2019ની ચૂંટણીના સૌથી અમીર ઉમેદવારની ડિપોઝીટ પણ જપ્ત થઇ ગયેલી

PC: facebook.com/ichangemycity

લોકસભા 2019ની ચૂંટણીના આંકડા પર નજર નાંખીએ તો એ વાત ખબર પડે છે કે માત્ર પૈસા હોવાથી ચૂંટણીમાં જીત મળતી નથી. ઘણા એવા ઉમેદવારો હતા, જેમની પાસે લખલૂંટ સંપત્તિ હતી, પરંતુ ચૂંટણીમાં ડિપોઝીટ ગુમાવવાનો વારો આવ્યો હતો.

લોકસભા ચૂંટણી 2024 માટે 19મી એપ્રિલથી મતદાન શરૂ થઈ રહ્યું છે. આ વખતે દેશમાં 7 તબક્કામાં ચૂંટણી યોજાશે. લોકસભા ચૂંટણીના પરિણામો 4 જૂને આવશે. દરમિયાન, પક્ષો દ્વારા સામાન્ય ચૂંટણીની તૈયારીઓ જોરશોરથી કરવામાં આવી રહી છે. નોમિનેશન પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. કેટલાક ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. નવા ચૂંટણી એફિડેવિટ મુજબ, નકુલ નાથ અત્યાર સુધીના સૌથી અમીર ઉમેદવાર છે, જેમણે 700 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી છે.

2019ની લોકસભા ચૂંટણી પર નજર કરીએ તો બિહારમાંથી એક લોકસભા ઉમેદવાર એવા હતા જેમની પાસે હજારો કરોડની સંપત્તિ છે. પરંતુ ચૂંટણીમાં તેમને મોટી હારનો સામનો કરવો પડ્યો હતો. તેમને માત્ર 1,558 મત મળ્યા, જેના કારણે ઉમેદવારની ડિપોઝીટ જપ્ત થઈ ગઇ હતી. આ બેઠક પરથી 26 ઉમેદવારોની યાદીમાં આ ઉમેદવાર ચોથા ક્રમે હતા. ભાજપના રામ કૃપાલ યાદવ અહીંથી 5 લાખ મતોથી જીત્યા હતા.

2019ની લોકસભા ચૂંટણીમાં સૌથી અમીર ઉમેદવાર કહેવાતા રમેશ કુમાર શર્મા બિહારની પાટલીપુત્ર સીટ પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ઉભા હતા. તે સમયે, શર્મા સિવાયના તમામ પાંચ સૌથી ધનિક ઉમેદવારો કોંગ્રેસના હતા, જેમાંથી ત્રણ ચૂંટણી જીત્યા હતા. શર્માએ ચૂંટણી એફિડેવિટમાં પોતાની સંપત્તિ 1,107 કરોડ રૂપિયાથી વધુ હોવાનું જાહેર કર્યું હતું.

2019ની ચૂંટણીમાં બીજા સૌથી ધનિક ઉમેદવાર કોંડા વિશ્વેશ્વર રેડ્ડી હતા, જેમની સંપત્તિ 895 કરોડ રૂપિયા હતી. તેમણે તેલંગાણાના ચેવેલ્લા મતવિસ્તારમાં સખત લડત આપી, પરંતુ તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (TRS) ના ઉમેદવાર જી રંજીથ રેડ્ડી સામે હારી ગયા હતા.

કોંગ્રેસ નેતા અને કમલનાથના પુત્ર નકુલ નાથે 2019માં ત્રીજા સૌથી અમીર ઉમેદવાર હતા. નકુલ નાથ 2019માં જીત્યા હતા. 2019માં તેમની સંપત્તિ 660 કરોડ રૂપિયા હતી. જે 2024માં વધીને 700 કરોડ પર પહોંચી ગઇ છે.

વર્ષ 2019માં ચોથા સૌથી અમીર ઉમેદવાર વસંતકુમાર હતા, જેમણે પોતાની સંપત્તિ 417 કરોડ રૂપિયા દર્શાવી હતી. તેમણે તમિલનાડુની કન્યાકુમારી સીટ પરથી લગભગ 3 લાખ વોટોથી જીત મેળવી હતી. પાંચમાં સૌથી અમીર ઉમેદવાર તે વખતના કોંગ્રેસના જ્યોતિરાદિત્ય સિંધિયા હતા, જેમણે 374 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp