DGCAએ ટાટાની એર ઇન્ડિયાને 80 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો, જાણી લો મામલો

PC: twitter.com

Directorate General of Civil Aviation (DGCA)એ એર ઇન્ડિયાને 80 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ દંડ Flight Duty Time Limitations (FDTL) અને Fatigue Management System (FMS) સાથે સંબંધિત નિયમોના ઉલ્લંઘન માટે ફટકારવામાં આવ્યો છે. આ પહેલા પણ DGCAએ ટાટા ગ્રુપની એર ઇન્ડિયાને દંડ કર્યો હતો.

DGCA એ ઉચ્ચ સ્તરની સલામતી સુનિશ્ચિત કરવા FDTL અને FMS નિયમોના પાલન માટે જાન્યુઆરી મહિનામાં એર ઈન્ડિયાનું સ્પોટ ઓડિટ કર્યું હતું. ઓડિટ દરમિયાન DGCAને જાણવા મળ્યું કે કંપનીએ નિયમોનું ઉલ્લંઘન કરીને ફ્લાઈટ્સ ઓપરેટ કરી હતી.

DGCAએ જણાવ્યું હતું કે, અહેવાલો અને પુરાવાઓના વિશ્લેષણથી જાણવા મળ્યું છે કે એર ઈન્ડિયાએ કેટલાક કિસ્સાઓમાં 60 વર્ષથી વધુ ઉંમરના બંને ફ્લાઈટ ક્રૂ સાથે ફ્લાઈટ ચલાવી હતી, જે એરક્રાફ્ટ નિયમો, 1937ના નિયમ 28A ના પેટા-નિયમ (2)નું ઉલ્લંઘન છે.

અલ્ટ્રા-લોન્ગ રેન્જ (ULR) ફ્લાઈટ્સ પહેલા અને પછી પર્યાપ્ત આરામ અને લેઓવર પર ફ્લાઈટ ક્રૂને પૂરતો આરામ આપવાનો પણ અભાવ હોવાનું જણાયું હતું. આ ઉપરાંત, ખોટી રીતે ચિહ્નિત થયેલ તાલીમ રેકોર્ડ વગેરેના કિસ્સાઓ પણ જોવા મળ્યા હતા.

DGCAએ જણાવ્યું હતું કે,એર ઈન્ડિયાને 1 માર્ચ, 2024ના રોજ જવાબ દાખલ કરવા માટે કારણ બતાવો નોટિસ જારી કરવામાં આવી હતી. પરંતુ એર ઇન્ડિયા તરફથી જે પ્રતિસાદ મળ્યો તે સંતોષકારક નહોતો.

અગાઉ જાન્યુઆરીમાં પણ DGCAએ સુરક્ષા ઉલ્લંઘન બદલ એર ઈન્ડિયા પર 1.10 કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો હતો. આ દંડ 12 મિનિટ કેમિકલ પેસેન્જર ઓક્સિજન સિસ્ટમ માં ખામી જોવા મળ્યા બાદ લગાવવામાં આવ્યો હતો.

DGCAને ઑક્ટોબરમાં એરલાઇનના કર્મચારી તરફથી ફરિયાદ મળી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે બોઇંગ B777 એરક્રાફ્ટનો ઉપયોગ કરીને મુંબઈ-બેંગલુરુ-સાન ફ્રાન્સિસ્કો વચ્ચે એર ઈન્ડિયા દ્વારા સંચાલિત ફ્લાઈટ્સમાં સુરક્ષા નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. ફરિયાદમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે નવેમ્બર 2022 થી આવું થઈ રહ્યું છે.

ફરિયાદના આધારે એવિએશન રેગ્યુલેટરે એર ઈન્ડિયાના વિમાનોની 12 મિનિટ કેમિકલ પેસેન્જર ઓક્સિજન સિસ્ટમનું નિરીક્ષણ કર્યું હતું. ઓક્સિજન સિસ્ટમ્સ એરક્રાફ્ટમાં લગભગ 12-15 મિનિટ સુધી ઓક્સિજન ઉત્પન્ન કરી શકે છે. કટોકટીના કિસ્સામાં, પાઇલોટ આ સમયે પ્લેનને ઓછી ઊંચાઇ પર લાવી શકે છે, જ્યાં વધારાના ઓક્સિજનની જરૂર હોતી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp