ગુજરાતી હીરા વેપારીએ 15મા માળેથી ઝંપલાવી આપઘાત કર્યો

PC: abplive.com

મુંબઈના હીરા બજારના ઓપેરા હાઉસના 15માં માળેથી એક ડાયમંડ કંપનીના માલિકે ઝંપલાવીને આપઘાત કર્યો હતો. ડાયમંડ કંપનીના માલિકના આપઘાતને પગલે મુંબઈ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતો. પોલીસને તપાસ દરમિયાન કંપનીના માલિકે આપઘાત પહેલા લખેલી સ્યૂસાઈડ નોટ મળી આવી હતો. મુંબઈ પોલીસે સમગ્ર મામલે આપઘાતનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

રિપોર્ટ અનુસાર મૂળ ઉત્તર ગુજરાતના પાલનપુરના વતની અને વર્ષોથી મુંબઈમાં ડાયમંડની કંપની ચાલવતા ધીરેન શાહે મંગળવારના રોજ મુંબઈના હીરા બજારના ઓપેરા હાઉસના 15માં માળ પર આવેલી પ્રસાદ ચેમ્બરમાંથી છલાંગ લગાવી હતી. ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે ધીરેન શાહને મુંબઈની જે.જે.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ફરજ પરના ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ધીરેન શાહ સુરત અને મુંબઈના હીરા બજારમાંથી રફ ડાયમંડની ખરીદી કરતા હતા. આપઘાત કરતા પહેલા તેમને એક સ્યૂસાઈડ નોટ પણ લખી હતી.

ડાયમંડ કંપનીના માલિકના આપઘાતની માહિતી મળતા મુંબઈની ડીબી માર્ગ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન પોલીસને સ્યૂસાઈડ નોટ મળી આવી હતી તેમાં લખ્યું હતું કે, તેઓ આ પગલું સમજી વિચારીને ભરી રહ્યા છે, તેમના મોત માટે કોઈને જવાબદાર ઠેરવવામાં આવે નહીં. આર્થિક સંકળામણ આવીને ધીરેન શાહે આપઘાત કર્યો હોવાની આશંકા પોલીસ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. ધીરેન શાહની મોટા ગજાના હીરા ઉદ્યોગકારો સાથે મિત્રતા હતી. તેઓ આર્થિક સ્થિતિમાં ખૂબ સધ્ધર હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp