શું નેપાળને 57 વર્ષ અગાઉ જ ખબર પડી ગયું હતું રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનું વર્ષ

PC: livehindustan.com

અયોધ્યામાં રામલલાના રામ મંદિરમાં પ્રાણ પરિષ્ઠાની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. એવામાં નેપાળ સરકારની 57 વર્ષ જૂની ટપાલ ટિકિટ વાયરલ થઈ રહી છે. પ્રભુ શ્રીરામ અને માતા સીતાની તસવીરવાળી આ ટિકિટમાં વર્ષ 2024 દર્શાવવામાં આવ્યું છે એટલે કે રામ મંદિરની પ્રાણ પરિષ્ઠનું વર્ષ. રામ નવમી (ભગવાન રામનો અવતરણ દિવસ) પર 18 એપ્રિલ 1967ના રોજ જાહેર થયેલી ટપાલ ટિકિટમાં આ વર્ષના કારણે જ તે ચર્ચાનો વિષય બની ગઈ છે. લોકો પૂછી રહ્યા છે કે શું નેપાળને 57 વર્ષ અગાઉ જ ખબર પડી ગઈ હતી કે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ક્યારે થશે? આવો અમે તમને જણાવીએ આ સંયોગનું કારણ શું છે.

આપણે બધા જાણીએ છીએ કે રોજિદી જિંદગીમાં આપણે લોકો જે કેલેન્ડરના હિસાબે દિવસ તારીખ નક્કી કરીએ છીએ, એ ગ્રેગોરિયન કેલેન્ડર કહેવામાં આવે છે. તેણે આપણે અંગ્રેજી કેલેન્ડર પણ કહીએ છીએ. તેની વિરુદ્ધ હિન્દુ ધર્મના ત્રીજ તહેવાર વિક્રમ સવંતના હિસાબે નક્કી કરવામાં આવે છે, જેને આપણે હિન્દુ કેલેન્ડર પણ કહીએ છીએ. વિક્રમ સંવત ભારતના મોટા ભાગના હિસ્સામાં માન્ય છે અને નેપાળમાં પણ આ કેલેન્ડરની જ ધાર્મિક આયોજનો માટે માન્યતા છે. વિક્રમ સંવત ગ્રેગોરિયન કેલેન્ડરની તુલનામાં 57 વર્ષ આગળ ચાલી રહ્યું છે. આ બંને કેલેન્ડરનવા અંતરના કારણે જ નેપાળી પોસ્ટલ સ્ટેમ્પ એન રામ મંદિર પ્રાણ પરિષ્ઠના વર્ષની સમાનતાનો સંયોગ બન્યો છે.

બીજા શબ્દોમાં કહીએ તો જ્યારે ગ્રેગોરિયન કેલેન્ડરના હિસાબે નેપાળમાં 1967માં પોસ્ટલ સ્ટેમ્પ જાહેર કરવામાં આવ્યું હતું તો એ વર્ષે વિક્રમ સંવતના હિસાબે વર્ષ 2024 જ ચાલી રહ્યું હતું. તેના કારણે વર્ષ 1967માં જાહેર થયેલા સ્ટેમ્પ પર 2024 લખવામાં આવ્યું હતું. પ્રભુ શ્રીરામ અને માતા સીતાના લગ્ન જનપુરમાં થયા હતા, જે હવે નેપાળમાં ઉપસ્થિત છે. માતા સીતાના આ પિયરથી પોતાના જમાઈ એટલે કે ભગવાન શ્રીરામના અભિષેક માટે ઉપહાર મોકલવામાં આવ્યા છે.

જનકપુરથી અયોધ્યા 3000 કરતા વધુ ઉપહાર મોકલવામાં આવ્યા છે, જેમાં ચાંદીના જોડાથી લઈને માતા સીતા માટે ખાસ સાડી અને ઘરેણાં પણ સામેલ છે. રામલલાને રામ મંદિરના ભવ્ય ગર્ભ ગૃહમાં સ્થાપિત કરવા અગાઉ તેમનું સ્વાગત સિંહની ગર્જના કરશે. 550 વર્ષ બાદ અયોધ્યામાં થવા જઇ રહેલા ભવ્ય સમારોહ માટે અમદાવાદથી એક ખાસ ડ્રમ પહોંચ્યો છે. 56 ઇંચ લાંબા આ ડ્રમને વગાડવા પર સિંહની ગર્જના જેવો અવાજ સાંભળશે. આ ડ્રમ સાથે અયોધ્યામાં જુલૂસ કાઢવામાં આવ્યું છે. હવે તેણે મંદિરમાં રાખવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp