સ્વિટ્ઝર્લેન્ડમાં ટ્રેનિંગ લીધી, લાખોની નોકરી હતી, પણ હવે રહે છે નાઇટ શેલ્ટરમાં

PC: uptak.in

દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં કડકડતી ઠંડીએ પોતાનું સામ્રાજ્ય ફેલાવ્યું છે. આવી સ્થિતિમાં જેમની પાસે ઘર નથી તેમના માટે મોટો પડકારનો સામનો કરવો પડે છે. આવા ગરીબ અને બેઘર લોકો માટે સરકાર આશ્રય ગૃહોની વ્યવસ્થા કરે છે. ઉત્તર પ્રદેશના નોઈડામાં આવા જ એક નાઈટ શેલ્ટરની હાલત જાણવા માટે મીડિયા સૂત્રોની ટીમ ત્યાં પહોંચી. અહીં તેને એક એવી વ્યક્તિ મળી જેણે MBA પાસ કર્યું છે, સ્વિટ્ઝર્લેન્ડમાં ટ્રેનિંગ લીધી છે અને તેના પછી લાખોની નોકરી પણ મળી હતી. પરંતુ હવે તે નાઇટ શેલ્ટરમાં રહે છે.

નાઈટ શેલ્ટરમાં રહેતા આ વ્યક્તિનું નામ અભિષેક છે. આર્થિક સંકડામણ અને કૌટુંબિક સંજોગોને કારણે તે રાત્રી આશ્રયસ્થાનમાં રહેવા મજબૂર છે. તેણે કહ્યું કે તેને નશો કરવાની આદત તેને આ સ્થાન સુધી લઈ ગઈ છે. રડતાં રડતાં તેણે કહ્યું, 'આટલું ભણતર, આટલી મહેનત. પરંતુ દારૂની લતને કારણે મારું જીવન બગડી ગયું છે.'

અભિષેક 15 ડિસેમ્બર 2023થી નોઈડામાં નાઈટ શેલ્ટરમાં રહે છે. તેણે માર્કેટિંગમાં MBA કર્યું છે અને ઈન્ડિયા માર્ટ ટુ લ્યુમિનિશ જેવી મોટી કંપનીઓમાં કામ કર્યું છે. હાલમાં તેની હાલત એવી છે કે, તેને રોજમદાર મજૂર તરીકે કામ કરવું પડે છે. તેણે જણાવ્યું કે, તે દરરોજ 500 રૂપિયા સુધીની કમાણી કરી લે છે. અભિષેકે કહ્યું, 'મેં સ્વિત્ઝર્લેન્ડ અને તુર્કીમાં તાલીમ લીધી છે. હું નોકરી પણ કરતો હતો. પરંતુ પછી મને નશો કરવાની લત લાગી ગઈ. જે પછી મેં મારી નોકરી ગુમાવી દીધી અને મારા પરિવારે પણ મને સપોર્ટ કરવાનું બંધ કરી દીધું.'

તેણે વધુમાં કહ્યું કે, હવે સ્થિતિ એવી નથી કે, તે કોઈપણ પ્રકારની નોકરી કરી શકે. આ કારણથી તેમને અહીં જ રહેવું પડે છે. અભિષેક જણાવે છે કે, 'દારૂ પીવાના કારણે મેં લગ્ન પણ ન થયા. અને હું મારા પરિવાર સાથે વાત પણ નથી કરતો. હું 500 રૂપિયા કમાઉ છું. તેમાંથી અઢીથી ત્રણસો રૂપિયા દારૂ પીવા પાછળ ખર્ચાઈ જાય છે. બાકીના પૈસાનું ખાવાનું ખાઈ લઉ છું.'

અભિષેકે જણાવ્યું હતું કે, શિયાળામાં નાઇટ શેલ્ટર બનાવવામાં આવે છે. હું હોળી સુધી અહીં જ રહું છું. આ પછી હું ક્યારેક રૂમ લઉં છું. પરંતુ જ્યારે પૈસા પુરા થઇ જાય છે, ત્યારે રૂમ ખાલી કરવો પડે છે. તેની પાસે સારા કપડાં અને મોબાઈલ ફોન પણ નથી. મને રોજ કામ પણ મળતું નથી. અઢી વર્ષથી આવું ચાલે છે.

તેણે તેના પરિવારને કહ્યું, 'હું સુધરવા માંગુ છું. હું દારૂ પીવાની આદત પણ છોડવા માંગુ છું. મને નથી ખબર કે, મારો પરિવાર મને માફ કરશે કે, મને પાછો બોલાવશે કે નહીં.'

આ દરમિયાન અભિષેકે એ પણ જણાવ્યું કે, તેના ઘણા સારા મિત્રો પણ છે. પરંતુ એવો કોઈ બાકી નથી જેની પાસેથી તેણે ઉધાર લીધું નથી. બધાએ તેને મદદ કરી છે. તેમણે કહ્યું કે, દરેકને મદદ કરવાની એક મર્યાદા હોય છે. તેની દારૂ પીવાની આદતને કારણે બધાએ તેને છોડી દીધો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp