાણકારી મળી, પરંતુ તેનાથી ટેક્સ કલેક્શનમાં પણ વધારો થયો અને ટેક્સ બેઝનો વિસ્તાર થયો.
સત્તાવાર અધિકારીઓ મુજબ, નોટબંદીની કવાયત બાદ જ્યારે સરકારે 8 નવેમ્બર 2016ની સાંજે અચાનક 500 અને 1000 કિંમતની કરન્સી નોટો બંધ કરવાની જાહેરાત કરી તો ત્યારબાદ ટેક્સ કલેક્શનમાં 18 ટકાની વૃદ્ધિ જોવા મળી, જે છેલ્લા 7 નાણાકીય વર્ષોમાં સૌથી વધુ હતી. નાણાં મંત્રાલયના આંકડાઓ મુજબ, ડિમોનેટાઇઝેશનના સકારાત્મક પ્રભાવના કારણે દેશમાં કર અનુપાલનમાં વૃદ્ધિ થઇ કેમ કે વર્ષ 2017-18 દરમિયાન, વ્યક્તિગત આવક એડવાન્સ ટેક્સ કલેક્શનમાં 23.4 ટકાનો વધારો થયો, જ્યારે વર્ષ 2016-17માં વ્યક્તિગત ઇનકમ સ્વ-મૂલ્યાંકન કરમાં 29 ટકાની વૃદ્ધિ થઇ.
તેનાથી ખબર પડે છે કે, નોટબંદી ગેર કોર્પોરેટ અને વ્યક્તિગત કરદાતાઓના સ્વેચ્છિક ટેક્સ પેમેન્ટ પર મોટો પ્રભાવ પડ્યો, એ સિવાય વર્ષ 2017-18 દરમિયાન દાખલ કરવામાં આવેલા ઇનકમ રિટર્ન (ITR)માં 25 ટકાની વૃદ્ધિ હાંસલ કરવામાં આવી, જે છેલ્લા 5 વર્ષોમાં હાંસલ કરવામાં આવેલો ઉચ્ચતમ દર હતો. વર્ષ 2016-17 દરમિયાન 85.51 લાખની તુલનામાં વર્ષ 2017-18 દરમિયાન નવા ITR ફાઇલ કરનારા લોકોની સંખ્યા લગભગ 1.07 કરોડ હતી. વર્ષ 2017-18 દરમિયાન કોર્પોરેટ કરદાતાઓ દ્વારા દાખલ કરવામાં આવેલા રિટર્નની સંખ્યામાં 17.2 ટકાનો વધારો જોવા મળ્યો. તે વર્ષ 2016-17માં 3 ટકા અને વર્ષ 2015-16માં 3.5 ટકાના વિકાસ દરથી 5 ગણો વધારે હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp