ધોનીએ ફેનની બાઇકને ઓટોગ્રાફ આપતા પહેલા પોતાના જ ટી-શર્ટથી બાઇક સાફ કરી

PC: insidesport.in

મેદાન પર એકદમ ધીરગંભીર અને સુપર કુલ તરીકે જાણીતા ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. ધોની અનેક વખત ચર્ચામાં રહે છે. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની એક વીડિયોમાં ટી-શર્ટ વડે પોતાની નહીં પણ ફેન્સની બાઇક સાફ કરતો જોવા મળે છે. માહીનો આ વીડિયો બધાના દિલ જીતી રહ્યો છે. ફેન્સની બાઇક તો સાફ કરીને ઓટોગ્રાફ પણ આપ્યો.

cskના કેપ્ટન અને ટીમ ઇન્ડિયાના ધૂરંધર ખેલાડી મહેન્દ્ર સિંહ ધોનીનો બાઇક પ્રત્યેનો પ્રેમ કોઈનાથી છૂપો નથી. પૂર્વ ભારતીય કેપ્ટન ઘણીવાર બાઇક સાથે જોવા મળે છે. હવે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેના કારણે તેણે બધાનું દિલ જીતી લીધું છે. વીડિયો જોયા પછી તમે કહેવા મજબૂર થઈ જશો કે ધોનીથી વધુ બાઈકનો શોખીન કોઈ નથી. વાસ્તવમાં, ધોનીએ તેના ટી-શર્ટથી ફેનની બાઇક સાફ કરી અને તેનો ઓટોગ્રાફ આપ્યો.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઇ શકો છો કે એક લાલ કલરની એક બાઇકનો એ વિસ્તાર ધોનીએ પોતાના ટી-શર્ટથી સાફ કર્યો જ્યાં તેણે ઓટોગ્રાફ આપવાનો હતો. એ પછી ધોનીએ ફરી એકવાર પોતાના ટી-શર્ટથી ઓટોગ્રાફ વાળો હિસ્સો સાફ કર્યો. એક જ ભાગને બે વખત પોતાના ટી-શર્ટથી સાફ કરવાની બાબતથી એ વાત સ્પષ્ટ ખબર પડે છે કે ધોની બાઇક્સને કેટલી હદે પ્રેમ કરે છે.

વીડિયોમાં આગળ જોવા મળે છે કે મહેન્દ્ર સિંહ ધોનીએ બાઇક પર પોતાનો ઓટોગ્રાફ આપ્યો. એ પછી ધોનીએ બાઇક પર બેસીને કીક મારી હતી. બાઇકને ચાલું કર્યા પછી ધોનીના ચહેરા પર એક મોહક સ્મિત જોવા મળ્યું હતું. આ દરમિયાન માહી બ્લેક લોઅર અને ટી-શર્ટમાં જોવા મળ્યો હતો. ધોની પાસે માત્ર એક કે બે નહીં પરંતુ ઘણી આકર્ષક બાઇક્સનું કલેક્શન છે.

વર્ષ 2020માં આંતરરાષ્ટ્રીય ક્રિક્રેટને અલવિદા કહેનાર ધોનીએ IPLની મેચો રમવાનું ચાલું રાખ્યું છે. IPLની મેચ દ્રારા પણ ધોની અનેક વખત ચાહકોના દિલ જીતતો રહે છે. IPLની છેલ્લી સિઝન એટલે કે 2023 IPLમાં તેની કેપ્ટનશિપ હેઠળ ધોનીએ ચેન્નાઈ સુપર કિંગ્સને ચેમ્પિયન બનાવ્યું હતું. તે લગભગ નિશ્ચિત છે કે તે આગામી સિઝન એટલે કે IPL 2024માં પણ રમશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp