અનંતના લગ્નમાં મજબૂત સિક્યોરિટી છતા, 2 અજાણ્યા લગ્ન જોવા પહોંચી ગયા પછી...
અનંત અંબાણીના લગ્નની વિધિ મુંબઈના જિયો કન્વેન્શન સેન્ટરમાં યોજાઈ હતી. આ સમારોહમાં PM નરેન્દ્ર મોદી ઉપરાંત દેશ-વિદેશની અનેક મોટી હસ્તીઓએ હાજરી આપી હતી. આથી કન્વેન્શન સેન્ટરની સુરક્ષા પણ ખૂબ જ ચુસ્ત રાખવામાં આવી હતી. QR કોડ એન્ટ્રી અને વિવિધ રંગના રીસ્ટ બેન્ડથી લઈને રિઝર્વ મેડિકલ ટીમ સુધીની વ્યવસ્થા હતી. જો કે, તેમ છતાં બે લોકો બોલાવ્યા વિના અંદર પ્રવેશ્યા હતા. અહીં આપણે લગ્ન સમારોહમાં કરવામાં આવેલી કડક સુરક્ષા વ્યવસ્થા વિશે વાત કરીશું.
એક સમાચાર એજન્સીના અહેવાલ મુજબ, કાર્ડ પ્રાપ્ત કર્યા પછી, મહેમાનોએ E-mail અથવા ગૂગલ ફોર્મ દ્વારા તેમનો પ્રતિસાદ આપવાનો હતો. આ પછી તેને એક મેસેજ આવ્યો. તેમાં લખ્યું હતું, 'અમને તમારો RSVP (પ્રતિસાદ) મળ્યો છે. અને અમે તમારું સ્વાગત કરવા આતુર છીએ. પ્રોગ્રામના 6 કલાક પહેલા QR કોડ શેર કરવામાં આવશે.'
કાર્યક્રમના સ્થળે પહોંચ્યા પછી મહેમાનોએ QR કોડ સ્કેન કરવાનો હતો. ત્યાર પછી જ તેમને અંદર જવાની પરવાનગી આપવામાં આવી હતી. ગેટ પર આવેલા તમામ મહેમાનોના કાંડા પર વિવિધ રંગીન કાગળના બેન્ડ બાંધવામાં આવ્યા હતા. આ રંગોના આધારે તેમને અલગ-અલગ ઝોનમાં જવાની મંજૂરી આપવામાં આવી હતી.
ઘણા ફિલ્મ સ્ટાર્સ અને ક્રિકેટરો તેમજ કોરિયન ઈલેક્ટ્રોનિક્સ જાયન્ટ સેમસંગ ઈલેક્ટ્રોનિક્સના ચેરમેન લી જે-યોંગ અને તેમની પત્ની જેવા બિઝનેસમેન પણ હાજર હતા. તેમણે 14મી જુલાઈના રોજ ગુલાબી રંગનું રિસ્ટબેન્ડ પહેર્યું હતું. અને 13 જુલાઈના રોજ લાલ રંગનો રિસ્ટબેન્ડ પહેર્યો હતો. વળી, ત્યાંના કર્મચારીઓએ પણ અલગ-અલગ રંગના રિસ્ટબેન્ડ પહેર્યા હતા. અહીં બહુસ્તરીય સુરક્ષા વ્યવસ્થા હતી.
કટોકટીની પરિસ્થિતિ માટે પણ ખાસ તૈયારીઓ કરવામાં આવી હતી. ઘણા હાઈપ્રોફાઈલ મહેમાનો માટે રિઝર્વ મેડિકલ ટીમો પણ ગોઠવવામાં આવી હતી. તબીબો અને પેરામેડિકલ સ્ટાફ તમામ ઇમરજન્સી સાધનો સાથે તૈયાર હતો. નજીકની હોસ્પિટલો માટે એમ્બ્યુલન્સ માટેના રૂટ પહેલેથી જ નક્કી કરવામાં આવ્યા હતા.
સમાચાર એજન્સીએ એક સૂત્રનો ઉલ્લેખ કરીને કહ્યું કે, આ વખતે કાર્ડ મેળવવા અને QR મોકલવા વચ્ચેનો સમય ઓછો કરવામાં આવ્યો છે. કારણ કે આવા કેટલાક QR કોડ પ્રી-વેડિંગમાં વેચી દેવામાં આવ્યા હતા. ત્યાર પછી કેટલાક લોકો આમંત્રિત કર્યા વિના પહોંચ્યા હતા.
આ વખતે પણ બે લોકો વગર આમંત્રણે પહોંચી ગયા હતા. બંને આંધ્રપ્રદેશથી મુંબઈ પહોંચ્યા હતા. આ હાઈપ્રોફાઈલ લગ્ન જોવા માટે જ બંને ખાસ આવ્યા હતા. જોકે, સુરક્ષા અધિકારીઓએ બંનેને પકડીને પોલીસને હવાલે કર્યા હતા. પોલીસે બંનેને કાયદેસરની કાર્યવાહી કર્યા પછી છોડી મૂક્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp