બધુ જ રામના નામે કર્યું, જુબાની આપી પણ.., સીતારામ યાદવનું છલકાયું દર્દ

PC: aajtak.in

રામ મંદિરમાં રામલલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા અગાઉ અયોધ્યાના પરિવારનું દર્દ છલકાયું છે. જેને રજૂ કર્યું છે સીતારામ યાદવે. તેમનું કહેવું છે કે વર્ષ 1950થી પિતા સાથે શ્રી રામલલા માટે પ્રસાદ બનાવતા આવ્યા છીએ. આજે પણ રોજ દુકાનથી રબડી-પેંડા ભગવાન શ્રીરામના ભોગ માટે જાય છે. પિતાજી રામ જન્મભૂમિ કેસમાં સાક્ષી પણ હતા, પરંતુ આજે પરેશાનીની વાત એ છે કે પ્રાણ પ્રતિષ્ઠામાં નિમંત્રણ આપવામાં આવ્યું નથી. જો કે, પરિવારનું કહેવું છે કે નિમંત્રણ મળે છે ત પણ સારું છે અને ન મળે તો પણ સારું છે. અમે શ્રીરામજીની સેવામાં લાગ્યા રહીશું.

રિપોર્ટ મુજબ, અયોધ્યામાં એક નાનકડી રબડી અને પેંડાની દુકાન ચલાવનારા સીતારામ યાદવના પિતા અને તેઓ પોતે રામ મંદિર માટે બતાશા બનાવતા હતા. એ સમયે તેમની એકમાત્ર દુકાન હતી, જ્યાંથી ભગવાન માટે ભોગ જતો હતો અને આજે પણ જાય છે. જો કે બાબરી વિધ્વંસમાં તેમની દુકાન પણ ધ્વસ્ત થઈ ગઈ, પરંતુ તેમણે ક્યારેય પણ વળતર ન લીધું. 75 વર્ષીય સીતારામ યાદવ આજે પણ શ્રી રામલલાના મંદિર પાસે પોતાની નાની દુકાન ચલાવે છે. તેમની દુકાનથી આજે પણ શ્રીરામલલા માટે ભોગ માટે 5 કિલો રબડી અને પેંડા જાય છે. આ પ્રક્રિયા ત્યારથી ચાલે છે, જ્યારે રામલલા ટેન્ટમાં હતા. જો કે, વૃદ્ધ હોવાના કારણે તેમની દીકરી શ્યામા યાદવ તેમના કામોમાં સહયોગ કરે છે.

સીતારામ મુજબ, તેઓ પોતાના પિતા સાથે રામલલાના ભોગ માટે દુકાનથી બતાશા બનાવતા હતા. પિતાનું 20 વર્ષ અગાઉ મોત થઈ ગયું. ત્યારબાદ તેઓ પોતે ભોગ માટે પ્રસાદ બનાવવા લાગ્યા. એટલું જ નહીં તેમણે શ્રીરામ જન્મભૂમિ કેસમાં સાક્ષીના રૂપમાં જુબાની આપી. શ્રીરામની નાનકડી જગ્યાથી લઈને આજે મોટા વિશાળ મંદિર સુધી તેમના હાથે બનેલો ભોગ લગાવવામાં આવે છે. વિવાદમાં તેમની દુકાન જતી રહી.

તેમની આંખો સામે મંદિનું તાળું ખોલવામાં આવ્યું અને રામને કાઢવામાં આવ્યા. આ દરમિયાન તેમની દુકાન અને જમીન જતી રહી. સરકાર તેમને વળતર આપવા માગતી હતી, પરંતુ ન લીધું અને બધુ શ્રીરામના નામે કરી દીધું. થોડે દૂર આજે પણ તેમની બીજી દુકાન છે. આજે પણ 5 કિલો રબડી અને પેંડા શ્રીરામના ભોગ માટે જાય છે, પરંતુ પ્રાણ પ્રતિષ્ઠા માટે તેમની પાસે નિમંત્રણ આવ્યું નથી અને ન તો કોઈએ સૂચના આપી છે.

શ્યામ યાદવની દીકરીએ કહ્યું કે, અમારા બાબા શ્રી રામ માટે ભોગ બનાવતા હતા અને હવે મારા પિતાજી ભોગ માટે પ્રસાદ પોતે બનાવે છે. તેના પિતા શ્રીરામ જન્મભૂમિ કેસમાં સતત જુબાની માટે જતા રહ્યા. સરકારીની ગાડીઓમાં તેમને લઈ જવામાં આવતા હતા. આજે પરેશાની તો થાય છે કે નિમંત્રણ પણ ન આવ્યું. જો કે, પિતાજી આ વાત ક્યારેય આ વાત કહેતા નથી કેમ કે તેઓ દિવસ રાત શ્રીરામની સેવામાં લાગ્યા રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp