દેવકીનંદન કહે- આસારામ, રામ રહિમ જેવા ધર્મગુરુઓને જેલ મોકલી દીધા, હિંમત હોય તો...

PC: punjabkesari.in

કથાવાંચક દેવકીનંદન ઠાકુરે એક ફરી એક વખત હિન્દુ રાષ્ટ્રની વકીલાત કરી છે. ઝારખંડના મેદિનીનગરમાં તેમણે કહ્યું કે, હિન્દુ રાષ્ટ્રથી રામરાજ્યની અવધારણને સત્તા દ્વારા વ્યાવહારિક રૂપ આપવાથી સામાજિક વિસંગતિઓ દૂર થશે. સાથે જ તેમણે કહ્યું કે, આસારામ, રામ રહિમ અને રામપાલ જેવા ધર્મ ગુરુઓને તો જેલ મોકલી દીધા. જો હિંમત હોય તો બીજા ધર્મ ગુરુઓને જેલ મોકલીને દેખાડો. અંગ્રેજોના રાજમાં સાધુ સંતો પર જેટલા અત્યાચાર થયો નહોતો, એટલો આઝાદ ભારતમાં થઈ રહ્યો છે.

તેમણે કહ્યું કે, આ હિન્દુ રાજ, રામરાજ્યની સંકલ્પના વિરુદ્ધ છે. તેને રોકવું જોઈએ. તેમને જામીન એટલે મળી રહ્યા નથી કેમ કે તેઓ સનાતની ધર્મના છે. કેરળમાં 14 કિશોરીઓના બળાત્કારના આરોપી ધર્મ ગુરુ માટે સરળતાથી જામીન પર છોડવાના આદેશ જાહેર થઈ જાય છે. તેને શું સમજવામાં આવે. 1670માં મુઘલ બાદશાહ ઔરંગઝેબે મથુરા મંદિરને ધ્વસ્ત કરીને ઈદગાહ બનાવી હતી. મંદિરની મૂર્તિઓ જામા મસ્જિદની સીડીઓમાં દબાવી દેવામાં આવી. વિધર્મી તેના પર ચડીને મસ્જિદમાં જાય છે. આ મામલે કોઈ ભાઇચારાની વાત કરતું નથી. મેકાલેએ આખા ભારતમાં પાશ્ચાત્ય સંસ્કૃતિ ફેલાવવાનું કામ કર્યું. તેના કારણે સનાતની માથે તિલક લગાવી રહ્યા નથી અને નહીં હાથોમાં કલાવા.

દેવકીનંદન ઠાકુરે કહ્યું કે, માતા-પિતા પોતાને મોડર્ન બતાવીને પોતાના સંતાન ખરાબ કરી રહ્યા છે. માતા-પિતા અને ગુરુજનોને પગે પડવાની ટેવ જ સનાતન સંસ્કૃતિ છે. હિન્દુ રાષ્ટ્ર એટલે કે રામરાજ્ય જાહેર થવાથી બધા ભારતીય શાંત રહી શકશે. હિન્દુ રાષ્ટ્રના માધ્યમથી રામરાજની કલ્પના કરવી જોઈએ. રામરાજ્યમાં ધર્મની જય હો, અધર્મનો નાશ થાય, પ્રાણીઓમાં સદ્વભાવના હોય અને વિશ્વનું કલ્યાણ થાયનો નારો ગુંજે છે. સનાતની પોતાની જ નહીં, આખા વિશ્વના કલ્યાણની વાત કરે છે.

તેમણે કહ્યું કે, પુરાતન ઋષિ મુનિઓએ ધર્મનો માર્ગ શીખવ્યો છે, જરૂરિયાતમંદ લોકોની સેવા કરવું અને બીજાઓના દુઃખને વહેંચવાની વાત કહી. તેમણે એમ પણ કહ્યું કે, દબાણને મુક્ત કરવાની માગ કરી રહ્યા છીએ તો કોઈ ગુનો કરી રહ્યા નથી. માગ છે કે હિન્દુઓના મંદિર-ધર્મસ્થળો-દેવાલયોને સરકારી નિયંત્રણથી મુક્ત કરવા આવે. અત્યાર સુધી તેમાં થયેલી આવકથી ભારતના બધા જિલ્લાઓમાં 5-5 ગુરુકુલમ વિદ્યાલય સ્થાપિત કરવામાં આવે. જેથી બાળપણથી વિદ્યાર્થીઓને પોતાની સંસ્કૃતિમાં ઢાળી શકાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp