ધીરેન્દ્ર શાસ્ત્રીની ડિમાન્ડ- હિન્દુ રાષ્ટ્ર માટે સંવિધાનમાં સંશોધન કરો

PC: navbharattimes.indiatimes.com

બાગેશ્વર ધામના પીઠાધિશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે, સનાતન ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ એકતાને મજબૂત કરવા માટે અમે દરબારનું આયોજન કરીએ છીએ. જો કોઈને આપત્તિ છે તો તેમણે કોર્ટમાં આવીને પોતાની વાત રાખવી જોઈએ. ધીરેન્દ્ર શાસ્ત્રી ઉર્ફ બાગેશ્વર ધામ સરકારે મહારાષ્ટ્ર અંધશ્રદ્ધા ઉન્મૂલન સમિતિને સામસામેનો પડકાર આ શબ્દોમાં આપ્યો. તેમણે પોતાના ભક્ત રાજનેતાઓને એમ પણ કહ્યું. ‘દૂધનું દૂધ અને પાણીનું પાણી’ થઈ જશે. તેમણે કહ્યું કે, ચૂંટણી ત્યારે જ જીતી શકાય છે, જ્યારે રાજનેતા જનતાને ‘પિતા’ સમાન માને.

તો ધીરેન્દ્ર ધામ સરકારે એવા વિચાર રાખ્યા કે ભારતીય સંવિધાનમાં અત્યાર સુધી અત્યાર સુધી 700 વખત સંશોધન કરવામાં આવ્યું છે. એવામાં હિન્દુ રાષ્ટ્રના નિર્માણ માટે એક વખત સંશોધન કરવું જોઈએ. પૂણેમાં જગદીશ મુલીક ફાઉન્ડેશન તરફથી 3 દિવસીય હનુમાન સત્સંગ કથા અને બાગેશ્વર ધામ સરકાર તફરફથી દિવ્ય દરબાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ અગાઉ ધીરેન્દ્ર શાસ્ત્રી પત્રકારો સાથે વાતચીત કરતા બોલી રહ્યા હતા. ફાઉન્ડેશનના જગદીશ મુલીક અને યોગેશ મુલીક ઉપસ્થિત હતા.

મહારાષ્ટ્ર અંધવિશ્વાસ ઉન્મૂલન સમિતિએ માગ કરી હતી કે બાગેશ્વર ધામ સરકારના દાવા અસંવૈધાનિક, અવૈજ્ઞાનિક અને અંધવિશ્વાસને પ્રોત્સાહન આપનારા છે. એટલે તેમની વિરુદ્ધ જાદુ-ટોણાં વિરોધી કાયદા હેઠળ કેસ નોંધવો જોઈએ. તેના પર ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે, અમે સનાતન હિન્દુ સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે દરબાર લગાવીએ છીએ. મેં ક્યારેય પણ રાવણ સાથે ફોન પર વાત નથી કરી. ધીરેન્દ્ર શાસ્ત્રીએ જણાવ્યું કે, હાસ્યના માધ્યમથી શ્રદ્ધાળુઓને સંસ્કૃતિ સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો.

જો કે, હું જાદુ અને મંત્ર ચિકિત્સાની વકીલાત કરું છું, પરંતુ હું હૉસ્પિટલોનો વિરોધી નથી. એટલે જો મહારાષ્ટ્ર અન્નિસના કાર્યકર્તાઓને કોઈ આપત્તિ છે તો તેઓ કોર્ટમાં જઈને વાત રજૂ કરે. બાગેશ્વર ધામ સરકારે ઉત્તર આપ્યો કે હું પ્રભુની કૃપાના કારણે બોલી રહ્યો છું. એટલે કોઈ બહાનું ન બનાવો. આ અવસર પર બાગેશ્વર ધામ સરકારે સંત તુકારામ મહારાજને આપેલા વિવાદિત નિવેદન પર માફી માગી. સંત તુકારામ ભગવાન સમાન છે અને મારી તેમના પ્રત્યે અગાધ નિષ્ઠા છે. મેં એ નિવેદન એક પુસ્તકના એક લેખ પર બુંદેલખંડી અંદાજમાં બોલતા આપ્યું હતું. જો કોઈની આસ્થાને ઠેસ પહોંચી હોય તો માફ કરે.

તેમણે કહ્યું કે, જો પૂણે યાત્રા દરમિયાન મને સમય મળ્યો તો હું દેહૂ જઈશ અને સંત તુકારામ મહારાજની સમાધિના દર્શન કરીશ. બાગેશ્વર ધામ સરકારે એવા વિચાર રાખ્યા છે કે ભારતીય સંવિધાનમાં અત્યાર સુધી 700 વખત સંશોધન કરવામાં આવ્યું છે. હિન્દુ રાષ્ટ્રના નિર્માણ માટે એક વખત સંશોધન કરવું જોઈએ. ધર્મની અંદર સામાજિક, સમરસતા, સમાનતા અને કર્મનું મહત્ત્વ હશે. જો કે, જો કોઈના દિલમાં ખોટું છે તો તેના માટે હિન્દુ રાષ્ટ્રમાં કોઈ જગ્યા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp